મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?
આંતરેલા જીવની આપો વિગત !
ચિનુ મોદી ‘ઈર્શાદ’

આવકાર સપ્તાહ: ૦૨ : પ્રણયોત્સવ-૦૧ – પારસ પટેલ

નજર સૌ મંડાય છે તારા ઉપર,
શક બધાને છે ફકત મારા ઉપર.

તેં કર્યું ઘાયલ હૃદય મારું પછી,
સો સવાલોના થયા ઘા; ઘા ઉપર.

આ મહાભારત મને જામ્યું નહીં,
ભાઈ મારો ઘા કરે મારા ઉપર?

આ વખત સોગંદ તેં ખાધા નથી,
આ વખત વિશ્વાસ છે તારા ઉપર.

હાથ મારો કોઈએ પકડ્યો હતો,
છે હવે આરોપ અંધારા ઉપર.

– પારસ પટેલ

લયસ્તરો પર આજે કવિ શ્રી પારસ પટેલની એક ગઝલ સાથે એમના સંગ્રહને આવકારીએ…

સરળ ભાષામાં સરસ રચના થઈ છે. પાંચેય શેર મજાના થયા છે. હા, નજર (લગા) શબ્દને કવિએ નજ્ર (ગાલ) તરીકે પ્રયોજ્યો છે એ સહેજ ખટકે છે. બહુ મોટા ગજાના ગઝલકારોએ છંદ જાળવવા શબ્દના સાહજિક ઉચ્ચારણને આ રીતે બદલ્યા હોવાના એકાધિક દાખલા ઉપલબ્ધ છે, પણ આ પ્રકારની કર્ણકટુતાથી બચી શકાય તો ઉત્તમ.

8 Comments »

  1. Neha Purohit said,

    March 10, 2026 @ 12:17 PM

    સરસ કૃતિ.

  2. Yogesh Samani said,

    March 10, 2026 @ 12:27 PM

    અફલાતૂન ગઝલ 👌
    નજરની જગ્યાએ દૃષ્ટિ લઈ શક્યા હોત…

  3. અગન રાજ્યગુરુ said,

    March 10, 2026 @ 12:31 PM

    વાહ…

  4. વિવેક said,

    March 10, 2026 @ 7:45 PM

    @યોગેશ સામાણી:

    સાચી વાત છે… નજરની જગ્યાએ દૃષ્ટિ શબ્દ વાપરીને છંદદોષથી બચી શકાયું હોત.

  5. Kishor Ahya said,

    March 10, 2026 @ 9:25 PM

    પ્રેમ થવો એ છે જીવનનું સદભાગ્ય! કવિ પ્રેમમાં પડી કોઈ તકરારની વાત ગઝલમાં કરે છે. શ્રી પારસ પટેલના કાવ્ય સંગ્રહ ‘પ્રણયોત્સવ’ નું સ્વાગત છે…..

    🌹🌹🌹🌹

  6. Vrajesh Mistri said,

    March 12, 2026 @ 11:23 AM

    Wah.. અંધારા.. અને સોગંધ

  7. Poonam said,

    March 16, 2026 @ 2:17 PM

    …છે હવે આરોપ અંધારા ઉપર.
    – પારસ પટેલ – 👍🏻

  8. Dr Sejal Bhvesh Desai said,

    March 16, 2026 @ 4:15 PM

    વાહ ..સોગંદ 👌👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment