સાવ પાસેથી ગઝલને સાંભળો,
જિંદગીનો ખુશનુમા ચહેરો હશે !
શ્યામ સાધુ

(ઘમ્મરવલોણાનું ઘમ્મ) – નયન હ દેસાઈ

એકાંત કેટલું સરસ છલકાતું છમ્મ જો!
ટોળે મળીને ગાય છે તમરાંઓ તમ્મ જો!

બાળકને પાટીપેનની સાથે જો જોઉં છું,
વાગે છે મારી પીઠ પર સોટીઓ ચમ્મ જો.

આવીને કોણ સ્વપ્નમાં બીવડાવી જાય છે?
ઊંડા કૂવામાં સાંભળું મધરાતે ભમ્મ જો!

માની લીધું કે પ્રેમની ભાષા છે મોન –પણ
આવું તે હોય ટૂંકમાં કહી દો છો હમ્મ જો?

શોધે નયન કાં હૉર્નની ચીસોમાં બાળપણ,
સૂરતમાં ક્યાંથી ઘમ્મરવલોણાનું ઘમ્મ જો!

– નયન હ દેસાઈ

વધુ એક ‘નયન’ બ્રાન્ડ ગઝલ. આવા કાફિયા અને આવી બાની કેવળ નયન દેસાઈની કલમથી જ અવતરી સકે. કવિએ જે જમાનામાં ઇન્ટરનેટ નહોતું અને વૉટ્સએપ-ઇન્સ્ટા તો સ્વપ્નમાંય આવતા નહોતા એ જમાનામાં આજના જમાનાની પ્રેમની ભાષાવાળો શેર લખ્યો છે. કવિને આર્ષદૃષ્ટા કહેવામાં આવે છે. આ કવિને ખ્યાલ આવી ગયો હશે કે આવતી કાલની પેઢી એમનું અડધોઅડધ કામ હમ્મ– hmm -થી ચલાવવાની છે?

(કેટલાક છંદ-દોષ અવગણી શકાયા હોત, પણ નયનભાઈ કોઈક અલગ જ દુનિયામાંથી આવ્યા હતા…)

15 Comments »

  1. Chetan Framewala said,

    August 1, 2025 @ 11:40 AM

    નખશિખ નયન બ્રાન્ડ ગઝલ..

  2. Shah Raxa said,

    August 1, 2025 @ 11:42 AM

    વાહ..વાહ….અશઆર..👌👌🙏

  3. Nirja parekh said,

    August 1, 2025 @ 12:02 PM

    વાહ.. કૂવાવાળી વાત દિલને સ્પર્શી ગઈ

  4. Dina Chhelavda said,

    August 1, 2025 @ 12:02 PM

    વાહ.. ખૂબ સરસ ગઝલ 👌

  5. Hiren K Mungla said,

    August 1, 2025 @ 12:30 PM

    હમ્મ, ખુબ સરસ.

  6. અસ્મિતા said,

    August 1, 2025 @ 12:52 PM

    નકશીખ કાબિલે દાદ ગઝલ

  7. Pinki Pathak said,

    August 1, 2025 @ 1:21 PM

    વાહ… સરસ ગઝલ!!

  8. ઉમેશ જોષી said,

    August 1, 2025 @ 1:28 PM

    કાફિયા અને રદીફનો સમન્વય અપ્રતિમ..
    કાફિયા ગઝલમાં સરસ નિભાવ્યો છે.

  9. જયેશ ભટ્ટ said,

    August 1, 2025 @ 4:43 PM

    વાહ

  10. જયેશ ભટ્ટ said,

    August 1, 2025 @ 4:44 PM

    વાહ…નયન બ્રાન્ડ ગઝલ

  11. Jitendra prajapati said,

    August 1, 2025 @ 5:26 PM

    ખૂબ સરસ ગઝલ

  12. Lalit Trivedi said,

    August 1, 2025 @ 5:30 PM

    આદરણીય કવિની મસ્ત, વિશિષ્ઠ ગઝલ. વંદન

  13. Sharmistha said,

    August 1, 2025 @ 8:07 PM

    વાહ. ખૂબ સરસ. ‘હમ્મ..જો’👌

  14. Riyaz Langda said,

    August 1, 2025 @ 9:06 PM

    વાહ…👌👌

  15. વ્રજેશ મિસ્ત્રી said,

    August 2, 2025 @ 8:30 PM

    હમ્મ…!!😀

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment