(કેમ થતી નથી!) – હર્ષવી પટેલ
છે પ્રયત્નરત સહુ તે છતાં આ સવાર કેમ થતી નથી!
ને યુગો યુગોથી આ રાત છે, એ પસાર કેમ થતી નથી!
કદી તારી ભાવસભર નજર, એ હકાર કેમ થતી નથી?
ને કદી કળાય ઉપેક્ષા જે એ નકાર કેમ થતી નથી?
બધી બારીઓને ઉઘાડી મેં, તે છતાં પ્રવેશી ન ખુશબૂઓ
અને ઘરમાં છે જે હવડ હવા તે ફરાર કેમ થતી નથી?
ખુશી સ્વાંગ બદલીને જે રીતે સદા વેદના બની જાય છે,
કદી રૂપ બદલી, મનોવ્યથા! તું કરાર કેમ થતી નથી?
મને ખ્યાલ છે કે આ જિંદગી એ ગતિનું નામ છે તે છતાં
એ રઝળવું કેમ બની જતી? એ લટાર કેમ થતી નથી?
કૃપા થાય તોય અમુક ઉપર, અને એય થાતી જરાતરા,
એ થતી ન કેમ બધા ઉપર? એ અપાર કેમ થતી નથી?
– હર્ષવી પટેલ
હર્ષવી પટેલ ગુજરાતી ગઝલની તેજસ્વી આજ છે. આપણી ભાષામાં પ્રમાણમાં જૂજ ખેડાયેલ કામિલ છંદમાં એક સરસ મજાની ગઝલ તેઓ લઈ આવ્યાં છે. આખેઆખી રચના જ આસ્વાદ્ય થઈ છે… દરેક શેર હળવેથી હાથમાં લેવા જેવા… મને જો કે ફરાર-કરાર અને લટાર સવિશેષ ગમ્યા.. બધી જ બારીઓ ખોલી નાંખવા છતાં બહારથી ખુશબૂ અંદર ન આવે અને અંદરની હવડ હવા બહાર ન નીકળી જાય એ પરિસ્થિતિ આપણે સહુએ ક્યારેક ને ક્યારેક અનુભવી જ હશે. ખોલવા ને ખૂલવામાં ક્યાંક કોઈક ઉણપ રહી ન ગઈ હોય તો આ બને નહીં. ખુશી અને વ્યથાને સર્જક જે સવાલ કરે છે, એય મજાનો છે. ખુશીને નાનકડી વાતે દુઃખ બની જતાં વાર નથી લાગતી, પણ વ્યથા શા માટે આ જ નિયમ અપનાવીને ખુશીમાં નથી ફેરવાતી? રઝળવું અને લટાર તો ભઈ વાહ!


Daxa sanghavi said,
November 22, 2025 @ 12:19 PM
વાહ સુંદર ગઝલ
gaurang thaker said,
November 22, 2025 @ 12:24 PM
નખશિખ સુંદર ગઝલ.. ગઝલ જાણે સોળ શણગાર સજીને હર્ષવી પાસે આવી છે. ખૂબ અભિનંદન.
Aarti Antrolia said,
November 22, 2025 @ 12:41 PM
પહેલો અને છેલ્લો શેર ભઈ વાહ! માનવી પોતાનાથી બનતા બધા પ્રયત્ન કરે જ છે બસ ઈશ્વરની નજરમાં આવવાની વાર છે.
Varij Luhar said,
November 22, 2025 @ 1:16 PM
સરસ ગઝલ
અસ્મિતા શાહ said,
November 22, 2025 @ 4:58 PM
ખૂબ સુંદર ગઝલ
ટીના પટેલ said,
November 22, 2025 @ 5:21 PM
શું વાત છે… પહેલો શેરમાં ઘણું બધું કહી દીધું. ત્રીજો પણ જોરદાર 👌👌👌
Jigisha Desai said,
November 22, 2025 @ 5:31 PM
Vahh…mast gazal
Girish Patel said,
November 22, 2025 @ 5:41 PM
ખુબ સરસ રચના
Manish said,
November 22, 2025 @ 5:41 PM
ખૂબ જ સુંદર
Shaila Tandel said,
November 22, 2025 @ 5:56 PM
વાહ! ખૂબ જ સુંદર રચના… થોડા માં ઘણું બધુ આવી ગયું..
Chaudhari shila said,
November 22, 2025 @ 6:00 PM
ખૂબ ખૂબ સુંદરતા ભરી રચના, અંતમાં, કૃપા થાય તોય અમુક ઉપર, અને એય થાતી જરાતરા,
એ થતી ન કેમ બધા ઉપર? એ અપાર કેમ થતી નથી? એકદમ હ્રદયે સ્પર્શી ગઈ જાણે મારા માટે કહ્યું હોય એવું લાગે mem 🙏 🙏 🙏 🙏
Malvika Patel said,
November 22, 2025 @ 6:25 PM
Very nice 👍🏻
Kishor Ahya said,
November 22, 2025 @ 6:27 PM
જે પ્રશ્નોના ઉતરો આપવા ભલભલા વિદ્વવાનો ખોવાય જાય એવા તુફાની પ્રશ્નો વાળી સુ શ્રી હર્ષવી પટેલની આ ગઝલ (કેમ થતી નથી!) –ખૂબ જ સરસ, કહો કે થોડી આધ્યાત્મિક ભૂમિકા વાળી પણ છે ,અને એ પણ વળી ગુજરાતી ગઝલમાં બહુ ઓછા જોવા મળતા કામિલ છંદમાં.
પ્રાસંગિક છે એટલે શ્રી વિવેકભાઈનો કામિલ છંદમાં લખેલ ગઝલનો એક શેર ટાંકું છું.
પળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.
-વિવેક મનહર ટેલર
(૧૬-૦૯-૨૦૦૭)
છંદવિધાન : લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા (કામિલ છંદ)
(https://vmtailor.com/archives/190)
કેમ થતી નથી! – . સુ શ્રી હર્ષવી પટેલની આ ગઝલ જીવનને સ્પર્શ કરતા પ્રશ્નોમાંથી ઊઠી છે તેથી એ મનુષ્ય માત્રને સ્પર્શતી ગઝલ છે.
“છે પ્રયત્નરત સહુ તે છતાં આ સવાર કેમ થતી નથી!
ને યુગો યુગોથી આ રાત છે, એ પસાર કેમ થતી નથી!”
યુગો યુગોની રાત એટલે મનુષ્યની દુઃખ ભરેલી ઝીંદગી! કવિયિત્રી કહે છે આ દુઃખ જતું કેમ નથી? ને સુખની સવાર કેમ થતી નથી?” (છે પ્રયત્નરત સહુ તે છતાં આ સવાર કેમ થતી નથી!)
ગઝલની ભાષા ખૂબ જ સરળ છે તેથી દરેક શેર સમજવામાં ખૂબ સહેલા બન્યા છે. એક એક શેર જુઓ…
ભાવસભર નઝર, બારીઓ ઉઘાડવી પણ ખુશ્બુ ન આવવી, મનોવ્યથા નુ ફરાર થવું,
જિંદગીની રજળપાટ ને લટારની મજા લેવી. બધા શેર લાજવાબ છે! છેલ્લા શેરમાં જે પ્રશ્ન છે તેનો તો કોઈ ઉતર આપી શકાય તેમજ નથી!
“કૃપા થાય તોય અમુક ઉપર, અને એય થાતી જરાતરા,
એ થતી ન કેમ બધા ઉપર? એ અપાર કેમ થતી નથી?”
વાહ! આવી સરસ ગઝલ આપવા માટે સુ શ્રી હર્ષવી પટેલને ખૂબ ખૂબ અભિનંદન.
શ્રી વિવેકભાઈને ગઝલ પસંદગી અને ખૂબ સરસ આસ્વાદ માટે ધન્યવાદ.
🌹🌹🌹🌹
Diptibahen Rameshbhai Patel said,
November 22, 2025 @ 6:29 PM
ખૂબ સરસ રચના અને ખૂબ સુંદર ગઝલ
Hina Patel said,
November 22, 2025 @ 6:52 PM
Great Harsvi,go ahead 👍
All the best for bright future
Vahida DRIVER said,
November 22, 2025 @ 7:35 PM
Wah
Kiya bat he
Mitesh Patel said,
November 22, 2025 @ 7:54 PM
ખૂબ સરસ ગઝલ હર્ષવીબેન
Mitaben Ranchhodsinh Rathod said,
November 22, 2025 @ 7:55 PM
મને ખ્યાલ છે કે આ જિંદગી એ ગતિનું નામ છે તે છતાં
એ રઝળવું કેમ બની જતી? એ લટાર કેમ થતી નથી
ગઝલનો આ શેર મને ખૂબ ગમ્યો,અદ્ભૂત રજૂઆત થઈ છે.
એક અફસોસ જે કદાચ મોટેભાગે બધાનાં હૈયાને કોરી ખાતો હોય છે.
વાહ હર્ષવીબેન 🌹🌹🌹
આસ્વાદ પણ કાબિલે તારીફ છે.
Mitaben Ranchhodsinh Rathod said,
November 22, 2025 @ 8:07 PM
……….એ લટાર કેમ થતી નથી
ગઝલનો આ શેર મને ખૂબ ગમ્યો,અદ્ભૂત રજૂઆત થઈ છે.
એક અફસોસ જે કદાચ મોટેભાગે બધાનાં હૈયાને કોરી ખાતો હોય છે.
વાહ હર્ષવીબેન 🌹🌹🌹
આસ્વાદ પણ કાબિલે તારીફ છે.
કાંતિલાલ પટેલ said,
November 22, 2025 @ 10:16 PM
ગઝલના બધા જ શેર ધણું બધુ શીખવી જાય છે.વાહ ! અતિસુંદર
Aasifkhan said,
November 23, 2025 @ 10:30 AM
વાહ ખુબસરસ ગઝલ
Keyur Vyas said,
November 23, 2025 @ 4:24 PM
ખૂબ જ ઉમદા શેરો હવાડ હવા વાહ વાહ વાહ
Rashmi Agnihotri said,
November 24, 2025 @ 1:53 PM
સાદ્યંત સુંદર ગઝલ 👌 હર્ષવી પટેલને ખૂબ ખૂબ અભિનંદન 💐 વિવેકભાઈનો આસ્વાદ પણ ખૂબ આસ્વાદ્ય 👌વાહ, 👏👏👏
Poonam said,
November 25, 2025 @ 1:56 PM
ખુશી સ્વાંગ બદલીને જે રીતે સદા વેદના બની જાય છે,
કદી રૂપ બદલી, મનોવ્યથા! તું કરાર કેમ થતી નથી? Ufhh !
– હર્ષવી પટેલ –
Sundar ghazal ne aasawad mast 😊
Sejal Desai said,
November 25, 2025 @ 10:49 PM
ખૂબ ગમતી કવયિત્રીની ખૂબ ગમતી ગઝલ…જાણે કે ઉમદા વિચારોનો પુષ્પગુચ્છ
ખૂબ ખૂબ અભિનંદન હર્ષવીબેન 💐
Vrajesh said,
November 29, 2025 @ 12:57 PM
રાત કા જવાબ નહી
હર્ષવી પટેલ said,
November 29, 2025 @ 1:09 PM
સૌનો આભાર…
NARESH MACHHI (Neeras) said,
December 12, 2025 @ 8:44 PM
khub j saras gazal.