અરીસા વેચતા ગામે નયન દેસાઈ એસ.એસ.સી.
અને ભીંતો ઊભી સામે નયન દેસાઈ એસ.એસ.સી.
નયન દેસાઈ

(ભરબજારે) – અમિત ટેલર

લાજ, ભય, શંકા, રિવાજોની વચાળે,
એ મને ભેટી પડ્યા’તા ભરબજારે.

આંખ છોડી આંસુઓ એવાં તે નાઠાં,
જાણે છેલ્લો ઘંટ વાગ્યો હો નિશાળે.

એ કશું મનમાં વિચારીને લજાયાં,
હુંય થાતો પાણીપાણી એ વિચારે.

દર વખતની જેમ હું ચુપચાપ બેઠો,
એમણે વાતો કરી વળતી ઈશારે.

એકટશ જોયા કરે છે પંખીડાં બે,
જેમ શંકર-પોઠિયો બેઠા શિવાલે.

વેદનાનું વિસ્મરણ કરવું જ છે તો,
કેમ ઉતારે છે ગઝલમાં છાશવારે?

માર્ગ નહીં પણ સત્યમાર્ગે ચાલતા રહી-
થાય જે કડવા અનુભવ, એ મઠારે.

– અમિત ટેલર

ईद का दिन है गले आज तो मिल ले ज़ालिम,
रस्म-ए-दुनिया भी है मौक़ा भी है दस्तूर भी है।

– કમર બદાયૂનીએ જે વાત અધૂરી મૂકી હતી, ત્યાંથી આગળ વધીને કવિ આલિંગન પૂર્ણ કરે છે. સ્ત્રીસહજ લાજ, બદનામીનો ભય, નાયિકાના વર્તાવ અંગે નાયકના મનમાં રહેલી શંકા અને ઈદ કે દિવાળી જેવા કોઈક તહેવારોનો રિવાજો -ચાર અલગ અલગ પરિમાણોની વચ્ચે પ્રિયજન ભરવચાળે નાયકને બહુપરિમાણીય આલિંગન આપે છે એની મોજ એવી સ-રસ છે કે ભાવક પણ આ દુર્નિવાર્ય ભાવાલિંગનથી પરે રહી શકતો નથી. (ત્રીજા શેરમાં છે એ માનાર્થસૂચક અનુસ્વારની મત્લામાં અનુપસ્થિતિ જો કે થોડી ખટકે છે.) છેલ્લા બંને શેર નિવારી શકાયા હોત તો રચના સાદ્યંત આસ્વાદ્ય બની હોત. છઠ્ઠો શેર ગઝલના મિજાજથી થોડો વેગળો પડી જાય છે અને આખરી શેર તો સાવ આગંતુક જણાય છે. પરંતુ એટલું બાદ કરતાં પહેલા પાંચેય શેર ખૂબ જ મજાના થયા છે.

14 Comments »

  1. Khyati Thanki said,

    November 8, 2024 @ 9:04 AM

    Wah
    ખૂબ સુંદર..

  2. Khyati Thanki said,

    November 8, 2024 @ 9:04 AM

    Wah
    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  3. Khyati Thanki said,

    November 8, 2024 @ 9:05 AM

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  4. દિના છેલાવડા said,

    November 8, 2024 @ 10:04 AM

    વાહ ખૂબ જ સુંદર

  5. અમિત ટેલર said,

    November 8, 2024 @ 10:30 AM

    ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ. બદાયુની સાહેબનાં मौक़ा भी है दस्तूर भी है નાં સંદર્ભમાં મત્લાનો આસ્વાદ કરાવીને એક વિશિષ્ટ આયામ રજૂ કર્યો. તમે સૂચવેલી બાબતો પ્રત્યે અવશ્ય ધ્યાન રાખીશ.

  6. Sejal Desai said,

    November 8, 2024 @ 12:17 PM

    સરસ ગઝલ..અભિનંદન અમિત ભાઈ

  7. MRUDUL MANN said,

    November 8, 2024 @ 12:19 PM

    વાહ સુંદર ગઝલ અભિનંદન

  8. Ramesh Maru said,

    November 8, 2024 @ 1:42 PM

    વાહ…સરસ ગઝલ…

  9. કમલેશ શુક્લ said,

    November 8, 2024 @ 1:53 PM

    ખૂબ સરસ ગઝલ,

    કવિ શ્રી વિવેકભાઈના સુચનો ગઝલને નોખો નિખાર આપશે.

    ખૂબ ખૂબ અભિનંદન અમિતભાઈ!

  10. Dipak Zala said,

    November 8, 2024 @ 4:23 PM

    સુંદર ગઝલ… અનુરૂપ વિવેચન..🌷

  11. સંધ્યા દવે ભરૂચ said,

    November 8, 2024 @ 4:29 PM

    વાહ વાહ અમિતભાઈ ખૂબ ઉત્તમ ગઝલ..જોકે માનનીય વિવેકભાઈનું વિવેકસભર અવલોકન પણ એટલું જ યોગ્ય લાગ્યું. સંધ્યા દવે

  12. સુનીલ શાહ said,

    November 8, 2024 @ 7:24 PM

    ખૂબ સરસ રચના

  13. Riyaz langda (mahuva) said,

    November 9, 2024 @ 11:16 PM

    ખૂબ સરસ રચના

  14. kanu Lalwani said,

    November 11, 2024 @ 6:25 AM

    ખૂબ સરસ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment