ગમતું-અણગમતું બધુંયે આવતું-જાતું રહે છે,
વ્હેણ છે, જોયા કરો – એ આંતરીને શું કરીશું ?
મનસુખ લશ્કરી

(ખૂલ્લા દ્વારે) – વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

બેઠા છીએ ખૂલ્લા દ્વારે,
આવો તમને ફાવે ત્યારે.

મોટું ઘર છે, ખડકી નાની,
નમવું પડશે સ્હેજ તમારે.

કથા સુણી સુધર્યા‘તા થોડા,
પાછા એના એ જ સવારે.

તું થાકે ત્યાં માનો ખોળો,
મા ક્યાં એનો થાક ઉતારે?

કૃષ્ણ લગી પહોંચી ગઈ મીરાં,
તંબૂરાનાં એક જ તારે.

ચાંદ જુઓ તો એવું લાગે,
અજવાળું રોશન અંધારે.

જીવ વગર બે માણસનાં તન,
એક ચિતામાં, એક મઝારે.

સઘળું છોડી આવ્યો માધવ,
બોલાવ્યો મહેતાએ જ્યારે.

આજે અહીંયા અટકી જઈએ,
બાકી પાછા મળશું ત્યારે.

– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

ગઝલનો એક ફાયદો છે. જે કહેવું હોય એ બે પંક્તિમાં સમેટી લેવાનું. ગીત કે સૉનેટની જેમ લાંબું મમળાવવું નહીં પડે. પણ આ ફાયદો જ એક પડકાર પણ છે. જે કહેવું હોય એ બે પંક્તિમાં કહી જ દેવું પડે. ત્રીજી પંક્તિનો અવકાશ મળે નહીં. અને એમાંય કવિ ટૂંકી બહર પસંદ કરે એટલે તો આ પડકાર પહાડ જેવો થઈ જાય… પ્રસ્તુત ગઝલમાં પ્રવર્તમાન ચાલ મુજબ પાંચ શેર કહીને અટકી જવાના બદલે કવિએ નવ-નવ શેર કહ્યા છે, પણ આનંદ એ વાતનો છે કે આ નવ શેર નવસેરા હાર જેવા થયા છે…

30 Comments »

  1. મધુસૂદન પટેલ 'મધુ' said,

    December 26, 2025 @ 1:26 PM

    ખૂબ સરસ! 💐💐💐❤️

  2. પ્રભાકર ધોળકિયા.સુરત said,

    December 26, 2025 @ 1:36 PM

    માધવ આવ્યા..એના એજ સવારે અને મીરાંના તંબૂરાનો એક જતાર
    સરસ શેર.,વિશેષ રૂપે.અન્યથા સુવાંગ સુદર ગઝલ

  3. કિશોર બારોટ said,

    December 26, 2025 @ 1:38 PM

    સાચ્ચેજ નવસેરો હાર. 👌

  4. અસ્મિતા શાહ said,

    December 26, 2025 @ 1:52 PM

    વાહ! ખૂબ સુંદર મઝા પડી વાંચવાની

  5. Ramesh Maru said,

    December 26, 2025 @ 2:23 PM

    વાહ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  6. જયેશ ભટ્ટ said,

    December 26, 2025 @ 2:26 PM

    વાહ, ખૂબ સરસ ગઝલ

  7. Shailesh Gadhavi said,

    December 26, 2025 @ 2:27 PM

    waah

  8. Vinorai said,

    December 26, 2025 @ 4:17 PM

    💐

  9. મુબારક આદમ ઘોડાવાલા said,

    December 26, 2025 @ 5:54 PM

    વાહ,ખૂબ જ સરસ !!

  10. મિત્ર રાઠોડ said,

    December 26, 2025 @ 5:54 PM

    વાહ, ખૂબ સરસ
    અભિનંદન
    💐💐💐

  11. સુષમ પોળ said,

    December 26, 2025 @ 5:55 PM

    વાહ વિપુલભાઈ, ખૂબ સરસ રચના.અભિનંદન 💐💐

  12. Parsana Jaisukh said,

    December 26, 2025 @ 5:57 PM

    Wow super 💕💕💕💕

  13. મહેશ ત્રાપસિયા said,

    December 26, 2025 @ 6:08 PM

    વાહ વેદાંત, ખૂબ સરસ. તમારી દરેક રચના આત્માને સ્પર્શનારી હોય છે.

  14. અશોક જાની 'આનંદ' said,

    December 26, 2025 @ 6:14 PM

    દરેક શેર ટકોરાબંધ થયા છે. આમ તો બધા જ ઉલ્લેખનીય પણ બીજો, ચોથો અને પાંચમો વિશેષ પસંદ આવ્યા….

  15. Kiran Jogidas said,

    December 26, 2025 @ 6:21 PM

    વાહ સરસ

  16. Dr Dipak Modi said,

    December 26, 2025 @ 6:29 PM

    Waaaaaaaaah

  17. Dr Dipak Modi said,

    December 26, 2025 @ 6:30 PM

    Waaaaaaaaah
    Saaaaaaaaras

  18. Kishor Ahya said,

    December 26, 2025 @ 6:38 PM

    કવિ શ્રી વિપુલ માંગરોલિયા કહે છે આવો આવો તમને ફાવે ત્યારે, ઘર મારું મોટું છે પણ ખીડકી થોડી નાની છે એટલે સહેજ તમારે નમવું પડશે( અહીં અહંકાર મૂકીને આવવાની વાત છે) તે પછીના શેરમાં કવિ આજ વાત કરે છે કે કથાઓ સાંભળતા મન બદલાય છે પણ સવારે એટલેકે થોડાક સમયમાંજ હતા ત્યાંના ત્યાજ !

    સ્વતંત્ર શેર ની વિપુલ માંગરોલિયા‘વેદાંત’ ની આ ગઝલ (ખૂલ્લા દ્વારે) ના શબ્દો સરળ છે. મજાની ગઝલ છે.

    શ્રી વિવેકભાઈનો આસ્વાદ પણ સરસ છે.

    🌹🌹🌹🌹

  19. મકરંદ મુસળે said,

    December 26, 2025 @ 6:41 PM

    વાહ વિપુલભાઈ,

    સુંદર રચના. ટૂંકી બહેરમાં સારું કામ થયું છે.
    મજા પડી

  20. Dr DATTPRAKASH TRIVEDI said,

    December 26, 2025 @ 6:42 PM

    Awesome

  21. સુનીલ શાહ said,

    December 26, 2025 @ 7:07 PM

    ખૂબ સરસ..

  22. રજની દવે said,

    December 26, 2025 @ 7:19 PM

    ખુબ સુંદર રચના

  23. Vipul said,

    December 26, 2025 @ 7:24 PM

    સૌનો આભાર

  24. Ashok parikh said,

    December 26, 2025 @ 7:26 PM

    સરસ ખૂબ સરસ

  25. Sejal Desai said,

    December 26, 2025 @ 8:01 PM

    વાહ…સુંદર ગઝલ
    એક ચિતામાં એક મઝારે…વાહ👌
    અભિનંદન વિપુલભાઈ

  26. Rahul Shah said,

    December 26, 2025 @ 8:02 PM

    જીવ વગર બે માણસનાં તન,
    એક ચિતામાં, એક મઝારે.

    સર્વાંગ સુંદર ગઝલ 👌

  27. Aasifkhan Pathan said,

    December 27, 2025 @ 1:09 PM

    વાહ સરસ

  28. Mansukh Nariya said,

    December 27, 2025 @ 10:02 PM

    ખુબ સરસ ટૂંકી બહેનમાં પણ લાંબી વાત કરતી મજેદાર ગઝલ વિપુલભાઈને અભિનંદન અને વિવેક ભાઈ ને પણ એવો જ ટૂંકો પણ સરસ આશીર્વાદ કરવા બદલ અભિનંદન

  29. Ashok Patel said,

    January 7, 2026 @ 1:53 PM

    🙏🏻💐🙏🏻
    કમાલ કરો છો મિત્ર તમે…
    જય હો 🙏🏻 💐 🕉

  30. Rashmi Jagirdar said,

    January 18, 2026 @ 6:27 AM

    બધા જ શેર ઉત્તમ, ટકોરાદાર! સહજતાથી સમજાય છતાં શેરિયત-સભર! સર્જકને દિલથી શુભકામનાઓ અને અભિનંદન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment