માત્ર માણસજાતની વસ્તી વધે નહીં
હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વધે છે
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગઝલ

ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ઘણું રોયાં - ‘રસિક’ મેઘાણી
મશહૂર છું - 'રૂસ્વા' મઝલુમી
'गमन' ફિલ્મ જોયા પછી - ભગવતીકુમાર શર્મા
'ત્રિવેણી સંગમ' : ત્રણ કવિઓની રચનાઓનો સ્વરસંગમ
(माफ करना) - ડૉ. નીરજ મહેતા
(એક માણસ કેટલો ઘરડો પડે!) - હરદ્વાર ગોસ્વામી
(કૂંપળ મળે) - રાજીવ ભટ્ટ 'દક્ષરાજ'
(કેટલી સાંજો તૂટે) - રઈશ મનીઆર
(ક્યાં સહેલું છે?) -રાજેશ મહેતા 'રાજ'
(ખુદા હાફિઝ) - હનિફ રાજા
(ચાલ, થોડો યત્ન કર) - ચિનુ મોદી 'ઇર્શાદ'
(જે થવાનું થૈ ગયું છે) -આતિશ પાલનપુરી
(થૂકદાની નથી) - ભરત વિંઝુડા
(નવો હાકેમ છે) - ચિનુ મોદી
(પળ વચ્ચે જીવ્યો) - મનોજ ખંડેરિયા
(માણસ જેવો માણસ છું) -ભગવતીકુમાર શર્મા
(મુશ્કેલ છે) - હરીશ ઠક્કર
(યાદના છાંટા ન મોકલાવ) -આદિલ મન્સૂરી
(શાપિત પાત્રોની ગઝલ) - હરેશ 'તથાગત'
(સ્મરણનું નામ) - શ્યામ સાધુ
(હયાતી છે) - મુકુલ ચોકસી
-ની - રમેશ પારેખ
...આપો - 'સાકિન' કેશવાણી
‘કેમ છો?’
खुदा भी हो - સુધીર પટેલ
तेरे आने के बाद - ઊર્મિ
तेरे जाने के बाद - ઊર્મિ
हिन्दी गजल - कु. कवि रावल
અંધની ગઝલ - ભગવતી કુમાર શર્મા
અંધાર શબ્દનો - મનોજ ખંડેરિયા
અખંડિત ક્ષણ નથી - સુરેશ દલાલ
અગમ અવતાર છે - 'અગમ' પાલનપુરી
અઘરી વાત છે - મહેન્દ્ર જોશી
અજવાળાનું - રતિલાલ બી. સોલંકી
અજ્ઞાત પૃથ્વીઓ -હરેશ 'તથાગત'
અડધું-અધૂરું - હર્ષદ ચંદારાણા
અનુભવ - કવિ રાવલ
અનુભવ થતો નથી - ભગવતીકુમાર શર્મા
અભણ મળે તમને - રમેશ પારેખ
અમથો અમથો ખુશ થાઉં છું - મનોજ ખંડેરિયા
અમર આશા - મણિલાલ ન. દ્વિવેદી
અમર હમણાં જ સૂતો છે -'અમર' પાલનપુરી
અમર હોય જાણે - આદિલ મન્સૂરી
અમસ્તો થઈ ગયો - જવાહર બક્ષી
અમે ઈચ્છયું એવું........ માધવ રામાનુજ
અમે ન્યાલ થઈ ગયા - 'અદમ' ટંકારવી
અલબેલો અંધાર - વેણીભાઈ પુરોહિત
અવાજની -હર્ષદ ત્રિવેદી
અષાઢ - ઉષા ઉપાધ્યાય
અષાઢના પ્રથમ દિવસે - ઉદયન ઠક્કર
અસંખ્ય ઝાંઝવા - રમેશ પારેખ
આ અમથાજી - રમણીક સોમેશ્વર
આ જિંદગીયે.... - આદિલ મન્સૂરી
આ શ્હેર... - રમેશ પારેખ
આ સમય છે... - ઉર્વીશ વસાવડા
આંગળી અડાડી છે - હર્ષવી પટેલ
આખરે માણસ હતો - ધ્વનિલ પારેખ
આગળ જતાં -ડૉ. મહેશ રાવલ
આજે છે ‘રૂસ્વા’ મઝલૂમીનો 91મો જન્મ દિન
આદમી થઈને - સુધીર પટેલ
આદિલ મન્સૂરીને ગઝલ-અંજલી - ભગવતીકુમાર શર્મા
આપણી યાદગાર ગઝલો : ૦૧ : ગુજારે જે શિરે તારે - બાલાશંકર કંથારીયા
આપણી યાદગાર ગઝલો : ૦૨ : જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે - કલાપી
આપણી યાદગાર ગઝલો : ૦૩ : ન જાય ઘરમાં, ન બહાર આવે - શયદા
આપણી યાદગાર ગઝલો : ૦૪ : દિવસો જુદાઈના જાય છે - ગની દહીંવાલા
આપણી યાદગાર ગઝલો : ૦૫ : શાનદાર જીવ્યો છું - ઘાયલ
આપણી યાદગાર ગઝલો : ૦૬ : આવ્યો ન ખુદા યાદ - મરીઝ
આપણી યાદગાર ગઝલો : ૦૭ : તમારા પ્રતાપે બધા ઓળખે છે - શૂન્ય પાલનપુરી
આપણી યાદગાર ગઝલો : ૦૮ : ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં - સૈફ પાલનપુરી
આપણી યાદગાર ગઝલો : ૦૯ : ઓ હૃદય, તેં પણ ભલા ! કેવો ફસાવ્યો છે મને? - બેફામ
આપણી યાદગાર ગઝલો : ૧૦ : ખ્યાલ પણ નથી - હરીન્દ્ર દવે
આપણી યાદગાર ગઝલો : ૧૧ : ઉદાસી આ સૂરજની આંખે ચડી છે - ભગવતીકુમાર શર્મા
આપણી યાદગાર ગઝલો : ૧૨ : મળે ન મળે - આદિલ મન્સૂરી
આપણી યાદગાર ગઝલો : ૧૩ : આઘાત ચાલે છે - મનહર મોદી
આપણી યાદગાર ગઝલો : ૧૪ : પર્વતને નામે પથ્થર- ચિનુ મોદી
આપણી યાદગાર ગઝલો : ૧૫ : હસ્તાયણ - રમેશ પારેખ
આપણી યાદગાર ગઝલો : ૧૬ : હજો હાથ કરતાલ - રાજેન્દ્ર શુક્લ
આપણી યાદગાર ગઝલો : ૧૭ : વરસોનાં વરસ લાગે - મનોજ ખંડેરિયા
આપણી યાદગાર ગઝલો : ૧૮ : માણસ ઉર્ફે - નયન હ. દેસાઈ
આપણી યાદગાર ગઝલો : ૧૯ : ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી - જવાહર બક્ષી
આપણી યાદગાર ગઝલો : ૨૦ : સજનવા - મુકુલ ચોક્સી
આપણી યાદગાર ગઝલો : ૨૧ : સ્મરણને જીવતું રાખે - રઈશ મનીઆર
આપણી વચ્ચે રહે છે - કરસનદાસ લુહાર
આપણું સન્ધાન - અમિત વ્યાસ
આપણે - મણિલાલ હ. પટેલ
આપણે - રતિલાલ બી. સોલંકી
આપણે અટકી ગયા... - ફારૂક એ. પટેલ
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું? - વિવેક મનહર ટેલર
આપી દે ! -જિતુ પુરોહિત
આપીને -મરીઝ
આયનો ચૂમી રહ્યો છું ! - શૈલ પાલનપુરી
આરસીમાં - શેખાદમ આબુવાલા
આવશે - આદિલ મન્સૂરી
આવો - જયન્ત પાઠક
આસિમ વિશેષ : ૪ : તાપીનો કિનારો તો નથી ! - આસિમ રાંદેરી
આસિમ વિશેષ : ૬ : કટકે કટકે - આસિમ રાંદેરી
આસિમ વિશેષ: ૧ : ચર્ચામાં નથી હોતી - આસિમ રાંદેરી
ઉંદરડા - વિવેક કાણે 'સહજ'
ઉઘાડી રાખજો બારી - પ્રભાશંકર પટ્ટણી
ઉતાવળ સવાલમાં - મરીઝ
ઉપાડિયે - મનોજ ખંડેરિયા
ઊંઘ - માધવ રામાનુજ
ઊગી જવાના -હર્ષ બ્રહ્મભટ્ટ
ઊછરતું બીજ - અમિત વ્યાસ
ઊભા છીએ – જાતુષ જોશી
ઊર્ધ્વમૂલ - રાજેન્દ્ર શુક્લ
એ જ તો તકલીફ છે - પ્રણવ પંડ્યા
એ જ મારે જોવું છે - અનિલ ચાવડા
એ તો કો' ! - પંચમ શુક્લ
એક ઉઝરડે - અમર પાલનપુરી
એક કડવાની આખ્યાન-ગઝલ - જવાહર બક્ષી
એક ખૂણો.... -કવિ રાવલ
એક ઘેરો રંગ છે મારી ભીતર - વિવેક મનહર ટેલર
એક ઘેરો રંગ છે મારી ભીતર - વિવેક મનહર ટેલર
એક ચોમાસું - કરસનદાસ લુહાર
એક દરિયો - સંધ્યા ભટ્ટ
એક પળ - કિરણ ચૌહાણ
એક પોએટ એટલે મૂંઝાય છે - અદમ ટંકારવી
એક બસ સમજણ... હિમાંશુ ભટ્ટ
એક વરસાદી ગઝલ - રઈશ મનીઆર
એક સુરતી ગઝલ -મનહરલાલ ચોકસી
એકલો દરિયો - સુરેશ દલાલ
એકાંત -હર્ષદ ચંદારાણા
એકાંતનો સિક્કો - ચિનુ મોદી
એકીકરણ થયું - મનહર મોદી
એટલું પર્યાપ્ત છે - નીતિન વડગામા
એમ પણ નથી - ભરત વિઝુંડા
એમ પણ નથી - મકરંદ દવે
એમ પણ બને -મનોજ ખંડેરિયા
એવું ગજું ક્યાં છે? -અહમદ ‘ ગુલ’
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં - ડૉ.વિવેક મનહર ટેલર
ઓળખાવી રહ્યો છું - ડૉ. મહેશ રાવલ
કઠપૂતળી- વિવેક કાણે 'સહજ'
કપાસમાં - અમિત વ્યાસ
કબીરા - માવજી મહેશ્વરી
કબૂલ મને - હનીફ સાહિલ
કરું છું - ગૌરાંગ ઠાકર
કરું ફરિયાદ કોને હું?- બાલુભાઇ પટેલ
કરો અંત – ‘બેજાન’ બહાદરપુરી
કશા જેવી - અદમ ટંકારવી
કહેવાય નહી - અમૃત ઘાયલ
કાચનદીને પેલે કાંઠે - સંદીપ ભાટિયા
કાચના અસ્તિત્વ પર... - ઉર્વીશ વસાવડા
કાફિયા-સાંકળીની મત્લા ગઝલ- મનહર મોદી
કીડી સમી ક્ષણો.... રાજેન્દ્ર શુકલ
કેન્સરના દર્દી તરીકે આઠ વર્ષની દીકરીને સંબોધન - જગદીશ વ્યાસ
કેમ ? - મુકુલ ચોકસી
કેમ રહો છો મૂંગામંતર - 'તખ્ત' સોલંકી
કેવા રમતારામ હતા - સૈફ પાલનપુરી
કેવી લડત છે - શેખાદમ આબુવાલા
કો મળતું નથી - અશ્વિન ચંદારાણા
કોઈ - સુધીર પટેલ
કોઈ આવશે - ભગવતીકુમાર શર્મા
કોઈ ચાલ્યું ગયું - રમેશ પારેખ
કોઈ જાણીતો શ્વાસ લાગે છે - શોભિત દેસાઈ
કોઈ સાંજે - જયેન્દ્ર શેખડીવાલા
કોઈ હથોડી છે? -ઉદયન ઠકકર
કોડી મળે - અરુણ દેશાણી
કોણ આવી ગયું? - દિપક ગણાત્રા ‘સાથી’
કોણ માનશે ? - શૂન્ય 'પાલનપુરી'
કોણ માનશે- ‘રૂસવા’
કોણ માનશે?- ‘શૂન્ય’ પાલનપુરી
કોનું મકાન છે ? - અમર પાલનપુરી
કોને ખબર ? - રમેશ પારેખ
કોને મળું ? - મોહમ્મદ અલી ભૈડુ ‘વફા’
ક્યાં ગયા? - વિશ્વરથ
ક્યાં છે ? - સુધીર પટેલ
ક્યાં જશે - દિલીપ મોદી
ક્યાં ભરોસો હોય છે ? - આહમદ મકરાણી
ક્ષણ બની - કિસન સોસા
ક્ષણના અવસર - હરદ્વાર ગોસ્વામી
ખંખેરી નાખ - સુધીર પટેલ
ખંડેરના એકાંત - રાજેન્દ્ર શુક્લ
ખત-ગઝલ -દિલીપ રાવળ
ખબર છે તને ? - મુકુલ ચોક્સી
ખામોશી જેવું હોય છે - મુકુલ ચોકસી
ખાલી ઘડો - રાજેશ વ્યાસ 'મિસ્કીન'
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી - જવાહર બક્ષી
ખુદા - 'મરીઝ'
ખેલ- પ્રફુલ્લ દવે
ખોટ વર્તાયા કરે -‘ગની’ દહીંવાલા
ગજવું કફનમાં - જિતુ પુરોહિત
ગઝલ - 'અમીન' આઝાદ
ગઝલ - - ગણપત પટેલ "સૌમ્ય"
ગઝલ - -અહમદ મકરાણી
ગઝલ - અંકિત ત્રિવેદી
ગઝલ - અંકિત ત્રિવેદી
ગઝલ - અંકિત ત્રિવેદી
ગઝલ - અંકિત ત્રિવેદી
ગઝલ - અંકિત ત્રિવેદી
ગઝલ - અકબરઅલી જસદણવાલા
ગઝલ - અદી મિરઝા
ગઝલ - અનિલ ચાવડા
ગઝલ - અનિલ ચાવડા
ગઝલ - અનિલ ચાવડા
ગઝલ - અનિલ ચાવડા
ગઝલ - અનિલ ચાવડા
ગઝલ - અનિલ ચાવડા
ગઝલ - અનિલ ચાવડા
ગઝલ - અલ્પેશ 'પાગલ'
ગઝલ - અલ્પેશ 'પાગલ'
ગઝલ - અલ્પેશ કળસરિયા
ગઝલ - અલ્પેશ પાગલ
ગઝલ - અશરફ ડબાવાલા
ગઝલ - અશરફ ડબાવાલા
ગઝલ - અશરફ ડબાવાલા
ગઝલ - અશોકપુરી ગોસ્વામી
ગઝલ - આકાશ ઠક્કર
ગઝલ - આતિશ પાલનપુરી
ગઝલ - આદિલ મન્સૂરી
ગઝલ - આદિલ મન્સૂરી
ગઝલ - આદિલ મન્સૂરી
ગઝલ - આદિલ મન્સૂરી
ગઝલ - આદિલ મન્સૂરી
ગઝલ - આબિદ ભટ્ટ
ગઝલ - આબિદ ભટ્ટ
ગઝલ - ઉદયન ઠક્કર
ગઝલ - ઉદયન ઠક્કર
ગઝલ - ઉર્વી પંચાલ 'ઉરુ'
ગઝલ - ઉર્વીશ વસાવડા
ગઝલ - ઉર્વીશ વસાવડા
ગઝલ - ઉર્વીશ વસાવડા
ગઝલ - એસ. એસ. રાહી
ગઝલ - એસ. એસ. રાહી
ગઝલ - કવિ રાવલ
ગઝલ - કવિ રાવલ
ગઝલ - કવિતા મૌર્ય
ગઝલ - કાસમ પટેલ
ગઝલ - કિશોર બારોટ
ગઝલ - કુતુબ આઝાદ
ગઝલ - કેતન કાનપરિયા
ગઝલ - કૈલાશ પંડિત
ગઝલ - ગની દહીંવાલા
ગઝલ - ગની દહીંવાલા
ગઝલ - ગની દહીંવાલા
ગઝલ - ગની દહીંવાલા
ગઝલ - ગની દહીંવાલા
ગઝલ - ગિરીશ મકવાણા
ગઝલ - ગુણવંત ઉપાધ્યાય
ગઝલ - ગુલામ અબ્બાસ ‘ નાશાદ ‘
ગઝલ - ગૌરાંગ ઠાકર
ગઝલ - ગૌરાંગ ઠાકર
ગઝલ - ગૌરાંગ ઠાકર
ગઝલ - ગૌરાંગ ઠાકર
ગઝલ - ઘાયલ
ગઝલ - ચંદ્રેશ મકવાણા 'નારાજ'
ગઝલ - ચિનુ મોદી 'ઈર્શાદ'
ગઝલ - ચિરાગ ત્રિપાઠી
ગઝલ - જગદીપ ઉપાધ્યાય
ગઝલ - જયંત 'સંગીત'
ગઝલ - જયંત સંગીત
ગઝલ - જયન્ત ઓઝા
ગઝલ - જયેશ ભટ્ટ
ગઝલ - જવાહર બક્ષી
ગઝલ - જાતુષ જોશી
ગઝલ - જાતુષ જોશી
ગઝલ - જિગર જોષી 'પ્રેમ'
ગઝલ - ઝફર ઈકબાલ
ગઝલ - ડૉ. જગદીપ નાણાવટી
ગઝલ - ડૉ. જગદીપ નાણાવટી
ગઝલ - ડૉ. નીરજ મહેતા
ગઝલ - ડૉ. મનોજ લલિતચંદ્ર જોશી
ગઝલ - ડૉ. મહેશ રાવલ
ગઝલ - ડૉ. મહેશ રાવલ
ગઝલ - ડૉ. રઈશ મનીઆર
ગઝલ - તુષાર શુક્લ
ગઝલ - દિનકર પથિક
ગઝલ - દિનકર પથિક
ગઝલ - દિનેશ કાનાણી
ગઝલ - દિનેશ કાનાણી
ગઝલ - દિલીપ જોશી
ગઝલ - દિલીપ જોશી
ગઝલ - દિલીપ પરીખ
ગઝલ - દિલીપ વ્યાસ
ગઝલ - દિલેરબાબુ
ગઝલ - દિવ્યા મોદી
ગઝલ - દિવ્યા મોદી
ગઝલ - દીના શાહ
ગઝલ - ધૂની માંડલિયા
ગઝલ - ધૂની માંડલિયા
ગઝલ - નયન દેસાઈ
ગઝલ - નયન દેસાઈ
ગઝલ - નયન હ. દેસાઈ
ગઝલ - નયના જાની
ગઝલ - નીતિન વડગામા
ગઝલ - નીતિન વડગામા
ગઝલ - નીતિન વડગામા
ગઝલ - નૈસર્ગી મુસળે (ઉંમર- નવ વર્ષ)
ગઝલ - પંકજ વખારિયા
ગઝલ - પંકજ વખારિયા
ગઝલ - પંકજ વખારિયા
ગઝલ - પંકજ વખારિયા
ગઝલ - પ્રણવ પંડ્યા
ગઝલ - પ્રતિમા પંડ્યા
ગઝલ - બકુલેશ દેસાઈ
ગઝલ - બરકત વિરાણી 'બેફામ'
ગઝલ - બાલુભાઈ પટેલ
ગઝલ - બી. કે. રાઠોડ 'બાબુ'
ગઝલ - બી.કે.રાઠોડ 'બાબુ'
ગઝલ - ભગવતીકુમાર શર્મા
ગઝલ - ભગવતીકુમાર શર્મા
ગઝલ - ભગવતીકુમાર શર્મા
ગઝલ - ભરત ભટ્ટ 'પવન'
ગઝલ - ભાવેશ ભટ્ટ 'મન'
ગઝલ - ભાવેશ ભટ્ટ 'મન'
ગઝલ - મણિલાલ રત્નશંકર ભટ્ટ 'કાન્ત'
ગઝલ - મણિલાલ હ. પટેલ
ગઝલ - મનોજ ખંડેરિયા
ગઝલ - મરમી કવિ
ગઝલ - મરીઝ
ગઝલ - મરીઝ
ગઝલ - મરીઝ
ગઝલ - મરીઝ
ગઝલ - મહેક ટંકારવી
ગઝલ - મહેશ દાવડકર
ગઝલ - મિર્ઝા ગાલિબ ( અનુ. મુસાફિર પાલનપુરી)
ગઝલ - મુકુલ ચોકસી
ગઝલ - મુકુલ ચોક્સી
ગઝલ - મુકુલ ચોક્સી
ગઝલ - મુકુલ ચોક્સી
ગઝલ - મુકુલ ચોક્સી
ગઝલ - મૂળશંકર 'પૂજક'
ગઝલ - રઇશ મનીયાર
ગઝલ - રઈશ મનીઆર
ગઝલ - રઈશ મનીઆર
ગઝલ - રઈશ મનીઆર
ગઝલ - રમણીક સોમેશ્વર
ગઝલ - રવીન્દ્ર પારેખ
ગઝલ - રાકેશ બી. હાંસલિયા
ગઝલ - રાકેશ હાંસલિયા
ગઝલ - રાજેન્દ્ર શુકલ
ગઝલ - રાજેન્દ્ર શુક્લ
ગઝલ - રાજેન્દ્ર શુક્લ
ગઝલ - રાજેશ વ્યાસ 'મિસ્કીન'
ગઝલ - રાજેશ વ્યાસ 'મિસ્કીન'
ગઝલ - રિષભ મહેતા
ગઝલ - લક્ષ્મી ડોબરિયા
ગઝલ - લક્ષ્મી ડોબરિયા
ગઝલ - વંચિત કુકમાવાલા
ગઝલ - વજેસિંહ પારગી
ગઝલ - વિનોદ ગાંધી
ગઝલ - વિવેક કાણે 'સહજ'
ગઝલ - વિહંગ વ્યાસ
ગઝલ - વ્રજેશ મિસ્ત્રી
ગઝલ - શબ્દપ્રીત
ગઝલ - શયદા
ગઝલ - શિવજી રૂખડા
ગઝલ - શૂન્ય પાલનપુરી
ગઝલ - શેખાદમ આબુવાલા
ગઝલ - શેખાદમ આબુવાલા
ગઝલ - સંજય પંડ્યા
ગઝલ - સરૂપ ધ્રુવ
ગઝલ - સાહિલ
ગઝલ - સુરેન ઠાકર 'મેહુલ'
ગઝલ - સુરેન્દ્ર કડિયા
ગઝલ - સુરેશ ઝવેરી
ગઝલ - સુરેશ વિરાણી
ગઝલ - સ્મિતા પારેખ
ગઝલ - હનિફ રાજા
ગઝલ - હરીન્દ્ર દવે
ગઝલ - હર્ષદ ત્રિવેદી
ગઝલ - હર્ષદ ત્રિવેદી
ગઝલ - હર્ષવી પટેલ
ગઝલ - હર્ષવી પટેલ
ગઝલ - હિતેન આનંદપરા
ગઝલ - હિમલ પંડ્યા 'પાર્થ'
ગઝલ - હિમાંશુ ભટ્ટ
ગઝલ - હીરજી સિંચ
ગઝલ - હેમાંગ જોશી
ગઝલ - હેમેન શાહ
ગઝલ - હેમેન શાહ
ગઝલ -અંકિત ત્રિવેદી
ગઝલ -અદી મિરઝાં
ગઝલ -કૈલાસ પંડિત
ગઝલ -ભરત વિંઝુડા
ગઝલ -મનહર મોદી
ગઝલ -રવીન્દ્ર પારેખ
ગઝલ -રાહી ઓધારિયા
ગઝલ -સુરેન ઠાકર 'મેહુલ'
ગઝલ -હેમેન શાહ
ગઝલ – ડૉ. રઈશ મનીઆર
ગઝલ – ડૉ. રઈશ મનીઆર
ગઝલ – દત્તાત્રય ભટ્ટ
ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
ગઝલ – શ્યામ સાધુ
ગઝલ – સુધીર પટેલ
ગઝલ કહું છું - રાજેન્દ્ર શુક્લ
ગઝલ કહું છું - રાજેન્દ્ર શુક્લા
ગઝલ પ્રમેય - નયન દેસાઈ
ગઝલ બનતી નથી - પંચમ શુક્લ
ગઝલ લખાતી નથી - મુકુલ ચોક્સી
ગઝલ- ગિરીશ મકવાણા
ગઝલ- જાતુષ જોશી
ગઝલ- દત્તાત્રય ભટ્ટ
ગઝલ- પ્રમોદ અહિરે
ગઝલ- મણિલાલ દેસાઈ
ગઝલ- રઈશ મનીઆર
ગઝલ- સંજય પંડ્યા
ગઝલ- સૌમ્ય જોશી
ગઝલ- હિતેન આનંદપરા
ગઝલ- હિમાંશુ ભટ્ટ
ગઝલને આંગણે - અહમદ 'ગુલ'
ગઝ્લ - જિતુ ત્રિવેદી
ગનીચાચા જન્મ શતાબ્દિ વર્ષ વિશેષ: ૬ : લાગણીવશ હૃદય
ગનીચાચા જન્મ શતાબ્દિ વર્ષ વિશેષ: ૭ : વાંક મારો નથી
ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૧ : ફૂલદાની
ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૨ : ઉપવને આગમન
ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૪ : મુક્તક
ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૮ : અજંપાનું ફૂલ
ગમે ત્યારે - મકરંદ મુસળે
ગમે ત્યારે હું ચાલ્યો જઈશ -ભગવતીકુમાર શર્મા
ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ? - વિવેક મનહર ટેલર
ગયો - ડો. દિલીપ મોદી
ગળતું જામ છે - 'મરીઝ'
ગુમાવીને - કિરણકુમાર ચૌહાણ
ગુલાલ મળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન'
ગોરખ આયા ! - રાજેન્દ્ર શુક્લ
ઘડિયાળની સાથે - કિરણ ચૌહાણ
ઘણી તકલીફ પ્હોંચી છે - મનોજ ખંડેરિયા
ઘેરો થયો ગુલાલ -જવાહર બક્ષી
ચંદ્ર - ઉદયન ઠક્કર
ચમન તુજને સુમન - કૈલાસ પંડિત
ચર્ચા ન કર - ડૉ. મહેશ રાવલ
ચલાવો છો - કિરણ ચૌહાણ
ચહેરાનું કમળ - કિસન સોસા
ચાર નયનો - 'શાદ' જામનગરી
ચાલ, અહીંથી ભાગી છૂટીએ - રિષભ મહેતા
ચાલી જવું - બંકિમ રાવલ
ચાલો ને મળીએ - ડૉ.વિવેક મનહર ટેલર
ચાલ્યા કરીએ -હરીન્દ્ર દવે
ચાહું છું મારી જાતને - શેખાદમ આબુવાલા
ચિતારમાં આવી - દિવ્યા મોદી
ચિનુ મોદી
ચિર વિરહિણીની ગઝલ - મુકુલ ચોક્સી
ચીતરું છું - નિર્મિશ ઠાકર
ચૂમી છે તને - મુકુલ ચોકસી
ચેત મછંદર ! - રાજેન્દ્ર શુક્લ
ચ્હેરો મરણનો.. - હરેશ 'તથાગત'
છાતી ખોલી જોયું તો ? - ઉશનસ
છું હું - મનહર મોદી
છે - સુરેશ ઝવેરી 'બેફીકર'
છે ઘણા એવા - સૈફ પાલનપુરી
છે, હતાં ને રહેવાનાં - ભરત વિંઝુડા
છોડી દે - નીતિન વડગામા
છોડીએ - હેમેન શાહ
જવા પહેલાં - જવાહર બક્ષી
જાગ ને જાદવા - મનહર મોદી
જાત આવી છે - યામિની વ્યાસ
જિંદગી - ઉશનસ્
જિંદગી આમ તો - રાહી ઓધારિયા
જિંદગીનો પ્રભાવ - કિશોર વાઘેલા
જિવાડી શકે નહીં - કિસન સોસા
જીરવી નથી શકતા - હિતેન આનંદપરા
જીવનની સાંજ છે ઢળી રહી - રવિશંકર ઉપાધ્યાય
જીવનનો માર્ગ - 'બેફામ'
જીવવું શું કોઇ રડનારા વગર ? - મીનાક્ષી ચંદારાણા
જુઓ -મનહર મોદી
જો હોય - ઉશનસ્
જોઈ નથી શકાતું - નિનાદ અધ્યારુ
જોયા છે -ઉદયન ઠક્કર
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે -કલાપી
જ્યાં તારું ઘર નથી - મરીઝ
જ્યારે પ્રણયની જગમાં - આદિલ મન્સૂરી
ઝાકળ થયા પછી - રઈશ મનીઆર
ઝાકળ વચ્ચે - કુલદીપ કારિયા 'સારસ'
ઝાકળનું હોવું - દિલીપ મોદી
ઝાકળબુંદ : ૧ : સમજણ પડી - સુરેશ પરમાર
ઝાકળબુંદ : ૨ : ચાડી ખાય છે - ડો. હરીશ ઠક્કર
ઝાકળબુંદ : ૩ : અખતરો છે - સુધીર પટેલ
ઝાકળબુંદ : ૪ : મુક્તક અને ગઝલ- કવિતા મૌર્ય
ઝાકળબુંદ : ૫ : ગઝલ - સુનીલ શાહ
ઝાકળબુંદ : ૮ : ગુલોગુલ અલગ છે - હિમાંશુ ભટ્ટ
ઝાકળબુંદ : _૧૧ : ‍પડઘો - કવિ રાવલ
ઝાકળબુંદ : _૧૩ : ગઝલ - ગુંજન ગાંધી
ઝાકળબુંદ : _૧૪ : વ્યાપાર ચલાવો છો તમે - હેમંત પૂણેકર
ઝીલનારો જોઈએ -દાન વાઘેલા
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે - હેમેન શાહ
ઠરેલી વાત છે -દિનેશ દેસાઈ
ઠેસ રૂપે જોયો - રમેશ પારેખ
ડરતો નથી હું - સુધીર દવે
ઢગલા મોઢે છે ! - સુધીર પટેલ
તડકો - મનહર મોદી
તને - ખલીલ ધનતેજવી
તને મળવા નહિ આવું - ખલીલ ધનતેજવી
તમને ખબર ? - રવીન્દ્ર પારેખ
તમારા દિલાસે - હરકિસન જોષી
તમારી યાદ આવી ગઇ - વિનય ઘાસવાલા
તાર જોડી દે- હરીશ પંડ્યા
તારી શેરી - હર્ષદ ચંદારાણા
તારી સુવાસ - હરીન્દ્ર દવે
તું અને હું - મરીઝ
તૃણાંકુરની ધાર પર- રાજેન્દ્ર શુકલ
તે ગઝલ - ઘાયલ
તે ગૌણ બાબત છે -ભરત વિંઝુડા
તે છતાં 'હું કોણ છું' એ પ્રશ્ન તો ઊભો જ છે - અનિલ વાળા
તેં પણ - રમેશ પારેખ
તો ? - ચિનુ મોદી
તો ખરા ! - 'પથિક' પરમાર
તો જગત શું કહેશે ? - હરીન્દ્ર દવે
તો શું થશે? -હિમાંશુ ભટ્ટ
ત્વચા પર - બકુલેશ દેસાઈ
થંભી હતી - હર્ષ બ્રહ્મભટ્ટ
થઈ ગયું છે - રતિલાલ 'અનિલ'
થઈ ગયો - ઉદયન ઠક્કર
થઈ બેઠા - મુકુલ ચોકસી
થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી ? - શેખાદમ આબુવાલા
થયો છું - અજય પુરોહિત
થાઉં તો સારું -'શેખાદમ' આબુવાલા
થાક છે - હરીન્દ્ર દવે
થાય છે - રાકેશ હાંસલિયા
દાખલો ખોટો થયો - અશોકપુરી ગોસ્વામી
દિલ ઉદાસ છે - મનોજ મુની
દિલ વિના લાખો મળે - મરીઝ
દીવાનગી પણ દોડશે -ગની દહીંવાળા
દુર્દશાનો એટલો આભાર હોય છે - મરીઝ
દોસ્ત - મુકુલ ચોકસી
ધબકતી ઝંખના - કવિતા મૌર્ય
ધારો કે - મનહર મોદી
ન કર -'ખલીલ' ધનતેજવી
ન કરો - ભગવતીકુમાર શર્મા
ન જાય ઘરમાં, ન બહાર આવે - શયદા
ન સળગ્યો – ‘જટિલ’
નખે કંઇ બોલતો (હુરતી ગઝલ) -કિશોર મોદી
નડતું રહ્યું - વિવેક મનહર ટેલર
નડતો નથી - વિનય ઘાસવાલા
નડે છે - ડૉ. મહેશ રાવલ
નથી - મુકુલ ચોકસી
નથી - મરીઝ
નથી - સુધીર દવે
નથી જોયું -મનુભાઈ ત્રિવેદી 'ગાફિલ'
નથી મળવું - હરીન્દ્ર દવે
નથી હોતી - ‘આસીમ’ રાંદેરી
નદીઓ સુકાઈ છે - 'શલ્ય' મશહદી
નયન દેસાઈ એસ.એસ.સી. - નયન દેસાઈ
નયનને બંધ રાખીને - બેફામ
નવા નવા - 'રાઝ' નવસારવી
નસીબ -રિષભ મહેતા 'બેતાબ'
નહીં આવે - જલન માતરી
નહીં કરું - પ્રમોદ આહિરે
ના કરે - ચિનુ મોદી
ના ખપે - 'કાયમ' હજારી
નાટક વચોવચ - હરેશ લાલ
નાનીસૂની વાત નથી - હરીશ જસદણવાળા
નિહાળતો જા - રઈશ મનીઆર
નીકળવું છે -હરજીવન દાફડા
નીકળી જઈશ - હરીન્દ્ર દવે
નીકળે - મનીષ પરમાર
નીર છું - શેખાદમ આબુવાલા
નૂતન વર્ષે શાન્તિસૂક્ત - ઉશનસ્
નૂરે ગઝલ -'શૂન્ય' પાલનપુરી
નોંધ ના લીધી - નીરવ વ્યાસ
નોંધ લેવી જોઈએ - નીતિન વડગામા
પગલાં - ચિનુ મોદી
પગલાં કુંકુમઝરતાં - રાજેન્દ્ર શુક્લ
પછીની વારતા - મધુમતી મહેતા
પડઘાનું શહેર છે - જવાહર બક્ષી
પડી છે - 'સાબિર' વટવા
પરંતુ - 'આદિલ' મન્સૂરી
પળ આવી - આદિલ મન્સૂરી
પસ્તાય છે...! - ભરત ભટ્ટ 'પવન'
પહેલાં એ ચકાસો - સુનીલ શાહ
પહેલી પ્રીત - રતિલાલ 'અનિલ'
પાંખી પરિસ્થિતિ - ગની દહીંવાલા
પાનખરમાં પર્ણ... - બિસ્મિલ મન્સૂરી
પાનું - કિરણ ચૌહાણ
પારિજાત છીએ - ભગવતીકુમાર શર્મા
પાર્કિન્સન ના અંતિમ તબક્કા ના દર્દી ની ગઝલ
પીછું - મનોજ ખંડેરિયા
પોતપોતાને ઢાંચે ! - ભરત ભટ્ટ 'તરલ'
પ્રકાશનો રવ - રતિલાલ જોગી
પ્રભાતિયું... - રમેશ પારેખ
પ્રસ્ફૂરણ - પંચમ શુક્લ
પ્રેમ જેવી બાબત - કવિ રાવલ
પ્રેમમાં કયાં જાણકારી જોઈએ - મૂકેશ જોશી
ફફડાવી ગયો – યોગિની શુક્લ
ફરી જોજો ! -કપિલરાય ઠક્કર 'મજનૂ'
ફાગુનમેં - સુર્યભાનુ ગુપ્ત
ફોગટ તારી રાડારાડ - મણિલાલ હ. પટેલ
બની જશે - મરીઝ
બસ, બે ઘડી મળી... - વિવેક મનહર ટેલર
બહુ એકલવાયું લાગે છે - હેમેન શાહ
બાંકડે બેઠો છું - હરિકૃષ્ણ પાઠક
બિલિપત્ર:પાંદડી- ૧ : તરાપો ખરાબે ચડે - રમેશ પારેખ
બિલિપત્ર:પાંદડી-૨: મેળો - રમેશ પારેખ
બિલિપત્ર:પાંદડી-૩: જળને કરું જો સ્પર્શ - રમેશ પારેખ
બીજું કંઈ નથી અમે - ડૉ. વિવેક મનહર ટેલર
બે ગઝલ - શયદા
બે-ચાર પળનું આપણું રોકાણ સઘળું છે - વિવેક મનહર ટેલર
બોલ હે ઈશ્વર ! - અનિલ ચાવડા
ભાગ્યમાં જે હોય છે તે થાય છે - 'આદિલ' મન્સૂરી
ભીતરી ઝવેરાત - હરીશ પંડ્યા
ભીના સ્મરણનાં શુકન - જવાહર બક્ષી
ભુલી જવાનો હું જ - કૈલાસ પંડિત
ભૂલી ગયો દિશાઓ - સતીન દેસાઇ ‘પરવેઝ’
મંઝિલને ઢૂંઢવા - રવિ ઉપાધ્યાય
મતભેદ - 'શિલ્પીન' થાનકી
મન મૂકી વરસ - પુરુરાજ જોષી
મન વગર - ચિનુ મોદી 'ઈર્શાદ'
મનહરલાલ ચોક્સીને પ્રથમ પુણ્યતિથિએ એક શબ્દાંજલિ
મને ખ્યાલ પણ નથી -હરીન્દ્ર દવે
મને વેદના... - બી. કે. રાઠોડ 'બાબુ'
મરતા માણસની ગઝલ - ઉદયન ઠક્કર
મળી આવે - હિતેન આનંદપરા
મળે ન મળે -'આદિલ' મન્સૂરી
મા-અશોક ચાવડા 'બેદિલ'
માટી મૂંછાળો મળે - વિવેક મનહર ટેલર
માણસ -જયંત પાઠક
માણસ ઉર્ફે... - નયન દેસાઈ
માણસ ખોવાયો છે - શ્યામ સાધુ
માણસ છું - નાઝીર દેખૈયા
માણસ હોવું - હેમંત દેસાઈ
મારી ગઝલમાં - મકરંદ દવે
મારી ધરપકડ કરો ! - મદનકુમાર અંજારિયા 'ખ્વાબ'
મારો અભાવ - મનોજ ખંડેરિયા
મીંઢળ વગર - યામિની ગૌરાંગ વ્યાસ
મુકામ પોસ્ટ માણસ - નયન દેસાઈ
મૂક્યું - રમેશ પારેખ
મૃત્યુ ન કહો - હરીન્દ્ર દવે
મોકલું - હનીફ સાહિલ
મોકો મળ્યો - ચિનુ મોદી 'ઈર્શાદ'
મૌન બોલે છે - 'આદિલ' મન્સૂરી
યાદ - મરીઝ
યાદ કરું છું ગોકુળને - શૈલ પાલનપુરી
યાદ તવ નિતરે સખા... - ઊર્મિ
યાદ- હરીન્દ્ર દવે
યારો ! અલગ અલગ અહીં તો સૌની શામ છે
યુગ તો વટાવી જાઉં - મધુમતી મહેતા
યુદ્ધ છું - વિનોદ ગાંધી
રણ તો છે સૌનું સહિયારું - વિસ્મય લુહાર
રણમાં બાવળ - અમૃત 'ઘાયલ'
રણમાં મલ્હાર... - હરિશ્ચન્દ્ર જોશી
રમેશ પારેખ - શબ્દ-સપ્તક : કડી ૬ : ગઝલ
રસ્તા - રતિલાલ 'અનિલ'
રસ્તા વસંતના
રાત, પ્રતીક્ષા - જવાહર બક્ષી
રાહ જોઉં છું - હેમેન શાહ
રિક્ત થઈને - હિતેન આનંદપરા
રૂપજીવિનીની ગઝલ - જવાહર બક્ષી
રોકો - આદિલ મન્સૂરી
રોકો - 'આદિલ' મન્સૂરી
લઇને આવ્યો છું – ગની દહીંવાલા
લખી બેઠો - જવાહર બક્ષી
લતાકુંજમાં - ઉદયન ઠક્કર
લાગણી મારી સતત રણભેર છે
લાગણીના રંગથી - વ્રજેશ મિસ્ત્રી
લાગણીની તિજોરી - સરૂપ ધ્રુવ
લાગે - હેમન્ત દેસાઇ
લાજ રાખી છે - કૈલાસ પંડિત
લે ! - અમૃત 'ઘાયલ'
લે હાથે કરતાલ ફકીરા - ઝાકીર ટંકારવી
લોહીની ધાર જેવું - શેખાદમ આબુવાલા
લોહીનું પાણી થયું - મહેશ દાવડકર
વટાવે છે મને - હેમંત ઘોરડા
વમળ - પ્રફુલ્લ દવે
વરસાદની મોસમ છે - હરીન્દ્ર દવે
વરસાદમાં - સુધીર પટેલ
વરસોનાં વરસ લાગે - મનોજ ખંડેરિયા
વર્ષા - હર્ષદ ચંદારાણા
વર્ષાકાવ્ય: ૫ :વરસાદમાં - ઉદયન ઠક્કર
વર્ષાકાવ્ય: ૬ :વરસાદમાં - આદિલ મન્સૂરી
વર્ષો વીતી ગયાં છે - બંકિમ રાવલ
વસંતગઝલ - રમેશ પારેખ
વહેંચાઇ જવામાં લિજ્જત છે - અમૃત 'ઘાયલ'
વહેમવાળી જગા - રમેશ પારેખ
વાંક શું ગણવા ? -અશરફ ડબાવાલા
વાર તો લાગે જ ને ! - ઉદયન ઠક્કર
વારતાનાં અંતમાં - દિનેશ કાનાણી 'પાગલ'
વિકલ્પ નથી - મનોજ ખંડેરિયા
વિસ્મયની મહોલાત - પ્રફુલ્લ પંડ્યા
વૃક્ષ - ડૉ.વિવેક મનહર ટેલર
વેચવા માંડો - શેખાદમ આબુવાલા
વેદનાના સંબંધો, સંબંધોની વેદના -હેમેન શાહ
વ્યથા હોવી જોઈએ -'મરીઝ'
વ્યસ્ત છીએ આપણે - નીતિન વડગામા
શંકા ન કર -ઉર્વીશ વસાવડા
શબદચોકમાં રે ! - અશરફ ડબાવાલા
શબ્દ રામરોટી છે - રાજેન્દ્ર શુક્લ
શબ્દનું સાન્નિધ્ય - દિલીપ ઠાકર
શબ્દને - ઘાયલ
શબ્દને અજવાળવાથી શું હવે ? - હર્ષ બ્રહ્મભટ્ટ
શબ્દોત્સવ - ૧: ગઝલ: આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા - મુકુલ ચોકસી
શબ્દોત્સવ - ૧: ગઝલ: કલહાંતરિતા ગઝલ - જવાહર બક્ષી
શબ્દોત્સવ - ૧: ગઝલ: ચાલ મજાની આંબાવાડી! - 'ગની' દહીંવાળા
શબ્દોથી રહેવાયું નહીં ! - રતિલાલ 'અનિલ'
શબ્દોનું સાલિયાણું -ડૉ. વિવેક મનહર ટેલર
શહેર અને ગામ - અશોકપુરી ગોસ્વામી
શાંત છે ! - ચંદ્રકાંત શેઠ
શાનદાર જીવ્યો છું - 'ધાયલ'
શાયર છું - 'ઘાયલ'
શું ચીજ છે ? - રમેશ પારેખ
શું જોઇતું'તું- અનિલ ચાવડા
શું થયું એ નાવનું ? - આહમદ મકરાણી
શું થશે ? - ગિરીશ પરમાર
શું વળે ! - શિવજી રૂખડા
શૂન્ય ગોરંભાય છે - હર્ષ બ્રહ્મભટ્ટ
શોધે - નયના જાની
શ્રી સવા લાગી... - દિવ્યા મોદી
સથવાર ફૂટી નીકળે - કિરીટ ગોસ્વામી
સનાતન અસ્તિત્વ - લાભશંકર દવે
સમજાતું નથી -કરસનદાસ માણેક
સમજાવવા દેતા નથી ! - કિરીટ પરમાર
સમજી ગયાં હશે - નિનાદ અધ્યારુ
સમજે છે - મરીઝ
સમજે તે ના બોલે - ઇન્દ્ર શાહ
સમજો નહીં કે - - બરકત વીરાણી 'બેફામ'
સમય - ઉદયન ઠક્કર
સમય નામની કણી - એસ. એસ. રાહી
સમય પણ રિસાયો - દિવ્યા મોદી
સરહદ થઈ - હેમેન શાહ
સળગતી હવાઓ - સરૂપ ધ્રુવ
સવાર - હેમેન શાહ
સવાર કરવામાં - અશોક ચાવડા 'બેદિલ'
સહી નથી - જલન માતરી
સાંજ ઢળતી જાય છે -નીતિન વડગામા
સાંજ પડે ને... - રિષભ મહેતા
સાધના કરવી પડે - કિરણકુમાર ચૌહાણ
સાધુ - અશોકપુરી ગોસ્વામી
સાધુ પાછા ક્યાં ફરવાના - શ્યામ સાધુ
સાવ અંગત - હરિશ્વન્દ્ર જોશી
સૂર્યની કરચો - જગદીશ જોષી
સ્વપ્ન - રમેશ પારેખ
સ્વભાવ હશે - ગની દહીંવાળા
સ્વરૂપે અવસ્થાનમ્ - જવાહર બક્ષી
હજો હાથ કરતાલ - રાજેન્દ્ર શુક્લ
હતી - હરકિસન જોષી
હવા અડી અગ્નિને.. - પંચમ શુક્લ
હવે - નિરંજન યાજ્ઞિક
હવે કેટલો વખત - મકરન્દ દવે
હસતો રહ્યો - જમિયત પંડ્યા
હસ્તપ્રત - મનોજ ખંડેરિયા
હસ્તાયણ -રમેશ પારેખ
હાથને ચીરો તો - રમેશ પારેખ
હું - પ્રફુલ્લ દવે
હું અને મારી ગઝલ - હરજીવન દાફડા
હું તને કયાંથી મળું ? -જવાહર બક્ષી
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.
હું નથી -અહમદ ‘ ગુલ’
હું નથી ઇશ્વર - રવિશંકર ઉપાદ્યાય
હું શું કરું ? - ડૉ. રઇશ મનીઆર
હું હજી પણ ત્યાં જ ઊભો છું - શોભિત દેસાઈ
હું, તમે ને આપણે - હસમુખ મઢીવાળા
હો જી - અઝીઝ ટંકારવી
હોઠ વચ્ચે... - અશરફ ડબાવાલા
હોવાપણાનો ભાર હવે ઉપડે નહીં - અનિલ જોશી
૨૬-૧-૧૯૫૦ - વેણીભાઈ પુરોહિત
Intermediate Constant ની ગઝલ - હેમેન શાહ
SIX -ભાષી ગઝલ - કિસ્મત કુરેશી



ગઝલ -રવીન્દ્ર પારેખ

કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?

હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?

કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.

આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.

જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.

હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.

મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?

-રવીન્દ્ર પારેખ

વાંચતાવેંત ગમી ગયેલી આ ગઝલનાં છેલ્લા ચાર શેરો જરા વધુ ગમી ગયા…

Comments (15)

ગઝલ – ગૌરાંગ ઠાકર

જે ગમે તે બધું કરાય નહી,
ઢાળ પર જળનું ઘર ચણાય નહી.

આંગણે આવી ચકલી પૂછે છે,
બારણું પાછુ ઝાડ થાય નહી?

એ જ દુર્ભાગ્ય સૌથી મોટું છે,
કોઈના પણ કદી થવાય નહી.

દોસ્ત,વિસ્મય વિષય તો અઘરો છે,
કોઈ બાળક વગર ભણાય નહી

સાંજ પડતા તો સાવ ખાલી થાઉ,
ઘેર પડછાયો પણ લવાય નહી.

મા નથી ઘરમાં બાપ ઘરડો છે,
પણ નદીથી પિયર જવાય નહી.

આ ફકીરોની બાદશાહી જુવો,
આપણી જેમ હાય હાય નહી.

- ગૌરાંગ ઠાકર

એક જ વાત એક જ શાયર વારંવાર કહે પણ સાવ નોખી જ ફ્લેવર સર્જી શકે તો વાતની મજા જ કંઈ ઓર છે…  ગૌરાંગ ઠાકરની ગઝલોમાં પ્રકૃતિપ્રેમ, મા-બાપની વેદના અને ગરીબી અવારનવાર ડોકિયાં કરતાં રહે છે. કવિનું નામ ન લખ્યું હોય તો પણ સમજી શકાય એવી શૈલી એમણે હસ્તગત કરી છે.

આ ગઝલ માણ્યા પછી એમના ત્રણ અલગ અલગ શેર આ સંદર્ભમાં જોઈએ?

ઝાડ પહેલાં મૂળથી છેદાય છે,
એ પછીથી બારણું થઈ જાય છે.

આંખ બાળકની વાંચવાની હોય,
શું ગીતા ને કુરાન લઈ બેઠા ?

મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,
ક્યાં હું અકબંધ ઘેર આવું છું ?

Comments (18)

ગઝલ – આદિલ મન્સૂરી

સર્વ કળીઓના ખ્વાબમાં આવી
તારી ખુશ્બૂ ગુલાબમાં આવી.

આંખ પ્યાલીમાં ઓગળી ગઇ છે,
કોની છાયા શરાબમાં આવી !

તારા હૈયે જે વાત ઘૂંટાઇ,
જો એ મારી કિતાબમાં આવી.

એણે જ્યારે નજર કરી ઊંચી,
રોશની આફતાબમાં આવી.

લાખ પત્રો લખ્યા હશે ત્યારે,
એક લીટી જવાબમાં આવી.

પ્રેમનો દાખલો ફરી માંડો,
ભૂલ પાછી હિસાબમાં આવી.

- આદિલ મન્સૂરી

આજે માણીએ, એક આદિલીયતભરી ગઝલ…

Comments (19)

શોધે – નયના જાની

અંધારે ચાંદરણું શોધે
ડૂબતો માણસ તરણું શોધે

નથી નથીનાં ગૂઢ પ્રદેશે
હશે હશેનું શરણું શોધે.

સૂકેલાં પર્ણો ખખડીને
લીલુંછમ સંભારણું શોધે.

અડાબીડ અંધારું જંગલ
કિરણ તેજનું હરણું શોધે.

કાંટાળી કેડીને મારગ
અધવચ્ચે ફૂલખરણું શોધે.

ભવરણ તડકે ધખે મુસાફિર
વ્હાલપનું નિર્ઝરણું શોધે

- નયના જાની

શોધ એટલે આશા. શોધ એટલે ગતિ. શોધ એટલે જીવન.

Comments (10)

પોતપોતાને ઢાંચે ! – ભરત ભટ્ટ ‘તરલ’

મને કોઈ પકડી રહ્યું તીણી ચાંચે,
હું કાગળ નથી કે મને કોઈ વાંચે.

આ સગવડીયું ઘર ચોતરફ કોતરે છે,
અખંડિતપણું ઝંખનાઓના ટાંચે.

છે ઇચ્છા સરેરાશ ફાટેલું પહેરણ,
પહેરે બધાં પોતપોતાને ઢાંચે.

અહીં મેં બધાં સત્ય ધરબી દીધાં છે,
સડક, ચોક, શેરી, ગલી, ખાંચે-ખાંચે.

વિવશ છું હવે ગિરધારી ઉગારો,
મારા ઘરમાં ઘેર્યો મને તત્ત્વ પાંચે.

- ભરત ભટ્ટ ‘તરલ’

એક એવી ગઝલ જેના પાંચેપાંચ શેર આગળ વધતા કદમ પકડી રાખે… જાણે કોઈ તીણી ચાંચથી પકડી રહ્યું ન હોય !

Comments (8)

ગઝલ – ઉદયન ઠક્કર

સીંચવાનાં રસ્મરિવાજોથી તુલસીદલ સડ્યાં
સર્વને મૂકી દીધાં તડકે : ટપોટપ ઊઘડ્યાં

મંગળા બસ્સો, શયન સો, દોઢસોમાં રાજભો
આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા

હાથ ચલવે બાવડું કે બાવડું આ હાથને ?
કેટલા સ્હેલા સવાલો : જોશીને ના આવડ્યા

કુંડળી જોવાને ત્યારે કોણ રોકાયું હતું ?
મેષ ને મંગળ ધનુષ ભેગા જ ભાંગીને પડ્યાં

જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરું
આસકા લઈ હાથ ધોઈ નાખતાં ના આવડ્યા.

સૌ કોઈ પરસાદના પડિયાઓને જોતા હતા,
એ જ ટાણે, એક પળ માટે જ, દર્શન ઊઘડ્યાં

- ઉદયન ઠક્કર

દરેક યુગને એક મહાત્માની અને એક અખાની જરૂર પડે જ છે. સમાજ ગમે એટલો સુસંસ્કૃત અને સાક્ષર ભલે ને થઈ જાય, બદીઓથી બચીને ચાલતા એને આવડતું જ નથી. અખો છ પદના છપ્પામાં ચાબખા મારતો હતો, બરાબર એવી જ અસર ઉદયન ઠક્કર અહીં બબ્બે મિસરાના શેરમાં ઉપજાવે છે. આપણને અતિની આદત એવી પડી ગઈ છે કે એ બિમારી હોવાની સમજણ પણ નથી રહી… ક્યારામાં માપસરનું પાણી નાંખવાના બદલે આપણે છોડ સડી જાય એ હદે આપણો ભક્તિભાવ બતાવીએ છીએ. હકીકતે તો આપણા આ રીતિ-રિવાજોને તડકે મૂકવા જેવા છે…

અત્યારે ફૂટબોલ ફીવર એની ચરમસીમાએ પહોંચ્યો છે. જર્મનીમાં એક ઑક્ટોપસ ટીમની હાર-જીતનો ફેંસલો કરે છે અને દુનિયાભરની ટીવે ચેનલ્સ અને અખબારો આ ઑક્ટોપસબાબાના દર્શન ખુલ્લા મૂકે છે… આ ગઝલ આવા જ ધૃતરાષ્ટ્રો માટે લખાઈ છે…

Comments (23)

ખત-ગઝલ -દિલીપ રાવળ

કે પ્રથમ વ્હાલા લખો ને જત લખો,
તે પછી નખશિખ આખો ખત લખો.

હું વધાવું, પ્રેમથી વાંચું પછી
જે ગમે છે એ બધી બાબત લખો.

‘બાજ’ હો કે હો ‘કબૂતર’ ચાલશે,
કાં લખો સંધિ કાં પાણીપત લખો.

ખોટ ના દેખાડશો તો ચાલશે,
કેટલી છે પ્રેમમાં બરકત લખો.

અક્ષરોની માંડણી કરશું અમે,
હો ભલે કોરો પરંતુ ખત લખો.

-દિલીપ રાવળ

એકદમ હળવે હળવે ચાલતી હળવી ખત-ગઝલ…  કવિની પ્રિયજનની પાસે એક જ માંગણી છે, એમને બસ પ્રિયજને મોકલેલો પત્ર જોઈએ છે.  પછી પ્રિયજને એમાં જે લખ્યું હોય એ…  અરે, અક્ષરો વિનાનો સાવ કોરો જ પત્ર મળે એનોય કવિને બિલકુલ વાંધો નથી. (અહીં કોરી ઈમેલ કે કોરા SMS ની વાત નથી હોં ! )  બાજ-કબૂતર ને સંધિ-પાણીપત વાળા શે’ર માટે તો આંખોને ‘દુબારા’ ‘દુબારા’ કહેવું પડે !!    :-)  

Comments (10)

ગઝલ – જયેશ ભટ્ટ

સેજ પાથર હે સખી ! આજે કમળની
દ્વૈત-પળમાં આથડું છું હું અકળની.

એક ચાતકની તરસ લઈને ઊડું છું
લાવ સરવાણી ફરીથી તળ અતળની.

શબ્દમાં વિસ્તાર મારો છે નિરંતર
તું ઋચા થઈ આવ સાથે મૌન પળની.

કે મને જકડી રહી છે આ ત્વચા પણ
ગાંઠ છોડી નાખ તું આ પાંચ વળની.

- જયેશ ભટ્ટ

પ્રણય અને પ્રકૃતિની પેલે પાર પણ ગઝલ ક્યાં ક્યાં જઈ શકે છે એ પ્રમાણવા માટે આ ગઝલ પર નજર નાંખવું આવશ્યક છે. દ્વૈત-પળની અકળતા, ચાતકની તરસ, શબ્દમાં વિસ્તાર અને ચામડીના બંધનોમાંનો તરફડાટ અને કમળની સેજ યાને બ્રહ્મતત્ત્વની અભિલાષા, અંત અને અનંત-ઉભયની અમૃતધારાની કામના, મૌનની ઋચા સમ પવિત્રતાનું સ્વાગત અને પાંચ ઇન્દ્રિયોની કેદમાંથી મુક્ત થવાની ઝંખના- આ ગઝલનો પિંડ જ કંઈક અલગ ઘડાયો છે…

Comments (16)

ગઝ્લ – જિતુ ત્રિવેદી

બોજ વધતો જાય તો સમજી જવું
કે હવે છે ડાળનું બટકી જવું

એ કહે છે કે હવે અટકી જવું
હું કહું છું કે હજી ધબકી જવું

કેટલે ઊંડે સુધી ધરબી શકો
યાદનો ગુણધર્મ છે ફણગી જવું

હર ટકોરો હોય નહિ ભણકારનો
હર પળે વિશ્વાસને વળગી જવું

- જિતુ ત્રિવેદી

સાદ્યંત સુંદર રચના… જીવનની ચાર અલગ અલગ વ્યાખ્યાઓ જ જોઈ લ્યો જાણે !

Comments (18)

આ અમથાજી – રમણીક સોમેશ્વર

માણસ નહિ પણ વાટ વગરનું ફાનસ છે આ અમથાજી,
થરથરતી ઠંડીમાં ભીનું બાકસ છે આ અમથાજી.

લોક વચાળે ગાય-વગાડે, તાતા થૈ થૈ નાચે છે,
ચોરે ચૌટે ભજવતું એક ફારસ છે આ અમથાજી.

ફાટેલા દિવસને બખિયા ભરી ભરીને સાંધે છે,
ટાંકા-ટેભાવાળું તોયે અતલસ છે આ અમથાજી.

જીવતરનાં સૌ દૃશ્યો અમથો ઝાંખાં-ઝાંખાં ભાળે છે,
આંખો વચ્ચે ફેલાયેલું ધુમ્મસ છે આ અમથાજી.

રોજ એકના એક ખેલને ભજવી ભજવી થાક્યા છે,
આમ જુઓ તો ફ્લોપ ગયેલું સરકસ છે આ અમથાજી.

- રમણીક સોમેશ્વર

અમથું જ કૈંક વાંચતા વાંચતા અમથી અમથી ગમી ગયેલી અમથાજીની આ અમથી-ગઝલ… એક અમથાભાઈને અમથી અમથી જ અર્પણ.  :-)   આ અમથાભાઈ કદાચ આપણી અંદર જ તો નથી રહેતા ને…?  ચાલો, જરા ચકાસી જોઈએ…

Comments (14)

« Previous entries Next Page » Next Page »