તારે ભરોસે છે બધું – જગદીપ નાણાવટી
ટેરવાં, તારે ભરોસે છે બધું,
શ્રી સવા, તારે ભરોસે છે બધું.
પાંખમાં એકાદ પણ પીંછું નથી,
એ હવા, તારે ભરોસે છે બધું.
દીપચંદી, દાદરા, જપતાલ ક્યાં?
કહેરવા, તારે ભરોસે છે બધું.
રણ બન્યો દરિયો, હલેસા ઝાંઝવા;
ખારવા, તારે ભરોસે છે બધું.
બદદુઆનો દૌર ચાલે છે હજી
બસ દવા, તારે ભરોસે છે બધું.
– જગદીપ નાણાવટી
નાની બહેરની ગઝલમાં લાંબી રદીફ રાખીને કામ કરવું એ દોરી પર ચાલવા જેવું કપરું કામ છે. અહીં ‘તારે ભરોસે છે બધું’ રદીફ મિસરાની મોટાભાગની જગ્યા રોકી લેતી હોવાના કારણે કાફિયા માટે કવિને કેવળ પાંચ માત્રા –ગાલગા- જેટલો જ અવકાશ બચે છે, ને એમાંય કવિ મુક્ત કાફિયાની મોકળાશ ત્યજીને ચુસ્ત કાફિયા ઉપર પોતાની પસંદગી ઉતારે એટલે કામ વધુ કઠીન બને. આટલું ઓછું હોય એમ તારે ભરોસે છે બધું જેવી રદીફને તંતોતંત નિભાવી બતાવવાનો પડકાર… અને એ પછી આપણને આટલી સરસ ગઝલ સાંપડે એટલે આપણે તો એક જ વાત કહેવી પડે- ભઈ વાહ!


Pragna vashi said,
August 14, 2025 @ 8:31 AM
Khub saras rachna
Waaaaah
Prakash Vohra said,
August 14, 2025 @ 8:34 AM
ડો. જગદીપ નાણાવટી ની ગઝલ ઉપર હથોટી બેસી ગઈ છે.
Mita mewada said,
August 14, 2025 @ 9:00 AM
ભઈ વાહ
Shabnam khoja said,
August 14, 2025 @ 9:02 AM
Wah 💐💐👌🏻
Vijay joshi said,
August 14, 2025 @ 9:21 AM
ખૂબ ખૂબ સરસ મજાની ગઝલ
Vijay joshi said,
August 14, 2025 @ 9:21 AM
ખૂબ ખૂબ સરસ મજાની ગઝલ વાહ વાહ
Ramesh Maru said,
August 14, 2025 @ 9:43 AM
વાહ…વાહ
કિરણભાઈ દ્વિવેદી said,
August 14, 2025 @ 9:43 AM
બાપુ બાપુ, ખુબ સરસ.
DILIPKUMAR CHAVDA said,
August 14, 2025 @ 10:18 AM
વાહ લાંબી રદીફ ખૂબ જ સુંદર રીતે નિભાવી છે
Hiren K Mungla said,
August 14, 2025 @ 11:17 AM
ઉમદા
Yogesh Samani said,
August 14, 2025 @ 11:29 AM
અફલાતૂન ગઝલ.
jagdip nanavati said,
August 14, 2025 @ 11:49 AM
આભાર વિવેકભાઈ….
રેણુકા દવે said,
August 14, 2025 @ 1:06 PM
વાહ ભાઈ વાહ..ખૂબ સરસ મજાની લયપૂર્ણ અને
અર્થપૂર્ણ ગઝલ..
કવિ અને રજૂકર્તા ને અભિનંદન..આભાર.
Lalit Trivedi said,
August 14, 2025 @ 4:13 PM
અદ્ભુત.. રૂપકડી નાની બહર, વિશાળ રદિફ.. ને એથીય વિશાળ કાફિયા… મનોહર ગઝલ..અભિનંદન, મિત્ર
સુનીલ શાહ said,
August 14, 2025 @ 5:06 PM
વાહ.. ખૂબ સરસ
Jigisha Desai said,
August 14, 2025 @ 5:47 PM
Vahh
Harihar Shukla said,
August 14, 2025 @ 7:20 PM
બહુ સરસ ગઝલ👌
વ્રજેશ મિસ્ત્રી said,
August 14, 2025 @ 7:44 PM
વાહ.. વાહ… ઉત્તમ
Dr. Vrajlal Savaliya said,
August 14, 2025 @ 9:27 PM
ખુબ સરસ ગઝલ
Mansukh Nariya said,
August 14, 2025 @ 10:25 PM
સરસ ગઝલ
tanu patel said,
August 15, 2025 @ 1:47 AM
વાહ, બહુ સરસ..
Shailesh Rameshbhai Gadhavi said,
August 15, 2025 @ 7:46 PM
વાહ !
Sejal Desai said,
August 25, 2025 @ 3:55 PM
વાહ..સુંદર ગઝલ
Poonam said,
October 10, 2025 @ 6:49 PM
રણ બન્યો દરિયો, હલેસા ઝાંઝવા;
ખારવા, તારે ભરોસે છે બધું.
– જગદીપ નાણાવટી –
Bharoso jevadi jaay..