ખુદ તો બની શકું છું હું, છોને ખુદા નથી,
કણ થઈ શકું તો ખૂબ, ભલે અર્બુદા નથી.
વિવેક મનહર ટેલર

(માનપાન છોડીને) – ગૌરાંગ ઠાકર

આવું હું માનપાન છોડીને,
ક્યાંથી આવું સ્વમાન છોડીને?

ખંડખંડે જુદા જીવન જોઈ;
ઘર ગયું છે મકાન છોડીને.

ફૂલ બેબસ હતાં તો બેસી રહ્યાં,
ખુશબૂ ગઈ ફૂલદાન છોડીને.

રાધા વરદાન માંગવા કહે છે,
એમ પણ કહે છે, ક્હાન છોડીને.

તું કરે એ જ ઠીક થાય છે તો
ચાલ, બેસું સુકાન છોડીને.

મેરુ છું, મણકામાં મળું તને, પણ
એકસો આઠ સ્થાન છોડીને.

– ગૌરાંગ ઠાકર

લયસ્તરો પર આજે સત્કારીએ કવિશ્રીના નૂતન ગઝલસંગ્રહ ‘તમને ગઝલ તો કહેવી છે’ને!

મત્લામાં માનપાન અને સ્વમાન વચ્ચેનો બારીક તફાવત જોયો? આમા તો માનપાનમાં પણ માન આવી જજાય છે, પણ કવિ જ્યારે બેને અલગ તારવી બતાવે છે, ત્યારે આપણી સમજણના ઓરડામાં સૂક્ષ્મ ચમકારો થાય છે. માનપાન એ કેવળ દેખાડાના દાંત છે. ઘર મકાન છોડીને ચાલ્યું ગયું હોવાની વ્યંગોક્તિ અને રાધાની વરદાન આપવાની અનૂઠી પદ્ધતિ ઉપર તો સમરકંદો બુખારા ઓવારી દેવાનું મન થાય. ઈશ્વરને પડકાર ફેંકતો સુકાન છોડી બેસી જવાની વાત કરતો શેર પણ હૃદયસ્પર્શી થયો છે.

18 Comments »

  1. સુનીલ શાહ said,

    July 25, 2025 @ 11:40 AM

    કવિનું સ્વાગત છે..
    ખૂબ સરસ ગઝલ. રાધાવાળો શેર તો વાહ..!

  2. ડો.મહેશ રાવલ said,

    July 25, 2025 @ 11:47 AM

    વાહ…
    “ગૌરાંગ ઠાકર શૈલી”ની ભાવવાહી ગઝલ👌🏽
    ગઝલપૂર્વક અભિનંદન અને નવ્ય ગઝલસંગ્રહને ભાવપૂર્વક
    પોંખણા 💐
    @આભાર,લયસ્તરો

  3. ગૌરાંગ ઠાકર said,

    July 25, 2025 @ 12:18 PM

    ખૂબ ખૂબ આભાર કવિશ્રી વિવેક ટેલર અને લયસ્તરો ટીમ..

  4. Shah Raxa said,

    July 25, 2025 @ 12:29 PM

    વાહ..વાહ..ખૂબ સરસ અસઆર…👌👌🙏💐

  5. Parbatkumar nayi said,

    July 25, 2025 @ 12:43 PM

    વાહ વાહ વાહ
    ખૂબ શુભેચ્છાઓ પ્રિય ગૌરાંગભાઈ 🍫

  6. Dr. Bhuma Vashi said,

    July 25, 2025 @ 1:01 PM

    ખૂબ સુંદર ગઝલ..

  7. Dr. Bhuma Vashi said,

    July 25, 2025 @ 1:02 PM

    ખૂબ સુંદર ગઝલ.. ગૌરાંગભાઈને અભિનંદન

  8. રેણુકા દવે said,

    July 25, 2025 @ 1:05 PM

    વાહ ભાઈ વાહ..ખૂબ સરસ ગઝલ..
    મસ્ત મિજાજ…મસ્ત રવાનગી…
    અભિનંદન..શુભકામનાઓ

  9. Hiren K Mungla said,

    July 25, 2025 @ 1:11 PM

    સુંદર રચના

  10. Rashmi Agnihotri said,

    July 25, 2025 @ 1:19 PM

    વાહ…બધા જ શેર આસ્વાદ્ય થયા છે 👌 મને મકાન, ફૂલદાન અને રાધા વાળા શેર વિશેષ ગમ્યા… કયા બાત, ગૌરાંગભાઈ 👌👏👏👏 ખૂબ ખૂબ અભિનંદન 💐

  11. Rakesh Thaker said,

    July 25, 2025 @ 1:33 PM

    મક્તાનો શેર લાજવાબ…
    આમ તો બધાં શૅર આસ્વાદ્ય પમાડે એવાં
    અભિનંદન ગઝલકાર ને

  12. Mita mewada said,

    July 25, 2025 @ 2:36 PM

    ખૂબ સુંદર રચના, કવિને સુકામનાઓ

  13. મયંક ઓઝા said,

    July 25, 2025 @ 3:59 PM

    .વાહ . . . બહુજ સરસ . . .મઝા પડી
    . . 🙏 . .

  14. પ્રભાકર ધોળકિયા.સુરત said,

    July 25, 2025 @ 4:17 PM

    એક મનભાવન ગઝલ

  15. બાબુલાલ ચાવડા ' આતુર ' said,

    July 25, 2025 @ 7:26 PM

    સુંદર ગઝલ

  16. વ્રજેશ મિસ્ત્રી said,

    July 26, 2025 @ 10:34 AM

    વાહ… મકાન

  17. Aarti Antrolia said,

    July 26, 2025 @ 2:03 PM

    Wah! Kahan chodine. Great kya baat.

  18. દીપક વાલેરા said,

    July 26, 2025 @ 11:54 PM

    વાહ ખૂબ સુંદર ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment