ક્યાં સુધી આ શક્યતાના ગર્ભમાં સબડ્યા કરું ?
પેટ ચીરીને મને જન્માવવો પડશે...
વિજય રાજ્યગુરુ

આપણા કાવ્ય-સામયિક – ૦૧ : “કવિતા”

Kavita - Title page

‘લયસ્તરો’ પર નિયમિતપણે કવિતા અને કાવ્યાસ્વાદની વાત કરતા રહીએ અને આપણી ભાષાના અગ્રગણ્ય કાવ્ય-સામયિકોને ન સ્મરીએ એ કેમ ચાલે? ગુજરાતી ભાષાના અગ્રગણ્ય અને/અથવા નોંધપાત્ર કાવ્યસામયિકોનો ટૂંક-પરિચય કરવાના અમારા આ અભિગમમાં આપ સૌને જોડાવાનું અમારું સહૃદય આમંત્રણ છે. પણ સામયિકનો પરિચય વાંચીને આપને એમ લાગે કે આ સામયિક વિના મારા ઘરની લાઈબ્રેરી અધૂરી છે તો એનું લવાજમ તાત્કાલિક ભરીને થોડા વધુ ગુજરાતી હોવાનો અહેસાસ મેળવો અને આપની આવનારી પેઢી આ ભાષાનો વારસો જાળવી રાખશે એની ખાતરી પણ મેળવો. (હા, લવાજમ ભરતી વખતે ‘લયસ્તરો.કોમ’ના સૌજન્યથી એવું લખવાનું ભૂલશો નહીં. પુસ્તકોના પાનાંઓમાં કેદ આપણી ભાષાના સુસજ્જ સંપાદક-મિત્રોને એ વાતની જાણ થવી જરૂરી છે કે ગુજરાતી ભાષા પુસ્તકના પાનાંનો ઉંબરો વળોટીને ક્યારનીય ગ્લોબલ-ગુજરાતી બની ગઈ છે!!)

મુંબઈથી છેલ્લા એકતાળીસ વર્ષોથી નિયમિતપણે પ્રગટ થતું ‘કવિતા’ એ આપણા કાવ્ય-સામયિકોમાં હાલની તારીખે મોખરાનું સ્થાન ધરાવે છે. એકતાળીસ વર્ષોની યાત્રા દરમિયાન આ દ્વિમાસિકે આજપર્યંત 245 મનભાવન અંકો કાવ્યરસિકોને પીરસ્યા છે. અગ્રગણ્ય કવિઓ અને નવોદિતોને કાળા-ધોળાના ભેદભાવ વિના એક જ પંગતમાં બેસાડતા આ સામયિકમાં ગીત-ગઝલ-સૉનેટ, મુક્ત સૉનેટ, ઊર્મિકાવ્ય, અછાંદસ, મુક્તક અને તમે નામ દઈ શકો એ તમામ પ્રકારના કાવ્ય-પ્રકાર કોઈ પણ છોછ રાખ્યા વિના અનવદ્યપણે પ્રગટ થાય છે. વિશ્વના શ્રેષ્ઠ કવિઓની શ્રેષ્ઠ કાવ્યકૃતિઓના ગુજરાતી અનુવાદ, ઉત્તમ કવિતાઓના અર્થગહન કાવ્યાસ્વાદ, દેશ-વિદેશના કવિઓના ફૉટોગ્રાફ્સ, કાવ્યસંગ્રહોનો ટૂંક-પરિચય પણ અહીં સામેલ છે. દરેક અંકનું મુખપૃષ્ઠ પોતે પણ એક કવિતાથી કંઈ કમ નથી હોતું !

“કવિતા” – દ્વિમાસિક
તંત્રી: શ્રી સુરેશ દલાલ, સહયોગી તંત્રી: શ્રી હિતેન આનંદપરા, મુખપૃષ્ઠ સજાવટ: શ્રી સંદીપ ભાટિયા.
લવાજમ : વાર્ષિક- દેશમાં 200/-રૂ., પરદેશમાં સી-મેલ 280/- રૂ., ઍરમેલ 425/- રૂ.
લવાજમ ‘સૌરાષ્ટ્ર ટ્રસ્ટ’ના નામે ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (‘લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)
સરનામું: સર્ક્યુલેશન મેનેજર, જન્મભૂમિ ભવન, જન્મભૂમિ માર્ગ, કોટ, પોસ્ટ બૉક્સ નં. 62, મુંબઈ-400001

17 Comments »

  1. Mansuri Taha said,

    August 3, 2008 @ 12:24 AM

    મને આનંદ છે કે હું પેહલાં જ કવિતાનું લવાજમ ભરી ચુક્યો છું.
    ખરેખર આ દરેક ગુજરાતીએ મંગાવવા જેવું દ્વિમાસિક છે.
    તેમં નવોદિતોને પણ પુરતી તક આપવામાં આવે છે.

  2. jayshree said,

    August 3, 2008 @ 1:03 AM

    ગુજરાતી ગઝલનો પ્રથમ પરિચય મને કોલેજની લાઇબ્રેરીમાં બેઠા બેઠા ‘કવિતા’ દ્રારા જ થયો.. અને પછી તો ત્રણ વર્ષનો ક્રમ રહ્યો હતો કે મોટાભાગનો ફુરસતનો સમય ‘કવિતા’ના જુના-નવા અંકો વાંચવામાં જતો…

    કાવ્ય-સામાયિકોને યાદ કરીને લયસ્તરો અમને કાવ્યોની વધુ નજીક લઇ જશે…

    આભાર કહું, મિત્ર ?

    મૈત્રીદિનની સૌ મિત્રોને મારા તરફથી પણ શુભેચ્છાઓ… !

  3. Pinki said,

    August 3, 2008 @ 4:11 AM

    સરસ માહિતી મળી રહેશે.

    thanks for sharing ………

    Happy friendship Day to all friends……….

  4. sujata said,

    August 3, 2008 @ 6:57 AM

    some reasons make relationship precious
    but only precious relationship are made wd no reasons………

  5. Pravin Shah said,

    August 3, 2008 @ 7:49 AM

    thank you for information

  6. pragnaju said,

    August 3, 2008 @ 8:48 AM

    સૂંદર માહિતી
    અમારા કુટૂબમા અને મિત્ર મંડળમા જો કોઈનું કાવ્ય “કવિતા”માં છપાય તો તેને ઍક સિધ્ધી ગણતા.!
    કોઈ નીચાસ્તરનું કાવ્ય હોય તો તે ટીકા અને ચર્ચાનો વિષય બનતો-પણ એક વાતનું ખાસ ધ્યાન રાખતા કે તે ગમે તે સંજોગમાં તે ચાલુ રહે.પોષાય તેને મફત વાંચવા ન આપતા અને તેમને પણ લવાજમ ભરવાનો આગ્રહ રાખતા.
    બાકી -અરસિકેષૂ કાવ્ય નીવેદનંં શિરસી મા લીખ, મા લીખ,મા લીખ ના જમાનામાં આવું દ્વિમાસિક ટક્યું તે પણ એક સિધ્ધી છે

  7. ડો.મહેશ રાવલ said,

    August 3, 2008 @ 12:51 PM

    શ્રી સુરેશ દલાલ એટલે ગુજરાતી ભાષા/સાહિત્યની હરતી-ફરતી,સ્વસ્થ અને સર્વમાન્ય યુનિવર્સીટી.
    કવિતા સામયિકમાં જે સાહિત્ય પીરસવામાં આવે છે એનું એક અલગ સ્ટાન્ડર્ડ હોય છે.
    આપણી ભાષાનાં સામયિકો ના પરિચયનાં સુંદર વિચાર બદલ લયસ્તરો ફરી એકવાર,અભિનંદનનું અધિકારી બન્યું છે
    મારી દ્રષ્ટીએ,ગુજરાતી સામયિકોમાં”કવિતા” ની જેમ ગુજરાતી બ્લોગ જગતમાં”લયસ્તરો”એ પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

  8. પંચમ શુક્લ said,

    August 3, 2008 @ 2:43 PM

    આ એક ઉત્તમ કામ હાથમાં લીધું છે. ખૂબ ખૂબ અભિન્ંદન.

    * બહુ વખત પહેલાં રીડગુજરાતી પર આ પ્રકારની એક સૂચિ આપવાનો પ્રયત્ન થયો હતો પણ હાલમાં એ પાનું પ્રાપ્ય હોય એવું લાગતું નથી.

    * લયસ્તરોનું આ ઉમદા કાર્ય અમુક સામયિકોને પરદેશના વાચકો માટે સરળ લવાજમ વ્યવસ્થા ઊભી કરતા કરશે એવી આશા છે.

  9. sunil shah said,

    August 4, 2008 @ 1:03 AM

    બહુ ઉપયોગી કામ તમે હાથ પર લીધું છે. મારા હાર્દીક અભીનંદન.

  10. Lata Hirani said,

    August 4, 2008 @ 1:26 AM

    આ સરસ કામ તમે કર્યું…. મારે ત્યાં તો આવે જ છે.. પણ જેમને નથી ખબર એમને લાભ થશે…
    અભિનંદન..

  11. સુરેશ જાની said,

    August 4, 2008 @ 2:18 PM

    સરસ માહીતી.
    આમ જ બીજાં સામાયીકોનો પરીચય પણ આપતા રહેજો.

  12. Naresh said,

    August 5, 2008 @ 10:21 PM

    Hello Sir,

    This is Naresh here from Singapore. Basically I’m from Rajkot. Just came to know about this web site and I’m interested to register my name. Could you please guide me how to register?

    Would like to let you know I too write Ghazals, so can I send my creativity?

    Hope to hear soon from your side

  13. વિવેક said,

    August 6, 2008 @ 2:18 AM

    પ્રિય નરેશભાઈ,

    ગુજરાતી કવિતાઓના ખજાના સમા લયસ્તરો.કોમ પર આપનું હાર્દિક સ્વાગત છે. આપ આપની કવિતાઓ અમને ઈ-મેઈલ દ્વારા મોકલાવી શકો છો:

    ધવલ શાહ: mgalib@gmail.com
    વિવેક ટેલર: dr_vivektailor@yahoo.com

  14. Hemantsharman said,

    March 24, 2020 @ 4:46 PM

    I am curious about Kavita magazine ,is it still there ?
    I sent subscription but it was returned back to me !
    If anybody has some information pl. Give me .
    My email is hemantsharman@gmail.com.
    Thanks ,Hemant Sharma .

  15. વિવેક said,

    March 26, 2020 @ 7:44 AM

    કવિતા સામયિક હજી પ્રગટ થાય છે. હું આપને ઇમેલમાં વિગત મોકલું.

    આભાર

  16. Soni Priyanka said,

    May 13, 2024 @ 9:24 PM

    કવિતા સામયિક હજી પ્રગટ થાય છ.? મને તેના વિશે માહિતી આપશો.

  17. વિવેક said,

    May 15, 2024 @ 4:07 PM

    @ Priyanka Soni:

    હા જી, કવિતા સામયિક હજી પણ પ્રગટ થાય છે. વિગતો ઉપર જણાવી એ જ છે, કેવળ લવાજમનો દર બદલાયો છે. હાલ વાર્ષિક લવાજમ ત્રણસો રૂપિયા છે અને એકથી વધુ વર્ષનું લવાજમ એકસાથે પણ ભરી શકાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment