જોતજોતામાં ટીપાંની થઈ નદી,
જૂઠને પ્રસરી જતાં શી વાર છે?
વિવેક મનહર ટેલર

(આપણે શું કરીશું મળીને?) – વિકી ત્રિવેદી

વિચારી વિચારી પછી એક તણખે લખ્યું પત્રમાં એક દીવાસળીને,
“બે પળનું મિલન છે પછી નાશ થાશે, ભલા આપણે શું કરીશું મળીને?”

ગમે તેમ ઘૂંટો ભલે એને જળમાં, પડે છે અલગ તેલનું એક ટીપું,
દશા એ જ સારા મનુષ્યોની થઈ છે, રહ્યા એમ એ પણ જગતમાં ભળીને!

ખબર છે કે કરશે મને ધૂળ ખાતું, છતાં આ મહોબ્બતની હદ તો જુઓ કે,
જશે બેશરમ આંખ પાસે જ અશ્રુ વિના હાથ પગ ટળવળી ટળવળીને!

ભલે ના ગમ્યું તારું બીજું કશું પણ, પ્રભુ સંતુલન તારું સ્પર્શયું છે દિલને,
અદલ એટલી ચીસ લખતા પડી’તી, જે તાળી પડી છે ગઝલ સાંભળીને.

મને હૂંફ આપ્યા વગર જે કહે છે કે આને અહમ છે, કહો એને કોઈ
કે દેખાવે છો ને અલગ છે બરફ પણ જળ જ થાય છે આખરે ઓગળીને.

– વિકી ત્રિવેદી

સરસ મજાની ગઝલ… કશાય ઉપોદઘાત વિના એને એમ જ માણીએ…

6 Comments »

  1. Shailesh Gadhavi said,

    March 19, 2026 @ 11:19 AM

    બહુ સરસ ગઝલ !

  2. જયેશ ભટ્ટ said,

    March 19, 2026 @ 11:44 AM

    વાહ

  3. જયેશ ભટ્ટ said,

    March 19, 2026 @ 11:45 AM

    સરસ ગઝલ,વાહ

  4. Vrajesh said,

    March 19, 2026 @ 12:44 PM

    Wah..

  5. Kishor Ahya said,

    March 19, 2026 @ 5:02 PM

    કવિ શ્રી વિકી ત્રિવેદી રચિત આપણે શું કરીશું મળીને? ગઝલના બધા શેર માણવાની મજા આવે તેવા થયા છે.

    “ઓખબર છે કે કરશે મને ધૂળ ખાતું, છતાં આ મહોબ્બતની હદ તો જુઓ કે,
    જશે બેશરમ આંખ પાસે જ અશ્રુ વિના હાથ પગ ટળવળી ટળવળીને! ”
    બહુ સરસ.
    કવિની આગળની રચનાઓ પણ માણવા જેવી છે. એકાદ બે શેર…

    જરા ચાલું અને સાલું, મને એ ખૂંચવા લાગે,
    જીવન જાણે વગર માપે બનાવેલું પગરખું છે.

    આ ચાંદ જેનો ચાંદલો છે એનું મુખ બતાવ,
    હે! આસમાન, બોલ તું કોનું કપાળ છે?

    વાહ!

    🌹🌹🌹🌹

  6. Poonam said,

    March 30, 2026 @ 4:04 PM

    અદલ એટલી ચીસ લખતા પડી’તી, જે તાળી પડી છે ગઝલ સાંભળીને. Kya baat

    કે દેખાવે છો ને અલગ છે બરફ પણ જળ જ થાય છે આખરે ઓગળીને.
    – વિકી ત્રિવેદી waah !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment