મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
હેમેન શાહ

થઈ ગયું – ચંદ્રેશ મકવાણા

બાવડાનું બળ બિચારું થઈ ગયું,
નાવમાં નખ જેવું બારું થઈ ગયું.

મેં મને મહુડો કર્યો જાહેર ને
ગામ આખ્ખું દારૂ દારૂ થઈ ગયું

એમણે અમથું જ પૂછ્યું, ‘કેમ છો?’
એટલામાં અમને સારું થઈ ગયું

માએ સાર્યાં બે’ક ટીપાં આંસુ ત્યાં
આખ્ખુંયે ઘર ખારું ખારું થઈ ગયું.

હું ગયો ‘નારાજ’ દાંડી પીટવા તો
આ જગત મૂંગું નગારું થઈ ગયું

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

વિશાળ ટાઇટેનિક જેવા જહાજને ડૂબાડવા માટે એક કાણું જ પૂરતું છે… વાત હોડીની છે કે આપણી હયાતિની એ વિચારવા જેવું… નખ જેવડું બારું થઈ જાય તો નાવને બચાવવા કોઈ કારી કામ લાગતી નથી. બીજો શેર ઠીકઠાક છે, પણ ત્રીજો શેર વાંચો અને મિરઝા ગાલિબ યાદ ન આવે એ કેમ બને?-

उन के देखे से जो आ जाती है मुँह पर रौनक़
वो समझते हैं कि बीमार का हाल अच्छा है

પોસ્ટ વાંચીને જાણીતા કવયિત્રી શબનમ ખોજાએ ફહમી બદાયુનીનો એક શેર મોકલી આપ્યો.. એ પણ અહીં ઉમેરી દઉં-

पूछ लेते वो बस मिज़ाज मिरा
कितना आसान था इलाज मिरा

છેલ્લા બે શેર પણ ખૂબ મજાના થયા છે. સરવાળે મૌજ-એ-દરિયા ગઝલ…

8 Comments »

  1. Bharat vinzuda said,

    January 22, 2026 @ 12:01 PM

    વાહ..સરસ ગઝલ.

  2. Bharat vinzuda said,

    January 22, 2026 @ 12:03 PM

    વાહ.. સરસ ગઝલ.

  3. નેહા said,

    January 22, 2026 @ 12:10 PM

    ઘણા સમયે મસ્ત મજાની, દરેક શેર મમળાવવા જેવા હોય
    એવી કૃતિ માણવા મળી. ખૂબખૂબ આભાર લયસ્તરો..
    કવિને ધન્યવાદ.

  4. ભરત વિંઝુડા said,

    January 22, 2026 @ 12:59 PM

    વાહ.. સરસ ગઝલ.

  5. સુનીલ શાહ said,

    January 22, 2026 @ 1:21 PM

    ખૂબ સરસ ગઝલ

  6. ભરત વિંઝુડા said,

    January 22, 2026 @ 5:14 PM

    વાહ, સરસ ગઝલ.

  7. Bharat vinzuda said,

    January 22, 2026 @ 5:27 PM

    વાહ, સરસ ગઝલ.

  8. વ્રજેશ said,

    January 28, 2026 @ 8:55 PM

    વાહ… ચંદ્રેશ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment