ગમે છે – અરુણ દેશાણી
મખમલ જેવી રાત ગમે છે,
તું સપનામાં આવ, ગમે છે.
ઢળતી સાંજે હળવે હળવે-
હાથોમાં લે હાથ, ગમે છે.
આવ ન આવે, તારી મરજી,
તારી જોવી વાટ ગમે છે.
કેટકેટલા ગમતા ચહેરા,
પણ સૌમાં તું ખાસ ગમે છે.
હું પણ ક્યાં એ જાણું છું કે-
તું જ મને શું કામ ગમે છે!
એકબીજાને વળગી જઈને
વરસે એ વરસાદ ગમે છે.
– અરુણ દેશાણી
સરળ ભાષામાં સુંદર ગઝલ… ભાષાના કોઈપણ પ્રકારના બાહ્યાડંબર વિના પણ સારી કવિતા કઈ રીતે થઈ શકે એ સમજવું હોય તો આ ગઝલ પણ ખપમાં આવે એવી છે. નાની બહર, સરળ આકારાંત કાફિયા, ગમ્યા વિના ન રહે એવી ‘ગમે છે’ રદીફ અને સર્વપ્રિય પ્રણયરસનો વિષય ધરાવતી આ ગઝલ વાંચતાવેંત દિલને સ્પર્શી જાય એવી છે.
Mayank Oza said,
April 3, 2025 @ 12:23 PM
વાહ . . વાહ . . બહુજ સરસ





વ્રજેશ મિસ્ત્રી said,
April 3, 2025 @ 12:24 PM
સરળ અને લોકભોગ્ય
મયંક ઓઝા said,
April 3, 2025 @ 12:25 PM
વાહ. . બહુજ સરસ . .


અસ્મિતા શાહ said,
April 3, 2025 @ 12:32 PM
વાહ અને વાહ….ગમ્મત પડી જાય એવી
Sejal Desai said,
April 3, 2025 @ 12:37 PM
વાહ..ગમી ગઈ ગઝલ
HARIN VADODARIA VADODARIA said,
April 3, 2025 @ 12:52 PM
સરસ અને સચોટ!
DILIPKUMAR CHAVDA said,
April 3, 2025 @ 1:05 PM
શિરાની જેમ ઉતરી જાય એવા દરેક શેર છે વાહ ભાઈ વાહ
Varij Luhar said,
April 3, 2025 @ 1:12 PM
વાહ સરસ ગઝલ
કમલેશ જેઠવા said,
April 3, 2025 @ 1:35 PM
વાહ….
Dr. Bhuma Vashi said,
April 3, 2025 @ 2:15 PM
Beautiful.. ગમી.
Sharmistha said,
April 3, 2025 @ 3:02 PM
સરસ..ગમે છે
શિલ્પી બુરેઠા said,
April 3, 2025 @ 3:24 PM
વાહ. ખૂબ જ સરસ
Shailesh Gadhavi said,
April 3, 2025 @ 3:26 PM
વાહ
Dipesh Parmar said,
April 3, 2025 @ 3:41 PM
ખૂબ સરસ
સરળ શબ્દોમાં સુંદર રજૂઆત
Kishor Ahya said,
April 3, 2025 @ 5:29 PM
ભાવનગરના અરુણ દેશાણીની અન્ય ત્રણ રચનાઓ બ્લોગ પર છે બધી ગઝલ ખૂબ સુંદર છે કવિ શ્રી જુલાઈ 2012 માં દેહ મુકત થઈ ગયા પણ આજની ગઝલ વાચતા તેઓ ‘ગમે છે,’ કાવ્ય જેવું ખૂબ સરસ જીવન જીવી ગયા હશે તેમ જરૂરથી કહી શકાય. કવિને હદયપૂર્વક શ્રધાંજલિ.

રીતા ત્રિવેદી said,
April 4, 2025 @ 5:12 AM
ખૂબ સરસ
અમિત ટેલર said,
April 4, 2025 @ 8:44 AM
ખૂબ સરસ ભાવો રજૂ કરે છે ગઝલ
Girish popat guman said,
April 4, 2025 @ 10:57 AM
Wah, khub saras gazal
Pravin Shah said,
April 4, 2025 @ 6:28 PM
Khub saras !
Harihar Shukla said,
April 5, 2025 @ 6:11 PM
દરેકને ગમી જાય એવી ગઝલ