ગુજારે જે શિરે તારે – બાલાશંકર કંથારીયા
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ,અતિ પ્યારું ગણી લેજે!
દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!
કચેરી માંહીં કાજીનો ,નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!
જગતના કાચના યંત્રે ,ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!
રહેજે શાંતિ સંતોષે ,સદાયે નિર્મળે ચિત્તે.
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!
રહે ઉન્મત્ત આનંદે ,ખરું એ સુખ માની લે.
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!
કટુ વાણી સુણે જો કોઇની ,વાણી મીઠી કહેજે
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!
અરે ! પ્રારબ્ધ તો ઘેલું ,રહે છે દૂર માંગે તો
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!
રહી નિર્મોહી શાંતિથી ,રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !
પ્રભુના નામનાં પુષ્પો ,પરોવી કાવ્યમાળા તું.
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !
કવિ રાજા થયો શી છે ,પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં ‘બાલ‘ મસ્તીમાં મઝા લેજે !
– બાલાશંકર કંથારીયા
મને બહુ જ ગમતી આ કવિતા/ સ્તૂતિ માનનીય શ્રી. મનવંતભાઇ પટેલે મારી વિનંતિને માન આપીને એક જ દિવસમાં ટાઇપ કરીને મોકલી આપી છે. પ્રેમ અને સહકારનું આનાથી મોટું બીજું શું ઉદાહરણ હોઇ શકે?
Radhika said,
July 14, 2006 @ 3:48 AM
this is my fevriout also
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ,અતિ પ્યારું ગણી લેજે!
this lines are most
Gurjardesh said,
July 14, 2006 @ 11:47 PM
આખી ભગવદ ગીતા આ બે પંક્તિમાં જ સમાયેલી છે.
manvant said,
July 18, 2006 @ 1:50 PM
મારી આમરણાંત પ્યારી ગઝલ ! તું ચિરંજીવ થજે !
કવિ અને અત્રે પ્રસ્તુતકર્તાને મારાં લાખો વંદન !
Paaru Upadhyay said,
June 21, 2008 @ 8:47 AM
This is wonderful poem. I was looking for this poem since long time. My father taught me this poem when I was seven years old. The meaning of the poem is the great.
Thanks is not enough.
Paaru Upadhyay
Ranjit ved said,
December 22, 2009 @ 1:48 PM
No words but only tears in my eyes…as I remember the emotional feelings of mine when I was 4 years old and I was listening n listening again n again with my 2 elder sisters at Morbi our house “ved nivas” during 1936/37…while swinging on aswing in “Oshri” n our legs were touching to ceilings!!!! so many other bhajans bhakti pads were also sung at that time…I WAS SEARCHING THIS ONE SINCE LONG TIME N I AM HAPPY TO GET THE SAME WITH GREAT EFFORTS AFTER LONG LONG SEARCH THANK YOU V V VERY MOCH I WILL INFORM MY ELDER SISTER ON PHONE FROM CA TO MUMBAI TODAY ONLY..Jaishreekrishna
કેતન બારોટ said,
June 23, 2011 @ 9:10 PM
ગુન્વન્ત ઉપાધ્યાય નિ ગઝલગ્રાફ પુસ્તક હમ્ના જ વાન્ચિ એ પુસ્તલક પ્રમાણૅ બાલા શન્કર આપણા પહેલા ગુજરાતિ ગઝલ કાર હતા ….
કેતન બારોટ said,
June 23, 2011 @ 9:44 PM
પંચ દશી ( પંદર શેર )
બલિહારી તારા અંગ ની ,ચંબેલી માં દીઠી નહિ,
સખ્તાઈ તારા દિલ ની ,મેં વજ્ર માં દીઠી નહિ
મન માહરું એવું કુણું ,પુષ્પ પ્રહાર સહે નહિ,
પણ હાય ! તારે દિલ દયા ,મેં તો જરા દીઠી નહિ
એક દિન તે અલ્કાવલી માં,દીઠી’તી મુખ ની છબી,
પણ ગુમ થઇ ગઈ તે ગુમાની ,ત્યાર થી દીઠી નહિ
એ ! કઈ જરા કર શોચ કે ,મારી ઉપર શાને ગુમાન ?
મેં દેહ અર્પ્યો તોય પણ,દિલદાર ને દીઠી નહિ
ગુમ્માની નુખારાબાજ ગોરી,સુંદરીઓ મન હરે;
પણ કોઈ એ ! યાર તુજ સમ સુંદરી દીઠી નહિ .
એ! વીર ! વિરહી ખોળવા,તુજ ને જગત કંઈ કંઈભમ્યો,
ગિરિવર ગુહા કે કુંજ કુંજે ,તોય મેં દીઠી નહિ .
બાગ માં અનુરાગ માં,કે પુષ્પ ના મેદાન માં,
ખોળી તને આતુર આંખે,તોય મેં દીઠી નહિ.
સરખાવી તારું તન મેં,ખોળી ચમેલી વન માં;
પણ હાય ! ખૂબી આજ ની કરમાઈ ! કાલ દીઠી નહિ
તું તો સદા નુતન અને,આખું જગત નિત્યે જુનું ;
મિથ્યા પ્રપંચે ક્યાં થકી તું ! તેથી મેં દીઠી નહિ
તું તો ખરી જ્યાં પ્રેમ પુરણ, પ્રેમી નાં કાળજ બળે,
એવી દયા તો ગુમાની,મેં કહી દીઠી નહિ
મુખચંદ્ર માં મેં દીઠી છે ,આખી છબી જગત ની;
પણ આખડી મુજ માં વસી તું ,તેથી મુજ દીઠી નહિ
એ કાળજા ની કોર કાં, કાપે હવે તો થઇ ચુકી ;
મેં તો પ્રથમ કાપ્યું સુપ્રેમે ,તોય મેં દીઠી નહિ
કોઈ દેવ આવી કાન માં,દે છે શિખામણ પાંશરી;
આ જગત ની જંજાળ માં,ચતુરાઈ તો દીઠી નહિ.
જ્યાં પ્રેમ મારો જળહળે,ત્યાં તે દીધો બદલો ખરો !!
તો આ જગત છોડ્યા વિના,યુક્તિ બીજી દીઠી નહિ.
એક દિન મળશે તે અધર-સુધા બાલ ! ધર;
હા ! એ બધું એ છે ખરું ;પણ હાલ તો દીઠી નહિ
બાલા શંકર કંથારિયા ની ઉપરોક્ત ગઝલ એમના જ વરદ હસ્તે એમના જ સામયિક માં ભારતી ભૂષણ માર્ચ ૧૮૮૭ માં છપાયેલી …(ગઝલગ્રાફ માંથી સાભાર)
કેતન બારોટ said,
June 23, 2011 @ 9:51 PM
આ કૃતિ ને લયસ્તરો માં સમાવવા વિનંતી ….
chandrasinh jadeja said,
July 18, 2011 @ 6:50 PM
ગુજારે જે શિરે …આ ગઝલ ક્યાય સંગીતબદ્ધ સાંભળવા મળે તેમ નથી ?