લાઠી સ્ટેશન પર – ઉમાશંકર જોશી
દૈવે શાપી
તેં આલાપી
. દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી !
દૂરેઽદૂરે
હૈયાં ઝૂરે
. ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી,
. સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.
– ઉમાશંકર જોશી
(લાઠી સ્ટેશન, ૧૬-૧૦-૧૯૪૮)
અમેરેલી જઈએ અને ર.પા.ને યાદ ન કરીએ એ જેમ ન બને એ જ રીતે લાઠી ગયા હોઈએ અને કલાપી યાદ ન આવે એ કેમ બને? લાઠીના રેલવે સ્ટેશન પર સ્વાભાવિકપણે જ ઉ.જો.ને કલાપી યાદ આવ્યા હશે. એકબીજા સાથે જોડાયેલ બે હૃદયોની સ્નેહગીતાને નસીબનો શાપ મળ્યો હોવા છતાં જેણે આલાપી હતી એ કલાપીને એમના નગરના જ રેલવે સ્ટેશન ઉપર બેઠા બેઠા ઉમાશંકરે ચિરસ્મરણીય કાવ્યાંજલિ આપી છે. મંદાક્રાન્તા છંદના પ્રથમ ચાર ગુરુને બે પંક્તિઓમાં બેવડાવીને ખંડા મંદાક્રાન્તા છંદમાં ગુજરાતી કવિતાના એક શિખરે ગુજરાતી કવિતાના એક અગત્યના માઇલસ્ટોનને કેવી સ-રસ રીતે બિરદાવ્યો છે!
Jigisha Desai said,
November 3, 2024 @ 11:39 AM
Vahhh
Nehal said,
November 3, 2024 @ 11:53 AM
વાહ, ખૂબ સરસ!
Ramesh Maru said,
November 3, 2024 @ 12:40 PM
વાહ…બંને વિભૂતિને શત શત વંદન..
બારિન said,
November 3, 2024 @ 1:13 PM
વાહ જય હો ..
Rakesh Thaker said,
November 3, 2024 @ 1:44 PM
ઉમાશંકર જોશી અને કવિ કલાપી બંને વિભૂતિ ને શત શત નમન વંદન…. લાઠી જઈએ ને કલાપી કેમ ભૂલાય…અદ્ભુત