આ સ્મિતનો ઉજાસ છે, બસ એટલે,
તું ક્યાંક આસપાસ છે, બસ એટલે;
વિવેક મનહર ટેલર

(સિક્કો બચાવી શું કરશો?) – રીના પરીખ

જગા ખાલીપાની બનાવી શું કરશો?
જે નડતું નથી એ હટાવી શું કરશો?

તમારા વિજયમાં જ જેની ખુશી છે,
લડી એની સાથે, હરાવી શું કરશો?

બધાં ઘર હવે સાવ ખાલી પડ્યાં છે,
ગલી તોરણોથી સજાવી શું કરશો?

જે આવી રહ્યા છે, હવામાં ઊડે છે,
તમે રસ્તે જાજમ બિછાવી શું કરશો?

વહ્યું રક્ત તો પણ પડ્યો ફેર કોને?
તમે થોડાં આંસુ વહાવી શું કરશો?

જરા સ્મિત સાથે પ્રગટ થઈ જવાની,
ઉદાસીને ભીતર છુપાવી શું કરશો?

તમારા પ્રતાપે કોઈ પેટ ભરશે,
તમે એક સિક્કો બચાવી શું કરશો?

– રીના પરીખ

આમ તો બધા જ શેર સરસ થયા છે, પણ છેલ્લા ચારેય શેર તો ખૂબ જ સરસ થયા છે. નવ્યકવિઓની કલમે આવી સ-રસ ગઝલો અવતરતી જોઈએ ત્યારે શાતા વળે છે.

23 Comments »

  1. વિરલ વ્યાસ said,

    June 5, 2026 @ 9:24 AM

    થોડાં આંસુ વહાવી શું કરશો? સરસ

  2. B Vyas said,

    June 5, 2026 @ 10:21 AM

    ખુબ સુંદર ગઝલ …

  3. Kishor Barot said,

    June 5, 2026 @ 12:06 PM

    સુંદર ગઝલ.
    અભિનંદન 🌹

  4. Anonymous said,

    June 5, 2026 @ 12:21 PM

    ખુબજ સરસ

  5. Kishor Joshi said,

    June 5, 2026 @ 12:22 PM

    ખુબજ સરસ

  6. Daxesh Thakar said,

    June 5, 2026 @ 12:40 PM

    Wahhhh
    Khub saras

  7. Yogesh Samani said,

    June 5, 2026 @ 2:05 PM

    વાહ વાહ ને વાહ. લાજવાબ ગઝલ.

  8. Reena Parikh said,

    June 5, 2026 @ 2:10 PM

    પ્રણામ સર 🙏🏻
    આ ગઝલને બિરદાવવા બદલ આપની ખૂબ આભારી છું.

    પ્રતિભાવ આપવા બદલ સૌને પ્રણામ. સૌનો ખૂબ આભાર.🙏🏻💐

  9. Reena Parikh said,

    June 5, 2026 @ 2:10 PM

    પ્રણામ સર 🙏🏻
    આ ગઝલને બિરદાવવા બદલ આપની ખૂબ આભારી છું.

  10. Sejal Desai said,

    June 5, 2026 @ 2:16 PM

    વાહ..સરસ ગઝલ

  11. ખૂબ સરસ શેરિયત વાળી ગઝલ said,

    June 5, 2026 @ 3:39 PM

    ખૂબ સરસ શેરિયત વાળી ગઝલ

  12. Purvi shukla said,

    June 5, 2026 @ 3:40 PM

    ખૂબ સરસ શેરિયત વાળી ગઝલ

  13. Purvi shukla said,

    June 5, 2026 @ 4:10 PM

    નખશીખ સુંદર ગઝલ એકેક શેરની લાજવાબ શેરિયત 👌👌👌👌

  14. Kishor Ahya said,

    June 5, 2026 @ 4:10 PM

    એક પછી એક શેર વાચતા જાઓ ને માણતાં જાઓ ! બધા જ શેર લાજવાબ. કવિયત્રીને ખૂબ ખૂબ અભિનંદન.
    🌹🌹🌹🌹

  15. Harihar Shukla said,

    June 5, 2026 @ 4:45 PM

    વાહ, મોજ👌

  16. Neha Purohit said,

    June 5, 2026 @ 6:12 PM

    Khub saras kruti.

  17. Jayesh Bhatt said,

    June 5, 2026 @ 9:22 PM

    સરસ, ગઝલ

  18. Vrajesh Mistri said,

    June 6, 2026 @ 12:37 PM

    વાહ… પેટ. કા જવાબ નહિ

  19. mukesh joshi said,

    June 8, 2026 @ 12:35 PM

    vah saras ghazal.. abhinandan

  20. Lalit Trivedi said,

    June 9, 2026 @ 12:41 PM

    મસ્ત શેરીયતસભર, સરળ અને નવિન. અભિનંદન અને રાજીપો

  21. Sarla Sutaria said,

    June 9, 2026 @ 7:33 PM

    વાહ રીના! ખૂબ સરસ ગઝલ

  22. Sarla Sutaria said,

    June 9, 2026 @ 7:36 PM

    વાહ વાહ રીના! ખૂબ સરસ અર્થસભર ગઝલ.

  23. dhruv kumar said,

    July 1, 2026 @ 2:08 PM

    ​૧. અહંકાર અને જમીની વાસ્તવિકતા પર ચોટ
    ​જે આવી રહ્યા છે, હવામાં ઊડે છે,
    તમે રસ્તે જાજમ બિછાવી શું કરશો?

    ​કેમ આ શેર અદ્ભુત છે?: આ શેરમાં બહુ મોટો રાજકીય અથવા સામાજિક કટાક્ષ (Satire) છે. ‘જાજમ બિછાવવી’ એટલે કોઈના સ્વાગત માટે અત્યંત નમ્રતાપૂર્વક આદર આપવો. પણ જે લોકો સત્તા, પૈસા કે પદના નશામાં ‘હવામાં ઊડી રહ્યા છે’, જેમના પગ જ જમીન પર નથી, તેમના માટે જમીન પર જાજમ બિછાવવાનો કોઈ અર્થ જ નથી! કારણ કે તેઓ તમારી નમ્રતા કે આદરને જોવાના જ નથી. કવિએ બહુ જ સરળ શબ્દોમાં અહંકારીઓ પર સીધો પ્રહાર કર્યો છે.
    ​૨. સંગ્રહખોરી સામે ઉદારતાનો નવો દાર્શનિક અંદાજ
    ​તમારા પ્રતાપે કોઈ પેટ ભરશે,
    તમે એક સિક્કો બચાવી શું કરશો?

    ​કેમ આ શેર દિલ જીતી લે છે?: સામાન્ય રીતે દુનિયા આપણને ‘એક એક સિક્કો બચાવવાની’ (કરકસર કરવાની) સલાહ આપે છે. પણ કવિ અહીં એનાથી તદ્દન અલગ વાત કરે છે. કવિ કહે છે કે તમારા એ એક સિક્કાને બચાવીને લોભી બનવા કરતાં, જો એ બજારમાં જશે તો કોઈ ગરીબના પેટનો ખાડો પૂરશે, કોઈ મજૂરની રોજીરોટી બનશે. પૈસાનો સાચો અર્થ સંગ્રહ કરવામાં નથી, પણ એના વહેણમાં છે. આ વિચાર બહુ ઉમદા અને માનવીય અભિગમવાળો છે.
    આ ગઝલનું મૂલ્યાંકન
    આ ગઝલ ઘણી વધારે પ્રવાહી (Flowing) અને ચોટદાર છે. આ રચના ‘ચીની પ્રોડક્શન’ જેવી યાંત્રિક નથી લાગતી, કારણ કે:
    ​તેમાં ‘શું કરશો?’ જેવી રદિફનો કવિએ બહુ કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. દરેક શેરમાં એ સવાલ વાજબી લાગે છે.
    ​મતલાનો શેર પણ સારો છે: ‘જે નડતું નથી એ હટાવી શું કરશો?’ — માણસની વગર કારણે બધું બદલી નાખવાની કે દખલગીરી કરવાની આદત પર આ સરસ પ્રહાર છે.
    ​આ શેર પણ નોંધનીય છે: ‘બધાં ઘર હવે સાવ ખાલી પડ્યાં છે, ગલી તોરણોથી સજાવી શું કરશો?’ — ગામડાઓ ખાલી કરીને શહેરો તરફ દોડતી વસતી અને ઉત્સવોના નામે થતા આડંબર પર આ સારો કટાક્ષ છે.
    ​ શાયરીમાં જ્યારે વિચારોની ‘મૌલિકતા’ અને રજૂઆતનો ‘અલગ અંદાજ’ ભેગા થાય, ત્યારે જ કવિતા હૃદય સુધી પહોંચે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment