(અશ્ક તક જાયેં) – નયન દેસાઈ
આઁખ સે હો કે અશ્ક તક જાયેં
ગમ ને સોચા, ચલો, બહક જાયેં
દૌડને કો તો સબ હી દૌડ પડે
ઔર યે ડર ભી થા, ન થક જાયેં
સુબ્હ હોતે હી તૂટ જાતે હેં
કાશ યે ખ્વાબ, રાત તક જાયેં
ઇન હવાઓં મેં યાદ હૈ ઉનકી
ઇન કો છુકર ચલો, મહક જાયે
– નયન દેસાઈ
નયનભાઈના કહેવા મુજબ તેઓ મૂળે તો ઉર્દૂના જ કવિ હતા, પણ પછી ગુજરાતીમાં આવ્યા. ઉર્દૂ ગઝલના પ્રેમવશ એમણે શરૂમાં ‘જફર વાલોડી’ તખલ્લુસ પણ રાખ્યું હતું અને આ પ્રેમને ખાતર જ તેઓ ખાસ ઉર્દૂ શીખ્યા પણ હતા. ૧૯૯૩માં એમનો એકમાત્ર ઉર્દૂ ગઝલસંગ્રહ ‘ધૂપ કા સાયા’ પ્રગટ થયો હતો, જેને ઉર્દૂ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. ભાષા ગુજરાતી હોય કે પછી ઉર્દૂ, નયન દેસાઈ છૂપ્યા છૂપાતા નથી. સંગ્રહમાંથી એક ગઝલ આજે લયસ્તરોના ભાવકો માટે…


Varij Luhar said,
December 18, 2025 @ 11:38 AM
Badhiya gazal
gaurang thaker said,
December 18, 2025 @ 12:12 PM
વાહ વાહ ..
Aasifkhan Pathan said,
December 18, 2025 @ 12:57 PM
વાહ વાહ સરસ ગઝલ
Dr. Vrajlal Savaliya said,
December 18, 2025 @ 1:59 PM
વાહ વાહ ખુબ સરસ ગઝલ
Shailesh Gadhavi said,
December 18, 2025 @ 4:06 PM
વાહ વાહ
Kishor Ahya said,
December 18, 2025 @ 6:05 PM
फिर याद बहुत आएगी ज़ुल्फ़ों की घनी शाम
जब धूप में साया कोई सर पर न मिलेगा ।
बशीर बद्र
પ્રિયતમ ની યાદ પ્રેમીને પાગલ બનાવી દે છે, જ્યારે આંખમાંથી ઈશ્ક છલકાવા માંડે છે! આવો અહેસાસ જ્યારે નાયકને થાય છે ત્યારે હૃદયમાં છુપાયેલા ગમ પણ નાચી ઊઠે છે , જાણે કહેતા ન હોય….
अब बहक जाते हैं हर कदम, ग़म भूलनेके लिये….
कितने ही फासले क्यों न हो.. करेंगे पार , तुम्हे पाने के लिये..!!
કવિ શ્રી નયન દેસાઈ ની (અશ્ક તક જાયેં) – ગઝલ ઉર્દૂમાં લખાયેલ છે પણ ઉર્દુભાષાના એવા શબ્દો જેના રોજિંદા ઉપયોગને કારણે તે હિન્દીભાષાના શબ્દો જેવા બની ગયા છે ,તેનો ગઝલમાં ઉપયોગ થયો છે, તેથી ગઝલ સમજવી ખૂબ આસાન થઈ ગઈ છે.
કહે છે..
સુબ્હ હોતે હી તૂટ જાતે હેં
કાશ યે ખ્વાબ, રાત તક જાયેં.
ઘણા સ્વપ્નો એવા મીઠા હોય છે કે આંખ ખોલતા જ અફસોસ થાય છે! કવિ કહે છે આ સ્વપ્ન રાત સુધી ચાલ્યું હોય તો!
કવિ કહે છે , હવા સાથે પ્રિયતમની યાદ જોડાયેલી છે. હવાને સ્પર્શ કરો, સુગંધ ઊઠશે!
ખૂબ ખુશ્બુ મિજાજમાં લખાયેલી કવિ શ્રી નયન દેસાઈની ગઝલ માણવાની મજા આવી.
શ્રી વિવેકભાઈ એ સરસ જાણકારી આપી.ગઝલકાર થવા કવિએ ઉર્દૂ ભાષા શીખી અને ઉર્દૂમાં ગઝલ સંગ્રહ પણ પ્રકાશિત કર્યો. વાહ! કવિ વાહ!
🌹🌹🌹🌹
Jigisha Desai said,
December 19, 2025 @ 7:40 AM
Vahhh
વિવેક said,
December 19, 2025 @ 10:57 AM
સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર
Vinorai said,
December 20, 2025 @ 9:56 AM
ખુબ સુંદર ગઝલ ખુબ ગમી નયનભાઈ અભિનંદન
Vinorai said,
December 20, 2025 @ 9:59 AM
એક એક શેર સુક્ષ્મ અને હાર્ટ ટચિંગ ખૂબ અભિનંદન ત્રણ ચાર વાંચી
જયેશ ધારિયા said,
December 20, 2025 @ 2:37 PM
ખૂબ સુંદર ગઝલ આહા..
“ગમ ને સોચા, ચલો, બહક જાયેં”… આફરીન
જયેશ ધારિયા said,
December 20, 2025 @ 2:38 PM
ખૂબ સુંદર ગઝલ આહા…
“ગમ ને સોચા, ચલો, બહક જાયેં”… આફરીન
વ્રજેશ said,
December 20, 2025 @ 9:20 PM
આહા… આ વાત તો ખબર જ નહોતી!