અનિલ વિશેષ : ૦૭ : ગઝલ – શિકાગો લાઇફલાઇન (૦૧)
શાંતિ પછી તોફાનની વણજાર થઈ શકે,
ધોરી નસોમાં લોહીનો રણકાર થઈ શકે.
એવું નથી કે હાથમાં કરતાલ જોઈએ,
આ નેજવું પણ હાથનો શણગાર થઈ શકે.
દોસ્તો ગયા પછી જ મને એ ખબર પડી,
સાથે હતા જે એ બધા ફરાર થઈ શકે.
કોયલની લાશ સાચવી છે એવી આશથી,
આંબાના વૃક્ષમાં ફરી ટહુકાર થઈ શકે.
એવા ઘણાય હોય છે જે વાતવાતમાં,
પૂરી ગઝલ લખીને ઓમકાર થઈ શકે.
– અનિલ જોશી
પ્રમુખતઃ ગીતકાર અને નિબંધકાર અનિલ જોશીની ગઝલો શોધવા બેસીએ તો બે આંગળીના વેઢા પણ કદાચ વધારે થઈ પડે. પણ જેટલી ગઝલ મળે છે, એ બધી જાનદાર છે. કવિએ શિકાગો લાઇફલાઇન ઉપર ત્રણ ગઝલોનો નાનકડો સંપુટ આપ્યો છે. એમાંની આ પહેલી છે. પાંચ શેરની આ ગઝલ સમજૂતિની મહોતાજ નથી. એને એમ જ આસ્વાદીએ…
ગઝલ પોસ્ટ કરી દીધા બાદ છંદ તરફ ધ્યાન ગયું. ગઝલનો મુખ્ય સૂર ગાગાલગા લગા લલ ગાગાલગા લગા છંદ તરફનો છે, પણ કવિએ ઘણી બધી પંક્તિઓમાં ભૂલ કરી છે. રમેશ પારેખની જેમ અનિલ જોશી પણ વસ્તુતઃ ગીતકાર વધારે હોવાના કારણે ગઝલ પણ લયપ્રવાહમાં દોરાઈને લખતા હોવા જોઈએ, જેના કારણે આવી ક્ષતિઓ જન્મ લે. અન્ય ગઝલકારો પોતાના છંદદોષને છાવરવા માટે આવી રચનાઓનો ઉપયોગ ન કરે એ જ ગુજરાતી ગઝલના હિતમાં છે…
Varij Luhar said,
March 26, 2025 @ 12:43 PM
વાહ.. સરસ ગઝલ
સુનીલ શાહ said,
March 26, 2025 @ 1:02 PM
કયા બાત..
Aasifkhan Pathan said,
March 26, 2025 @ 1:10 PM
વાહ વાહ વાહ
DILIPKUMAR CHAVDA said,
March 26, 2025 @ 1:39 PM
ફરાર થઈ શકે…
જોરદાર
Vrajesh said,
March 26, 2025 @ 1:47 PM
કોયલ
કમલેશ જેઠવા said,
March 26, 2025 @ 2:36 PM
દોસ્તો ગયા પછી જ મને એ ખબર પડી…


Bharat Trivedi said,
March 26, 2025 @ 7:36 PM
ગઝલમાં ખાસ દમ નથી ને છંદમાં પણ (તમે કહ્યું તેમ ભૂલો છે ) છતાં ગઝલને વખાણનારા પણ કેટલા જોવા મળે છે ! કવિતાની બાબતમાં પણ એવું જ જોવા મળે છે !
Bhasker said,
March 30, 2025 @ 5:49 AM
છેલ્લા શેર વિષે કંઈ પ્રકાશ પાડશો. મને તો મભમ લાગે છે. કોઈ દુરાકૃષ્ટ સાર શોધવાનો પુરુષાર્થ કરો તો એનો લાભ આપજો.
Bhasker વખારિયા said,
March 30, 2025 @ 5:50 AM
છેલ્લા શેર વિષે કંઈ પ્રકાશ પાડશો. મને તો મભમ લાગે છે. કોઈ દુરાકૃષ્ટ સાર શોધવાનો પુરુષાર્થ કરો તો એનો લાભ આપજો.