પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.
ચિનુ મોદી 'ઈર્શાદ'

આવકાર સપ્તાહ: ૦૪ : દિલ્લગી – કંચન અમીન

રૂપેરી કલશોર કબીરા
સોનેરી છે પ્હોર કબીરા

પળપળ કોરા કાગળ જેવી
સાવ નવી નક્કોર કબીરા

ઝાકળમાં ડૂબે છે સૂરજ
ઝળહળ ચારેકોર કબીરા

સચરાચર છે રોશન રોશન
થનગન નાચે મોર કબીરા

ફૂલોનાં હૈયે ખુશબૂની
મસ્તીનો છે તોર કબીરા

– કંચન અમીન

લયસ્તરો પર આવકાર સપ્તાહની આજે ચોથી કડી… કવિના નૂતન સંગ્રહ ‘દિલ્લગી’નું સહૃદય સ્વાગત.

ટૂંકી બહરમાં કવિએ સરસ ગઝલ કહી છે. મત્લામાં પ્રભાતની સમૃદ્ધિનું મનહર ચિત્ર કવિએ કલમના બે-ચાર લસરકામાં જ કેવું સરસ દોરી બતાવ્યું છે! સરવાળે બધા શેર સંતર્પક થયા છે…

7 Comments »

  1. Kishor Ahya said,

    March 12, 2026 @ 9:15 AM

    પ્રકૃતિનું સૌન્દર્ય ઉજાગર કરતી સરસ રચના છે. “પળપળ કોરા કાગળ જેવી
    સાવ નવી નક્કોર કબીરા”
    વાહ! બધા શેર સરસ થયા છે. કવિ શ્રી કંચન અમીન ના નૂતન સંગ્રહ ‘દિલ્લગી’નું સ્વાગત છે.

    🌹🌹🌹🌹

  2. Kanchanbhai Amin said,

    March 12, 2026 @ 12:20 PM

    Thanks heartly–વિવેકભાઈ ❤️સ્નેહ 🙏વંદન

  3. કંચનભાઈ અમીન said,

    March 12, 2026 @ 12:25 PM

    Thanks heartly ❤️સ્નેહ 🙏વંદન- વિવેકભાઈ

  4. Mayurika Ankur Banker said,

    March 12, 2026 @ 1:57 PM

    સરળ પંક્તિઓ પણ અર્થ સમજાતાં જ સુંદર અનુભૂતિ કરાવે છે.

  5. Harihar Shukla said,

    March 15, 2026 @ 12:42 PM

    વાહ, મોજ👌

  6. Varij Luhar said,

    March 15, 2026 @ 8:02 PM

    વાહ.. સરસ ગઝલ……સંગ્રહને આવકાર અભિનંદન શુભકામનાઓ

  7. Poonam said,

    March 30, 2026 @ 4:12 PM

    – કંચન અમીન Shubhkamanao !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment