(ફોડી લઈશું)- વિકી ત્રિવેદી
આ વર્ષે પણ આગળ જેમ જ ફોડી લઈશું,
તૂટી ગઈ એ જાત ફરીથી જોડી લઈશું.
પાંખો કાપી ચાલી ગઈ છે દુનિયા તો શું,
પાંખો છોડી પગના દમ પર દોડી લઈશું.
આ વખતે તો દરિયાને છળવાનો છે દોસ્ત,
આ વખતે પહેલેથી કાણી હોડી લઈશું.
સસ્તી ને તકલાદી ખુશી ના જોઈએ,
મોંઘી લઈશું છો ને થોડી મોડી લઈશું.
બાંધી લીધા છે નિરાશાએ બંને પગ,
પગ કાપીને ખુદના ખુદને છોડી લઈશું.
– વિકી ત્રિવેદી
લયસ્તરો પર કવિના નૂતન ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત… કવિમિજાજને તાદૃશ કરતી એક ગઝલ માણીએ…



કિશોર બારોટ said,
January 24, 2026 @ 11:32 AM
ગઝલ ક્ષેત્ર એક ઉજવળ સંભાવના એટલે વિકી ત્રિવેદી.
આનંદ, આવકાર, અભિનંદન. 🌹
Dipak Peshwani said,
January 24, 2026 @ 11:44 AM
બહુ મજાની ગઝલ. બહુ ગમતા કવિના સંગ્રહનું શબ્દ ગુચ્છોથી સ્વાગત. અભિનંદન કવિને.
Dipak Peshwani said,
January 24, 2026 @ 11:50 AM
વાહ વાહ. બહું મજાની ગઝલ. ગમતા કવિના નૂતન સંગ્રહનું શબ્દ ગુચ્છથી સ્વાગત. અભિનંદન.
Nehal said,
January 24, 2026 @ 12:19 PM
વાહ, ખૂબ સરસ ગઝલ.
Sandhya Bhatt said,
January 24, 2026 @ 1:30 PM
મોંઘી લેશું છો ને થોડી મોડી લેશું… વાહ..
MAYANK SUMANTRAI TRIVEDI said,
January 24, 2026 @ 5:40 PM
વાહ જી વાહ 🎊🎉તૂટી ગઈ એ જાત ફરીથી જોડી લઇશું
અમન said,
January 24, 2026 @ 6:07 PM
સરસ ગઝલ
Lalit Trivedi said,
January 24, 2026 @ 7:05 PM
વાહ વાહ
Jigisha Desai said,
January 25, 2026 @ 8:19 AM
સરસ…
Dr. Vrajlal Savaliya said,
January 25, 2026 @ 10:49 AM
ખુબ સરસ
sandeep s shah said,
January 25, 2026 @ 11:28 AM
Wah wah
Rajesh Hingu said,
January 27, 2026 @ 1:07 AM
સરસ ગઝલ..
Ramesh Maru said,
January 27, 2026 @ 3:50 PM
વાહ 👌🏻👌🏻👌🏻
સ્વાગત છે કવિની કલમનું…💐💐
Vrajesh said,
January 28, 2026 @ 7:42 PM
દરિયાવાળો શેર ફિદા…