(મને એમ થાય છે) – કિરણ જોગીદાસ ‘રોશન’
સાંભળ ને, એક વાત! મને એમ થાય છે-
તારા વિના શું થાત, મને એમ થાય છે.
તારા મિલનની ચાહમાં કેમેય વીતી નહીં,
લાંબી હતી શું રાત? મને એમ થાય છે!
આપ્યું હૃદય તને તો કફોડી દશા થઈ,
લૂંટાઈ ગઈ મિરાત? મને એમ થાય છે.
સઘળું ગુમાવ્યું તોય ખુમારી છે પ્રેમની,
આ જીત છે કે મ્હાત? મને એમ થાય છે.
તારાપણાની સાહ્યબી મશહૂર રાખતી,
મારી તે શું વિસાત, મને એમ થાય છે.
એક બીજમાંથી વૃક્ષ બનાવી કૃપા કરી,
તારા વિના ઉગાત? મને મને એમ થાય છે.
તારા વિના શું સૂર કે શું તાલ કે શું રાગ!!
તારા વિના શું ગાત, મને એમ થાય છે.
– કિરણ જોગીદાસ ‘રોશન’
ગુજરાતી ગઝલ લખાવી શરૂ થઈ એને લગભગ દોઢસો વર્ષ થયાં. આજ પર્યત એટલી બધી ગઝલો લખાઈ છે કે કદાચ હવે એવું કંઈ બચ્યું જ નથી જે આગળની ગઝલોમાં કહેવાઈ ગયું ન હોય પણ તોય ગઝલો લખાવાનું બંધ કે ઓછું થતું નથી. ઊલટું દિનબદિન ગઝલોનો ફાલ વધુ ને વધુ માત્રામાં ઉતરી રહ્યો છે. કેમ? તો કે અભિવ્યક્તિનું નાવીન્ય… એકનો એક સૂર્યાસ્ત આખી જિંદગી જોઈને જે રીતે આપણે ધરાતાં નથી, એ જ રીતે ગઝલો આજેય આપણને નિરાશ કરતી નથી. આ ગઝલ જુઓ… સરળ ભાષામાં વાંચતાવેંત સમજાઈ જાય એવા સહજસાધ્ય શેર… અને તોય ગઝલ એકદમ ઓવન-ફ્રેશ લાગે છે. રદીફ ગઝલોનું અગત્યનું અંગ છે. પ્રસ્તુત ગઝલમાં તો રદીફે રીતસરના પ્રાણ ફૂંકવાનું કામ કર્યું છે… પહેલા પાંચ શેર તગઝ્ઝુલના છે અને આખરી બે તસવ્વુફના… પણ ગઝલ તો આખેઆખી નિરવદ્યપણે મજાની થઈ છે.


Kishor Ahya said,
April 16, 2026 @ 3:02 PM
ધરતી પરનું સ્વર્ગ છે, પ્રેમ, પ્રેમ અને માત્ર પ્રેમ !
એ તારલા લાગે રૂડા ઘણા! મને એમ થાય છે.
ખૂબ સરસ ગઝલ, ખૂબ સરસ આસ્વાદ.
🌹🌹🌹🌹
DILIPKUMAR CHAVDA said,
April 16, 2026 @ 7:53 PM
વાહ ખુબ સુંદર
બધા જ શેર શિરોમણી
Lalit Trivedi said,
April 16, 2026 @ 7:54 PM
સરસ ગઝલ, કિરણબેન
Kiran Jogidas said,
April 16, 2026 @ 8:01 PM
ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ 🙏🙏તગઝ્ઝુલ અને તસવ્વુફ જેવી સમજ આપ આ બદલ આભાર…આપની પારખું કલમનો જય હો🙏…
Barin Dixit said,
April 16, 2026 @ 8:01 PM
ખૂબ સરસ ગઝલ. મજા પડી . મકતા ખૂબ સરસ છે 🙏🙏
Kiran Jogidas said,
April 16, 2026 @ 8:03 PM
ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ 🙏 તગઝ્ઝુલ અને તસવ્વુફ જેવી સમજ આપવા બદલ આભાર 🙏 આપની પારખું કલમનો જય હો🙏
Hemaxi Shah said,
April 16, 2026 @ 8:18 PM
વાહ વાહ ખૂબ સરસ ગઝલ કિરણબેન
Yogesh Samani said,
April 16, 2026 @ 10:38 PM
અફલાતૂન ગઝલ.
Tanu Patel said,
April 17, 2026 @ 3:45 AM
બહુ સરસ, કિરણબેન…
Dr Sejal Bhvesh Desai said,
April 17, 2026 @ 6:27 AM
સુંદર ગઝલ..અભિનંદન કિરણબેન
કાલિન્દી પરીખ said,
April 17, 2026 @ 8:38 AM
ખૂબ સરસ ગઝલ, અભિનંદન કિરણબેન
Vrajesh Mistri said,
April 17, 2026 @ 9:50 AM
ગઝલના છેલ્લા બે શેર તો લાજવાબ
Anonymous said,
April 17, 2026 @ 1:35 PM
Adhbut
Saroj Rana said,
April 17, 2026 @ 1:49 PM
ધારદાર ,મજેદાર ,જોરદાર ગઝલ .
Patel Ankita said,
April 17, 2026 @ 2:02 PM
ખૂબ સરસ ગઝલ💐
U.M.PATEL MATHS TLM said,
April 17, 2026 @ 2:16 PM
સૂરજના કિરણોની જેમ વિખરાતી કિરણ ગઝલ
ને,વરસાદની જેમ વરસતી કિરણ ગઝલ
ને,જ્યારે ના હોય સૂરજ કે ના વરસાદ
ત્યારે ઝાકળની જેમ નિખળતી કિરણ ગઝલ
ખૂબ સરસ
Anonymous said,
April 17, 2026 @ 2:17 PM
વાહ ખૂબ સરસ ગઝલ રોશન
Anonymous said,
April 17, 2026 @ 2:19 PM
આહા….ખૂબ સરસ ગઝલ જે રોશનને રોશન કરી ગઈ
Jigna Trivedi said,
April 17, 2026 @ 2:53 PM
વાહ, ગઝલ ખૂબ સરસ.ખૂબ અભિનંદન.
Naishadh makwana said,
April 17, 2026 @ 4:07 PM
ખૂબ સરસ..અભિનંદન કિરણ બહેન.
Patel Ankita said,
April 17, 2026 @ 4:17 PM
ખૂબ સરસ ગઝલ
Hitaishi Shah said,
April 17, 2026 @ 10:19 PM
ખૂબ સરસ ગઝલ
Riyaz Langda said,
April 17, 2026 @ 11:41 PM
વાહ.. 👌👌
લયસ્તરો – Layastaro.com » (જવાનું છે એ સડક અલગ છે) – જિગર જોષી said,
April 23, 2026 @ 12:30 AM
[…] ગઝલમાં રીતસરના પ્રાણ ફૂંકવાનું કામ (https://layastaro.com/?p=24476) કર્યું હોવાની વાત કરી હતી. આ ગઝલ વિશે […]
Manoj Shukla said,
April 29, 2026 @ 7:31 AM
વાહ, સરસ રચના 👌
પરેશ કુમાર દવે said,
May 9, 2026 @ 3:36 PM
આપની ગઝલના શબ્દે શબ્દ હવે ઝળહળે છે.એક પછી એક ઉત્તમ ગઝલો કહો છો.
રદિફ કાફિયા અને તે પણ ચુસ્ત .ખરેખર અદ્ભુત અને અદ્ભુત