(જીવ્યા કરવાનું) – આર. બી. રાઠોડ
એકનું એક લગાતાર જીવ્યા કરવાનું.
બીજું શું હોય નવું યાર, જીવ્યા કરવાનું,
ઝીણું ઝરમર કે મુશળધાર જીવ્યા કરવાનું,
જીવવું એ જ છે પડકાર, જીવ્યા કરવાનું.
રોજ ખીલે છે, ખરે છે એ ફૂલોને જોઈ,
સાવ છોડીને અહંકાર જીવ્યા કરવાનું.
જિંદગી છે તો શરૂઆત ગમે ત્યાંથી થશે,
જિંદગીને જ કરી પ્યાર જીવ્યા કરવાનું,
આખરે કોણ નડ્યું, કેમ નડ્યું, છોડ બધું,
સાચવી સહેજ સદાચાર જીવ્યા કરવાનું.
– આર. બી. રાઠોડ
એક તો આ છંદ પરત્વે ગુજરાતી ગઝલકારોનું વલણ પહેલેથી જ સહેજ ઓરમાયું ને ઉપરથી ‘જીવ્યા કરવાનું’ જેવી અનૂઠી રદીફનો પડકાર ઝીલી ચુસ્ત કાફિયા વડે રચાયેલ દુરસ્ત ગઝલ– એટલે મારે તો પહેલી નજરના પ્રેમમાં પડવા જેવું થયું. ગઝલના પાંચેય શેર સંતર્પક થયા છે.


પૂજ્ય બાપુ said,
November 28, 2025 @ 11:27 AM
વાહ… આખી ગઝલ મજાની…
ત્રીજો શેર તો સવાશેર જેવો થયો છે. કવિને ખૂબ ખૂબ અભિનંદન…
કિશોર બારોટ said,
November 28, 2025 @ 11:31 AM
સારી ગઝલ. 👌
RB RATHOD said,
November 28, 2025 @ 11:33 AM
આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ 🌷
Mayank Oza said,
November 28, 2025 @ 11:36 AM
વાહ વાહ બહુજ સરસ 🌹🌹🌹
DM SISODIYA said,
November 28, 2025 @ 11:40 AM
વાહ!!!… બસ જીવ્યા કરવાનું.
Varij Luhar said,
November 28, 2025 @ 12:29 PM
વાહ સરસ ગઝલ
કમલ પાલનપુરી said,
November 28, 2025 @ 12:57 PM
વાહ
ગમતા કવિની સ-રસ રચના
Narendra jagtap..prit palanpuri said,
November 28, 2025 @ 1:02 PM
વાહ્…મિત્ર….સાવ છોડીને અહંકાર….
ખરેખર સરસ ….
Sagar Suthar said,
November 28, 2025 @ 1:37 PM
વાહહહ યાર.. ખૂબ જ સુંદર
રાહુલ તુરી said,
November 28, 2025 @ 2:00 PM
વાહ… સરસ કામ થયું છે.. આનંદ
ભાસ્કર said,
November 28, 2025 @ 2:16 PM
ઉર્દૂ અને હિંદી ગઝલનો આ લાડકો છંદ.
જે ગાલગા થી શીખે તેને પલ્લે પડતા વાર લાગે. જે ફાઈલાતૂન્ થી શીખે તેને આસાન પડે.
વિવેક said,
November 28, 2025 @ 5:54 PM
@ભાસ્કરભાઈ:
ગાલગા હોય કે ફાઈલાતૂન – બધું ‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં’ જેવું જ નહીં? હું ગાલગાથી જ શીખ્યો, પણ મને આ છંદમાં કોઈ તકલીફ પડી નથી… બાકી, ફાઈલાતૂનથી શા માટે આસાન પડે એ તો આપ સમજાવો તો જ ખ્યાલ આવે.
પ્રતિભાવ પાઠવવા બદલ આભારી છું.
Aarti Antrolia said,
November 28, 2025 @ 2:34 PM
જીવવું એ જ છે પડકાર જીવ્યા કરવાનું….વાહ!
Anjana bhavsar said,
November 28, 2025 @ 4:20 PM
સરસ ગઝલ..
અંકુર ત્રિવેદી said,
November 28, 2025 @ 8:19 PM
ખૂબ સરસ, કવિ. ✨💫
Vinorai said,
November 28, 2025 @ 8:45 PM
💐
જયેશ ભટ્ટ said,
November 29, 2025 @ 11:19 AM
સરસ ગઝલ અને આપશ્રીની નોંધ પણ વાહ
વ્રજેશ said,
November 29, 2025 @ 12:58 PM
સરસ રચના
નલિન રાઠોડ said,
November 30, 2025 @ 3:44 PM
અફલાતૂન….સાદા સરળ શબ્દોમાં ઘણું બધું
Poonam said,
January 3, 2026 @ 2:03 PM
જિંદગી છે તો શરૂઆત ગમે ત્યાંથી થશે,
જિંદગીને જ કરી પ્યાર જીવ્યા કરવાનું, Ji Haa..
– આર. બી. રાઠોડ –