ખિસ્સામાં લાગણી લઈ ફરશો બજારમાં
સિક્કા તો એનાં એ જ છે ચલણો નવાં નવાં
– હરિશ્ચંદ્ર જોશી

(સ્વીકારનામાં) – ડૉ. માર્ગી દોશી

ગમા-અણગમાના મૂક્યા સૌ ઉધામા,
ભણાવી દીધાં મનને સ્વીકારનામાં.

હશે ક્યાંક મારામાં ઓછાપણું પણ,
હવે કોશિશો માંગી રહી છે વિસામા.

નવી રીત શોધી છે હળવા થવાની,
લખી દઉં છું કોઈને કાગળ નનામા!

હતાં બે‘ક સ્વપ્નો ને ગમતા પ્રસંગો,
મૂકીને ગયા તેઓ પણ રાજીનામાં.

સફળ પ્રેમને એ નજરથી જુએ સૌ,
કર્યાં હોય જાણે ગજબ કારનામા.

વિચારું તને ને ઉપાડું કલમને,
પછી રોકવાના પ્રયાસો નકામા.

એ બે જણને પોતાના ના હોય પ્રશ્નો
ત્રીજાની જ વાતે ચડે સામસામા.

ભલેને છૂપાવે ગુના એ જગતથી,
અરીસા ઉપર રહી જવાનાં ચકામાં.

– ડૉ. માર્ગી દોશી

વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ. એક તો હમરદીફ-હમકાફિયા ગઝલ છે અને બીજું, બહેર પણ લાંબી નહીં, મધ્યમ છે. એટલે ઓછી જગ્યામાં કાફિયા નિભાવીને શેરિયત સર્જવામાં કવિકસોટી તો થવાની જ. સદનસીબે કવયિત્રી આમાં સાંગોપાંગ પાર ઉતર્યાં છે અને આપણને એક અચ્છી ગઝલ મળી. કોઈ શેરને અલગથી સમજાવવાની આવશ્યક્તા નથી, પણ દરેક શેર ફરી ફરીને વાંચીએ તો મજા પણ ફરી ફરીને વધતી જશે એ નક્કી.

26 Comments »

  1. Manoj Shukla said,

    April 9, 2026 @ 10:52 AM

    વાહ, ખરેખર સુંદર રચના 👌

  2. Varij Luhar said,

    April 9, 2026 @ 11:41 AM

    વાહ સરસ ગઝલ

  3. Amita Doshi said,

    April 9, 2026 @ 12:04 PM

    દિલને સ્પર્શી જાય તેવી ગઝલ…

  4. Amita Doshi said,

    April 9, 2026 @ 12:04 PM

    દિલને સ્પર્શી જાય તેવી ગઝલ…
    ખૂબજ સુંદર રચના

  5. Dr Sejal Bhvesh Desai said,

    April 9, 2026 @ 12:10 PM

    સુંદર ગઝલ
    કવિયિત્રીને અભિનંદન

  6. R.B. RATHOD said,

    April 9, 2026 @ 12:29 PM

    વાહ 💐

    ખૂબ સરસ ગઝલ

  7. Meena Parekh said,

    April 9, 2026 @ 1:00 PM

    વાહ ખૂબ સરસ

  8. અગન રાજ્યગુરુ said,

    April 9, 2026 @ 1:09 PM

    વાહ… સુંદર ગઝલ

  9. DILIP DHOLAKIYA SHYAM said,

    April 9, 2026 @ 1:19 PM

    માનવીય જીવનની ગમા, અણગમા અને ભીતરી પ્રતિક્રિયાઓને કવયિત્રી દ્વારા ગઝલમાં સુપેરે દર્શાવેલ છે. સારી રચના..અભિનંદન..🌹🌹

  10. Vrajesh said,

    April 9, 2026 @ 2:17 PM

    Wah… ચકામા

  11. Anonymous said,

    April 9, 2026 @ 3:05 PM

    ખૂબ સરસ ગઝલ અભિનંદન કવયિત્રી ને અને વિવેકભાઈને પણ નવી રચનાને આવકારી ઉત્સાહવર્ધન માટે
    માર્ગી બેનની કલમ સશક્ત અને ધારદાર છે ખૂબ ઉમદા ગઝલ માટે પુનઃ અભિનંદન

  12. Kishor Ahya said,

    April 9, 2026 @ 3:08 PM

    “હતાં બે‘ક સ્વપ્નો ને ગમતા પ્રસંગો,
    મૂકીને ગયા તેઓ પણ રાજીનામાં”

    “સફળ પ્રેમને એ નજરથી જુએ સૌ,
    કર્યાં હોય જાણે ગજબ કારનામા”

    વાહ !બધા શેર ફરી ફરી વાંચવા ગમે તેવા મજાના થયા છે. કવિ શ્રી ડૉ. માર્ગી દોશીને સરસ રચના માટે અભિનંદન.

    🌹🌹🌹🌹

  13. Yogesh Samani said,

    April 9, 2026 @ 3:29 PM

    👌વાહ વાહ ને વાહ. લાજવાબ ગઝલ. બધા શેર ઉત્તમ.

  14. Dr Margi Doshi said,

    April 9, 2026 @ 4:07 PM

    ખૂબ આભાર વિવેકભાઈ 💐💐
    તથા ગઝલ વાંચનાર અને બિરદાવનાર દરેકની આભારી છું 🙏

  15. kantilal babulal sopariwala said,

    April 9, 2026 @ 6:24 PM

    ડો માર્ગી દોશી ને સાદર
    ભલે ને આઇનો સાચવી રાખે એ ચકામા
    ગયા પછી એ પણ થઈ જવાના નક્કામા
    કે બી સોપારીવાલા

  16. Arvind Bhatt said,

    April 9, 2026 @ 7:11 PM

    સરસ રચના.

  17. shailesh gadhavi said,

    April 9, 2026 @ 7:36 PM

    સાદ્યંત સરસ રચના

  18. Abhijit Shukla said,

    April 10, 2026 @ 9:48 AM

    સરસ ગઝલ. અભિનંદન

  19. Kishor Barot said,

    April 10, 2026 @ 11:16 AM

    ઉમદા ગઝલ 👌

  20. Swati Naik said,

    April 10, 2026 @ 1:13 PM

    Saras

  21. જયેશ ભટ્ટ said,

    April 10, 2026 @ 1:44 PM

    વાહ,સરસ રચના

  22. ramesh maru said,

    April 11, 2026 @ 12:16 PM

    વાહ 👌🏻

  23. Riyaz Langda said,

    April 14, 2026 @ 1:52 PM

    ખૂબ સરસ ગઝલ..👌

  24. ડૉ. માર્ગી દોશી said,

    April 14, 2026 @ 8:49 PM

    આપ સૌનાં સ્નેહ બદલ ખૂબ ખૂબ આભાર 🙏

  25. Hitaishi Shah said,

    April 20, 2026 @ 5:28 AM

    એકદમ સરળતા થી જાણે મન ની વાત કહી દીધી. વાહ!

  26. Pravin Shah said,

    April 23, 2026 @ 5:32 PM

    khub sundar gazal..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment