પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી.
અંકિત ત્રિવેદી

(વિચારમાંથી) – આર. બી. રાઠોડ

તારા વિચારમાંથી, મારા વિચારમાંથી,
શીખી રહ્યો છું હું આ સૌના વિચારમાંથી.

શોધી શકાય છે જે થઈને વિચારશૂન્ય,
શોધી શકાય નહીં એ સઘળા વિચારમાંથી.

બેચાર જણની જ્યારે કોઈ સલાહ લઉં છું,
નોખું મળે છે ત્યારે નોખા વિચારમાંથી.

પાક્કા વિચારમાં પણ, રાખો ઘડીક ધીરજ,
થોડી કચાશ મળશે પાક્કા વિચારમાંથી.

એકાદ બીજ આખું વટવૃક્ષ થાય છે ને!
પુસ્તક રચાય છે બસ એવા વિચારમાંથી.

– આર. બી. રાઠોડ

નવું વર્ષ શરૂ થઈ ગયું છે… નવા વિચારો સાથે નવી શરૂઆત કરીએ. કવિએ પાંચેય શેરમાં બહુ જ સરળા ભાષામાં મજાની વાત કરી છે. ફરી ફરીને મમળાવવા જેવી ગઝલ…

14 Comments »

  1. બાબુ સંગાડા said,

    November 7, 2024 @ 11:58 AM

    ખૂબ સરસ રચના …ગમી

  2. કમલ પાલનપુરી said,

    November 7, 2024 @ 12:14 PM

    વાહ ખૂબસરસ રચના

  3. દીપક પેશવાણી said,

    November 7, 2024 @ 12:15 PM

    બહુ સુંદર મુસલસલ ગઝલ…😊😊

  4. Agan Rajyaguru said,

    November 7, 2024 @ 12:16 PM

    બહોત અચ્છે…

  5. પરમ પાલનપુરી said,

    November 7, 2024 @ 12:23 PM

    ખૂબ સરસ રચના.

  6. DM SISODIYA said,

    November 7, 2024 @ 12:23 PM

    વાહ સાહેબ

  7. પરમ પાલનપુરી said,

    November 7, 2024 @ 12:24 PM

    સરસ રચના

  8. Ramesh Maru said,

    November 7, 2024 @ 1:23 PM

    સરસ ગઝલ…

  9. Geet geet said,

    November 7, 2024 @ 2:42 PM

    ખૂબ સરસ રચના

  10. Arun Jadav said,

    November 7, 2024 @ 4:27 PM

    વાહ ખૂબ સરસ રચના

  11. Parbatkumar nayi said,

    November 7, 2024 @ 8:02 PM

    વાહ
    સરસ ગઝલ
    કવિને ખૂબ શુભેચ્છાઓ

  12. Jigisha Desai said,

    November 7, 2024 @ 9:47 PM

    Vahhh….ખૂબ જ સરસ ને સરળ ગઝલ🌺👍

  13. Dhruti Modi said,

    November 8, 2024 @ 2:47 AM

    વાહ, ભણતરનો કદી અંત નથી બસ શીખતાં જાઓ ! 👌👌👍🌺🌸🌺

  14. RB RATHOD said,

    November 8, 2024 @ 11:39 AM

    આભારી છું

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment