(એ ક્ષણ પછી) – અર્પણ ક્રિસ્ટી
મેં સહજ મૂક્યો ભરોસો પણ પછી,
પીઠ પાછળ જઈ ઊભો એ જણ પછી.
લોક મોટાભાગના મૃગજળ સમા,
એટલે હું થઈ ગયો’તો રણ પછી.
ઊડતાં તારા સ્મરણ તારા પછી,
જેમ ઊડતી ધૂળ, ગુજરે ધણ પછી.
છે શરત, પ્હેલાં સ્વીકારો પિંજરું,
આપવા તૈયાર છે એ ચણ પછી!
આંગળીઓ સાચવી મૂકી દીધી,
મેં તને સ્પર્શી હતી એ ક્ષણ પછી.
– અર્પણ ક્રિસ્ટી
કેવી સ-રસ ગઝલ! પાંચેય શેર મનનીય…
Sandip Pujara said,
May 28, 2021 @ 2:53 AM
વાહ …. ખુબ સરસ …
pragnajuvyas said,
May 28, 2021 @ 9:30 AM
આંગળીઓ સાચવી મૂકી દીધી,
મેં તને સ્પર્શી હતી એ ક્ષણ પછી.
અર્પણ ક્રિસ્ટીની સુંદર ગઝલના બધા સ રસ શેરોમા આ શેર વધુ ગમ્યો
Sureshkumar Vithalani said,
May 28, 2021 @ 7:07 PM
બહુ જ સુંદર. અભિનંદન. કવિ શ્રીને અને આપને.
Harihar Shukla said,
May 28, 2021 @ 10:30 PM
પછી રદીફ બધા જ શેરમાં અદભૂત રીતે ગુંથ્યો છે કવિએ 👌
હરીશ દાસાણી said,
May 28, 2021 @ 11:43 PM
અત્યંત સુંદર ગઝલ
અતુલ નડિયાપરા said,
January 1, 2023 @ 9:39 PM
ઊડતાં તારા સ્મરણ તારા પછી,
જેમ ઊડતી ધૂળ, ગુજરે ધણ પછી
ખુબ જ સરસ મજાની ગઝલ