એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનું દ્વાર છે.

આપણી બારી ઉઘાડી રાખીએ,
તો બધે અજવાસ પારાવાર છે.
હર્ષા દવે

તું ના આવે એ ચાલે? – વિવેક મનહર ટેલર

સરસ મજાના ઇન્દ્રધનુષી રંગ લગાવું ગાલે,
ફાગણિયાના ફાલે, રમીએ ભીનાંભીનાં વહાલે,
ને તું ના આવે એ ચાલે?

કેસૂડા તત્પર છે લઈને હાથ કલમ ને કિત્તા,
તું આવે તો ગીતો લખશે, ના આવે તો કિટ્ટા;
સજીધજીને તારા માટે ખડી છે સૃષ્ટિ આ, લે;
હૈયું નાચે ધ્રબાંગ તાલે, તારી ખોટ જ સાલે,
ને તું ના આવે એ ચાલે?

ઊભો છું સદીઓથી લઈને નજરોની પિચકારી,
દિલમાં ઊતરી અંદરથી છે રંગવાની તૈયારી;
અરમાનોની ટોળી જો ને, પૂરજોશમાં મ્હાલે,
આજ કરીએ જીવ-શિવ એક, કાલની વાતો કાલે,
ને તું ના આવે એ ચાલે?

– વિવેક મનહર ટેલર
(૧૦-૦૩-૨૦૨૦)

આમ લયસ્તરો પર હું સામાન્યરીતે મારી પોતાની રચનાઓ મૂકવાનું ટાળું છું, પણ ક્યારેક દલા તરવાડીની જેમ ‘લ્યોને બે ચાર’ કરીને કવિતા પોસ્ટ કરવાનું મન થઈ પણ જાય… વાંચો અને કહેજો કે આ ગુસ્તાખી કેવી લાગી…

41 Comments »

  1. ketan yajnik said,

    March 15, 2020 @ 1:12 AM

    carry on doctor
    tame na lakho te kem chale

  2. Vinod manek said,

    March 15, 2020 @ 1:16 AM

    Madhur fag geet,aa geet manya vagar na chale

  3. Vinod manek said,

    March 15, 2020 @ 1:17 AM

    Madhur fag geet,aa geet manya vagar na chale ,bahot khub, vivekbhai aavi mithi gustakhi manjoor chhe.

  4. Vinod manek said,

    March 15, 2020 @ 1:18 AM

    Madhur fag geet,aa geet manya vagar na chale ,bahot khub, vivekbhai aavi mithi gustakhi manjoor chhe.Tame to indradhanushi range rangi didha dear.

  5. Vinod manek said,

    March 15, 2020 @ 1:20 AM

    Madhur fag geet,aa geet manya vagar na chale ,bahot khub, vivekbhai aavi mithi gustakhi manjoor chhe.Tame to indradhanushi range rangi didha dear.Tu na aave e to sale.

  6. Vinod manek said,

    March 15, 2020 @ 1:21 AM

    Madhur fag geet,aa geet manya vagar na chale ,bahot khub, vivekbhai aavi mithi gustakhi manjoor chhe.Tame to indradhanushi range rangi didha dear.Tu na aave e to sale.,,,

  7. Vinod manek said,

    March 15, 2020 @ 1:22 AM

    Very nice and Madhur fag geet,aa geet manya vagar na chale ,bahot khub, vivekbhai aavi mithi gustakhi manjoor chhe.Tame to indradhanushi range rangi didha dear.Tu na aave e to sale.,,,

  8. Vinod manek said,

    March 15, 2020 @ 1:23 AM

    Dil ne rangi gai aa fag geetika,great sir

  9. Vinod manek said,

    March 15, 2020 @ 1:23 AM

    Dil ne rangi gai aa fag geetika,great sirતો

  10. maksudali93@gmail.com said,

    March 15, 2020 @ 4:04 AM

    તમે ના લખો તો ચાલે??

  11. Snehi parmar said,

    March 15, 2020 @ 6:38 AM

    ભાઈ
    આટલું દિલમાં ઉતરીને રંગવાની તૈયારી વાળું ગીત હોય તો લેવું જ જોઈએ. આવું ગીત લેવું જ જોઈયે. કવિ કોણ છે
    કવિ કોણ છે એ પણ ના જોવું જોઈએ

  12. Kajal kanjiya said,

    March 15, 2020 @ 6:40 AM

    વાહહહ ખૂબ સરસ પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરતું ગીત…અભિનંદન 💐

  13. વિહંગ વ્યાસ said,

    March 15, 2020 @ 6:45 AM

    સુંદર રચના

  14. Vimal Agravat said,

    March 15, 2020 @ 6:48 AM

    મજાનું ગીત વિવેકભાઇ🌷

  15. Rajul said,

    March 15, 2020 @ 6:48 AM

    સરસ મજાનું ગીત..

  16. Rachna PRASHANT Rachna MANHARBHAI tailor said,

    March 15, 2020 @ 6:55 AM

    Wah

  17. કિશોર બારોટ said,

    March 15, 2020 @ 6:56 AM

    આવું રંગો ઉમંગોભર્યું આમંત્રણ હોય તો મગદૂર છે પ્રિયા ના કહીં શકે?
    સુંદર ગીત
    અભિનંદન.

  18. દીપલ ઉપાધ્યાય said,

    March 15, 2020 @ 6:57 AM

    Sundar….

  19. Dr Sejal Desai said,

    March 15, 2020 @ 7:02 AM

    સરસ ગીત..‌.
    એને ના લો વેબસાઈટમાં એ કેમ ચાલે ?

  20. Harish soni said,

    March 15, 2020 @ 7:06 AM

    Dear vivek bhai…
    Gazal to aap sundar lakhoj chho paramtu
    Geeto pan ati sundar sahaj rite lakho chhoj teno aa.fag- song puravo che…Dhanyavad kavishri…

  21. Harish soni said,

    March 15, 2020 @ 7:17 AM

    Sundar fagun geet…Dhanyavad Kavi Shree…

  22. urvish vasavada said,

    March 15, 2020 @ 7:27 AM

    બહુ સરસ ગીત,લોકો તો પોતાના લખાણમાં ચાર માં થી ત્રણ વાર પોતાની રચનાઓ મૂકે છે ભાવકોને સારી રચનાથી વંચિત થોડા રખાય?

  23. Meena Chheda said,

    March 15, 2020 @ 7:29 AM

    ઇન્દ્રધનુષી રંગ જેવુું જ ગીત પણ મજાનું લાગ્યું. આવી ગુસ્તાખી થોડા થોડા સમયે કર રહેવાનું. અમને પણ મજા આવે.
    કેસૂડા તત્પર છે લઈને હાથ કલમ ને કિત્તા,… ખૂબ સરસ ક્લ્પના કરી છે… આખું ગીત મજાનું…

  24. Dilip Chavda said,

    March 15, 2020 @ 7:39 AM

    કેસૂડા તત્પર છે લઈને હાથ કલમ ને કિત્તા,
    તું આવે તો ગીતો લખશે, ના આવે તો કિટ્ટા;

    વાહ સર વાહ
    તમે તો કેસૂડાં ને જાણે રંગે ચડાવ્યો હોય એવું ભાસે છે અદભૂત ગીત મઝા પાડી જાય એવું 👌👌🌹🌹🌷🌷💞💞

  25. Harihar Shukla said,

    March 15, 2020 @ 9:03 AM

    સરસ મજાના ઇન્દ્રધનુષી રંગ લગાવું ગાલે
    …..
    ને તું ના આવે એ ચાલે?
    # સરસ સરસ ગીત.👌💐
    એક મૂંઝવણ વિવેકભાઈ:
    મુખડાની પહેલી પંક્તિમાં ગાલે રંગ લગાવો છો ને છેલ્લી પંક્તિમાં કહો છો કે તમે ના આવો તો ચાલે? એટલે કે તમે નથી આવ્યાં.
    તો રંગ કોના ગાલે એ પ્રશ્ન !👍💐

  26. અમી said,

    March 15, 2020 @ 9:15 AM

    મસ્ત ગીત

  27. ડૉ. મનોજ જોશી 'મન' (જામનગર) said,

    March 15, 2020 @ 9:49 AM

    આવા સુંદર ગીત – ગઝલો મુકતાં રહેજો.. ના મૂકો એ ના ચાલે !!

  28. Nehal said,

    March 15, 2020 @ 10:01 AM

    સુંદર મઝાનું ગીત .

  29. આરતી સોની said,

    March 15, 2020 @ 10:38 AM

    વાહ ખૂબ જ સરસ

  30. JAFFER KASSAM said,

    March 15, 2020 @ 10:47 AM

    ઊભો છું સદીઓથી લઈને નજરોની પિચકારી,
    દિલમાં ઊતરી અંદરથી છે રંગવાની તૈયારી;
    અરમાનોની ટોળી જો ને, પૂરજોશમાં મ્હાલે,
    આજ કરીએ જીવ-શિવ એક, કાલની વાતો કાલે,
    ને તું ના આવે એ ચાલે?

  31. JAFFER KASSAM said,

    March 15, 2020 @ 10:48 AM

    Tu na aavish taw hun tari vaat joise

  32. pragnajuvyas said,

    March 15, 2020 @ 11:26 AM

    સરસ ગીત… લય, ભાવ અને રજુઆત- બધું જ કાબિલે-દાદ છે.
    આપની વાત ‘હું સામાન્યરીતે મારી પોતાની રચનાઓ મૂકવાનું ટાળું છું,…’ના ઉતરમા પ્રતિભાવોનો વરસાદ વરસ્યો ! સામાન્ય સૂર ‘ સુંદર ગીત – મુકતાં રહેજો.. ના મૂકો એ ના ચાલે !’ મા અમારા મનની વાત આવી ગઈ.ગીત ફરી ફરી માણતા વિચાર આવ્યો કે આ ગીત તરન્નુમમા માણવાની મઝા ઔર !
    ‘હું સામાન્ય રીતે મારી પોતાની રચનાઓ મૂકવાનું ટાળું છું,…’ અંગે વિચાર વમળમા…આ પ્રશ્ન વાંચકના મન ઝકઝોરવાનો પ્રયત્ન છે મગજમાં પ્રશ્નનું રોપણે વિચારના અંકુર ફુટતા…સામાન્ય રીતે
    કાળ જારણમ્ સ્નેહ સાધનમ્ કટુક વર્જનમ્ ગુણ નિવેદનમ્
    જીવન પરિવર્તનશીલ છે જ.તેને ગુણાત્મક પરિવર્તન કરવાનું છે.
    વાતે પ્રશ્ન થાય કે પોતાના ગુણ નિવેદન કરવું કે કેમ ?
    પ્રશ્ને કાઊન્સેલરની પોતાની દ્વિધા તો રહેશે જ. કાઊન્સેલર બનવા તમારા-મારા જેવા જ – જેઓએ જીવનની ખુશી-તકલીફોનો સામનો કરી લીધો છે, એમાંથી શીખ પણ મેળવી છે એવા જ આવશે. અને વધુ તો તેઓનું કાઊન્સેલીંગ આવનારા લોકો જ કરશે. પુછાયેલા પ્રશ્નનો જવાબ આપવાની જવાબદારી આવશે ત્યારે તે પોતેજ પોતાની દ્વિધાઓમાંથી માર્ગ કરશે.અમે આ અગે સંત વિનોબાજીનો વિચાર જાણ્યો ત્યારે આ પ્રશ્નનો ઉતર મળ્યો કે પોતાના ગુણ પણ નિવેદન કરવું. આ ગુસ્તાખી નથી જ નથી.
    ‘અરમાનોની ટોળી જો ને, પૂરજોશમાં મ્હાલે,..’?’ વાતે મુકેશે ગાયલું ગીત યાદ
    મહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો,
    ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે.

  33. Mehul A. Bhatt said,

    March 15, 2020 @ 2:41 PM

    વાહ, ખૂબ સુંદર

  34. Bharat Bhatt said,

    March 15, 2020 @ 6:00 PM

    બહુજ સુંદર કાવ્ય , આવી સુંદર રચના વાંચકો સમક્ષ રજુ કરવા બદલ આભાર વિવેકભાઈ. તબીબના ઓપેરશનની જેમ કયારેક શબ્દોના ટાંકા લઇ કવિતાને બેઠી કરો.

  35. Makarand Musale said,

    March 15, 2020 @ 9:38 PM

    સરસ મજાનું ગીત
    તમારા ‘ દલા તરવાડી ‘ નો આભાર કે સમયસર જાગ્યો.
    અભિનંદન

  36. Rina said,

    March 16, 2020 @ 3:03 AM

    Waahhh…. મસ્ત

  37. Raksha Shukla said,

    March 16, 2020 @ 8:45 AM

    વાહ જી ..સુંદર રચના…

  38. RISHABH MEHTA said,

    March 16, 2020 @ 8:08 PM

    ખૂબ જ સરસ ગીત રચના .હોળીના રોમાંચક રંગોમાં ઝબોળીને બોલચાલની બાનીમાં ,કવિ ! આપે સૌને ગમી જાય એવું ,સૌના હૈયાને તરબતર કરી દે એવું પ્રણય માધુર્ય આ ગીતના માધ્યમથી પ્રગટાવ્યું છે . અમારી વાત , અમારે બદલે , અમારાયહી ય વધુ સારી રીતે વહેતી મુકવા બદલ
    આપનો ખુબ ખુબ આભાર .

    ….અને છેલ્લે એક અગત્યની વાત . આપણા ઘરમાં આપણા મહેમાનોની સાથે આપણે પોતે પણ ક્યારેક તો રહીએ કે નૈં ?!

  39. RISHABH MEHTA said,

    March 16, 2020 @ 8:09 PM

    ખૂબ જ સરસ ગીત રચના .હોળીના રોમાંચક રંગોમાં ઝબોળીને બોલચાલની બાનીમાં ,કવિ ! આપે સૌને ગમી જાય એવું ,સૌના હૈયાને તરબતર કરી દે એવું પ્રણય માધુર્ય આ ગીતના માધ્યમથી પ્રગટાવ્યું છે . અમારી વાત , અમારે બદલે , અમારાથી ય વધુ સારી રીતે વહેતી મુકવા બદલ
    આપનો ખુબ ખુબ આભાર .

    ….અને છેલ્લે એક અગત્યની વાત . આપણા ઘરમાં આપણા મહેમાનોની સાથે આપણે પોતે પણ ક્યારેક તો રહીએ કે નૈં ?!

  40. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    April 4, 2020 @ 2:56 AM

    સરસ ફાગણ ગીત,મઝા આવી ગઈ…..

  41. વિવેક said,

    April 4, 2020 @ 8:52 AM

    સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભાર….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment