હૈયું ફાટ્યું કે પછી વાદળ?
હૈયામાન ખાતાએ કહ્યું- છે વાત હવે ભયજનક સપાટીથી આગળ.
વિવેક મનહર ટેલર

શ્યામ તોહે બમ્બઈ મેં મિલ જાઉ – રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ

બમ્બઈ મેં મિલ જાઉ શ્યામ તોહે બમ્બઈ મેં મિલ જાઉ
મધુરાધર સે મુરલી છુડાકે વાયોલિન બજવાઉ
… શ્યામ

મોરમુકુટ બનમાલ ઉતારું
કૉલર ટાઈ પિન્હાઉ
મહી માખન કો સ્વાદ ભુલાકે
બિસ્કિટ પાઉ ખિલાઉ.
… શ્યામ

બિન્દ્રાબિન કો રસ ભુલાઉ
ફૅન્સી બોલ સજાઉ
રઘુનાથ પિયા તોપે તન મન વારું
લોર્ડ કન્હાઈ કહલાઉ.
…શ્યામ

– રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ

‘મુગલ-એ-આઝમ’ ફિલ્મના અતિપ્રસિદ્ધ ગીત ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે….’ના રચયિતા એક ગુજરાતી કવિ હતા એમ કહીએ તો કેવું આશ્ચર્ય થાય! હા… પણ વાત સાવ સાચી છે. આ કાળજયી ગીતરચનાના રચયિતા હતા કવિશ્રી રઘુનાથ ત્રિભુવનદાસ બ્રહ્મભટ્ટ (૧૮૯૨-૧૯૮૩). રસકવિ એમનું ઉપમાન.ગુજરાતી રંગભૂમિ માટે નાટકો લખતા અને નાટકોને વધુ લોકભોગ્ય બનાવવા એમાં એ ગીતો ઉમેરતા. ૧૯૧૯માં રજૂ થયેલ ‘છત્રવિજય’ નાટકનું આ નાટ્યગીત મહેફિલોમાંથી પસાર થતાં થતાં મુગલ-એ-આઝમ ફિલ્મ સુધી પહોંચ્યું પણ શકીલ બદાયૂનીના નામે. સુદીર્ઘ કાનૂની લડાઈ બાદ કવિને કવિ તરીકેનું માન મળ્યું… અનેક નાટકો અને અનેકાનેક ગીતોના રચયિતા રસકવિની કલમે આજે માણીએ સાવ જ નોખી તરેહનું આ ગીત…

મુંબઈને માયાનગરી પણ કહેવામાં આવે છે. કહે છે કે જે એકવાર મુંબઈ આવે, એ કદી મુંબઈ છોડી શકતો નથી. નિરંજન ભગતે ‘ઇન્દ્રજાલની ભૂલવે લીલા’ એવી મુંબઈ નગરી વિશે બહુ સરસ કવિતા લખી હતી: ‘ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી!’ મુરલીધર શ્યામ જો મુંબઈમાં આવે તો એની કેવી કાયાપલટ થઈ જાય એનું ખડી બોલી- વ્રજ બોલીમાં કવિએ સરસ મજાનું નિરૂપણ કર્યું છે.

7 Comments »

  1. Arvind Bhatt said,

    April 25, 2026 @ 12:53 PM

    વાહ. ખૂબ સરસ.

  2. SUSHAM POL said,

    April 25, 2026 @ 1:32 PM

    વાહ ખૂબ સરસ ગીત

  3. જયેશ ભટ્ટ said,

    April 25, 2026 @ 1:49 PM

    વાહ, મસ્ત

  4. Deval Vora said,

    April 25, 2026 @ 2:37 PM

    ખૂબ સરસ , આસ્વાદ પહેલાં ઇતિહાસ પણ મજાનો જાણવા મળ્યો.

  5. Kishor Ahya said,

    April 25, 2026 @ 8:14 PM

    શ્યામ તોહે બમ્બઈ મેં મિલ જાઉ – રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ. ગીતમાં રસકવિએ ભગવાન કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ હળવી શૈલીમાં કાવ્ય દ્વારા વ્યક્ત કર્યો છે. સરસ ગીત.

    રસકવિના મોહે પનઘટ પે નંદલાલ ગીતની યુ ટ્યુબમાં રેકર્ડ ઉપલબ્ધ છે, જે પર રસકવિનું નામ પણ ઉલ્લેખિત છે.

    🌹🌹🌹🌹

  6. વિવેક said,

    April 27, 2026 @ 10:51 AM

    તમામ પ્રતિભાવકોનો હૃદયપૂર્વક આભાર

  7. Dr. Bhuma Vashi said,

    April 29, 2026 @ 12:48 PM

    વાહ… મોડર્ન વસ્ત્ર પહેરી , વાયોલિન લઈને મુંબઈ આવેલા કૃષ્ણની કલ્પના કરીને આનંદ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment