આવકાર સપ્તાહ: ૦૧: ‘સ્વપ્નસુખ’ – ભરત વિંઝુડા
રોજેરોજ નિતનવા સંગ્રહ મળતા રહે છે. બધા સંગ્રહમાંથી પસાર થવાનું કપરું છે, પણ થોડો સમય અને થોડો અવકાશ ફાળવીને મારી ક્ષમતા મુજબ દરેક સંગ્રહને યથોચિત ન્યાય આપવાની કોશિશ હું કરતો રહું છું. થોડા દિવસો પહેલાં જ લયસ્તરો પર આપણે આવકાર-સપ્તાહ ઉજવ્યું. આજથી ફરી એકવાર આવકાર-સપ્તાહ નિમિત્તે વારાફરતી સાત અલગ અલગ સર્જકોના નવ્યસંગ્રહોમાંથી પસાર થવાનો લહાવો લઈએ….
બહુખ્યાત કવિ ભરત વિંઝુડા સર્જનબાહુલ્યના કવિ છે. ‘સ્વપ્નસુખ’એમનો ચૌદમો સંગ્રહ છે – તેરમો ગઝલસંગ્રહ. લયસ્તરો પર ‘સ્વપ્નસુખ’ને આવકાર આપતાં અમે હર્ષ અનુભવીએ છીએ… સંગ્રહમાંથી નાની બહેરની એક ગઝલ આપ સહુ માટે…
*
આંખોથી…
આંસુ છલકાઈ જાય આંખોથી,
એવું જોવાઈ જાય આંખોથી.
કાન બીડીને રાખ્યા છે એને,
કંઈક સંભળાય જાય આંખોથી.
બંધ લાગે ને બંધ હોય નહીં,
સ્વપ્ન દેખાઈ જાય આંખોથી.
નીકળે તું ઘડીક સામેથી,
થોડું જીવાઈ જાય આંખોથી.
જોઉં છું એને બદલે વાંચું તો,
એ ઉકેલાઈ જાય આંખોથી.
– ભરત વિંઝુડા



ગેબી લુવારવી said,
May 4, 2026 @ 11:10 AM
અભિનંદન 💐
Anonymous said,
May 4, 2026 @ 12:24 PM
બહુ સરસ
Reena Parikh said,
May 4, 2026 @ 12:25 PM
બહુ સરસ
વિપુલ માંગરોલિયા-વેદાંત said,
May 4, 2026 @ 12:41 PM
ખૂબ ખૂબ અભિનંદન
Arvind Bhatt said,
May 4, 2026 @ 12:44 PM
બહુ સરસ ગઝલ.
Arvind Bhatt said,
May 4, 2026 @ 12:48 PM
ખૂબ સરસ ગઝલ.
VRAJESH said,
May 4, 2026 @ 1:56 PM
wah…aankhothi ….bandh ka javab nahi
Amin Kanchan said,
May 4, 2026 @ 4:09 PM
વાહ સરસ રચના
Varij Luhar said,
May 4, 2026 @ 6:40 PM
વાહ.. ખૂબ સરસ ગઝલ .. ‘ સ્વપ્ન સુખ ‘ ને આવકાર અભિનંદન શુભકામનાઓ
Harnish દેસાઈ said,
May 4, 2026 @ 7:00 PM
ખૂબ સરસ રચના
જવેશ ભટ્ટ said,
May 4, 2026 @ 7:44 PM
વાહ
Bharat Bhatt said,
May 5, 2026 @ 1:36 AM
વાહ
Vrajlal Savaliya said,
May 5, 2026 @ 12:16 PM
વાહ, આંખથી જોઈ શકાય, પરંતુ આંખથી સંભળાય જાય, આંખથી જીવાય જવાય, આંખથી ઉકેલાય જવાય કેવું સુંદર.
પ્રભાકર ધોળકિયા.સુરત said,
May 5, 2026 @ 4:21 PM
ખૂબસરસ.રચના .અભિનંદન
પ્રભાકર ધોળકિયા.સુરત said,
May 5, 2026 @ 4:21 PM
ખૂબસરસ.રચના .અભિનંદન
Anonymous said,
May 5, 2026 @ 4:34 PM
સરસ…
Hasmukh mewada said,
May 5, 2026 @ 4:35 PM
સરસ…
ramesh maru said,
May 9, 2026 @ 6:05 PM
વાહ 👌🏻👌🏻💐
વિપુલ માંગરોલિયા-વેદાંત said,
May 15, 2026 @ 10:07 PM
વાહ કવિ ક્યા બાત