કવિતા લખવાનું કામ – જયંત પાઠક
આ કવિતા લખવાનું કામ સારું:
એમાં સમયનું ભાન રહેતું નથી
ને દરમિયાન કોઈ કામ કરવાનું કહેતું નથી!
વારુ…)
—પછી એક કમલ ઊઘડે છે
દલદલમાં રક્તરંગ લઈને
સૂર્યના પ્રકાશને ઝીલતું ઝીલતું ખીલતું ખીલતું
એ સ્વયં સૂર્ય થઈ જાય છે!
સૂર્યકમલ — કે કમલસૂર્ય — પર પછી
એક અંધારો ભમરો
—ગુનગુનનો જ બનેલો નર્યો—
ઊડતો ઊડતો આવીને બેસે છે
. ગર્ભમાં પ્રવેશે છે
ને બિડાય છે કમલ
—હોઠ જેવું દલદલ
ભીતર, મૌનમાં ઊઘડવા—
– જયંત પાઠક
(૧૫-૩-૨૦૧૯)
સોથી પણ વધારે વરસ પહેલાં લખાયેલી કવિતા. જયંત પાઠકે કવિતા કરવા-ન કરવા વિશે ઘણી કવિતા કરી છે. એમાં આ વધુ એકનો ઉમેરો… એકવાર વાંચો… બે વાર વાંચો… ત્રણવાર… ધીમેધીમે આ કવિતામાં રહેલી કવિતાનું મૌન આપની સાથે ગુફ્તેગૂ માંડશે એ નક્કી…


Kishor Ahya said,
July 16, 2026 @ 7:34 PM
કમલ અને ભમરાનું ઓઠું લઇને કવિ શ્રી જયંત પાઠક દ્વારા સુંદર રચના થઈ છે. પ્રકૃતિ એના ગાનમાં મસ્ત છે. પ્રકૃતિ રોજ ઉત્સવો અને મહેફિલો રચ્યા કરે છે પણ એને નિરખવા કવિ શ્રી પાઠક જેવી નઝર જોઈએ.
દાલદલમાં ખીલેલું કમળ રક્તરંગ
લઈને સૂર્યના પ્રકાશને ઝીલતું ઝીલતું
એ સ્વયં સૂર્ય થઈ જાય છે!( ધીરે ધીરે એક કન્યા ષોડશી થાય છે.)
એક અંધારો ભમરો
—ગુનગુનનો જ બનેલો નર્યો—
ઊડતો ઊડતો આવીને બેસે છે
(પ્રેમ માટે તરસતો પ્રેમી આવી મળે છે)
ગર્ભમાં પ્રવેશે છે
ને બિડાય છે કમલ
—હોઠ જેવું દલદલ
ભીતર, મૌનમાં ઊઘડવા—
કમલ બિડાય છે અને હોઠ જેવું દલદલ! મૌનમાં પોતાને ઉઘાડવા! એક પુર્ણ મિલન!અસ્તિત્વનું ભીતરી આભૂષણ!
વાહ!
શ્રી વિવેકભાઈ આસ્વાદમાં લખે છે. એકવાર વાંચો… બે વાર વાંચો… ત્રણવાર… ધીમેધીમે આ કવિતામાં રહેલી કવિતાનું મૌન આપની સાથે ગુફ્તેગૂ માંડશે એ નક્કી…
ખરી વાત છે ,પ્રકૃતિના રહસ્યો સાથે પોતાના અસ્તિત્વને ઓગળી દેવા, ભીતરના મૌનને ઉઘાડવા આ કાવ્ય પ્રકૃતિ સાથે મૌન ગુફ્તેગૂ કરવા ભાવકને મૌન આમંત્રે છે!
🌹🌹🌹🌹
લતા હિરાણી said,
July 19, 2026 @ 12:31 PM
કેવી નમણી કવિતા ! અને તેય કવિતા વિશે!
લતા હિરાણી said,
July 19, 2026 @ 12:32 PM
કેવી નમણી કવિતા ! અને તેય કવિતા કરવા વિશે!