(મનવા) – નયન હ. દેસાઈ
બે ઘડીની નિરાંત હો મનવા,
એટલા શબ્દ શાંત હો મનવા.
જ્યાં ખરીદી શકાય ટહુકાઓ,
એક એવોય પ્રાંત હો મનવા.
અશ્રુઓ કેમ સ્હેજ અટકે છે?
જે મળે તે નિતાંત હો મનવા.
સાંજ ડૂબે તો થોડાં સ્મરણોની
સ્વપ્નજોગી પુરાંત હો મનવા.
મૂળ સૂરજનાં શોધવા નીકળે,
કો’ નગર એમ ભ્રાંત હો મનવા.
મોન જેવી જ મારી વાણી હો,
શબ્દ સઘળા પ્રશાંત હો મનવા.
– નયન હ. દેસાઈ
નયન દેસાઈએ ૧૯૯૯ની સાલમાં ‘અનુષ્ઠાન’ નામે એક ગઝલસંગ્રહ આપ્યો હતો. આ સંગ્રહ ગુજરાતી ગઝલના ઇતિહાસમાં આગવું અને અલગ સ્થાન ધરાવે છે, કારણ કે સંગ્રહની કુલ એકતાળીસે એકતાળીસ ગઝલમાં એક જ રદીફ છે- ‘મનવા’. સંગ્રહ મોરારી બાપુને અર્પણ કરતી વખતે કવિએ કૌંસમાં ગઝલ તેંતાલીસા લખ્યું છે, પણ પહેલાં બે પાનાં અર્પણ અને આમુખ માટે ફળવાયા હોવાથી કુલ ગઝલ ૪૩ નહીં, પણ ૪૧ જ છે. સંગ્રહ વિશે જણાવતાં કવિ લખે છે કે, ‘જીવનમાં એવી ઘટના પણ બનતી હોય છે કે વિચાર પણ ન હોય તે કાર્ય અચાનક થઈ જાય છે. આમ જ એક દિવસ વિચાર આવ્યો કે ‘મનવા’ રદીફ પર થોડી ગઝલો લખવી છે. રોજ એક ગઝલ લખવી અને એવી ૪૦ પૂરી કરવી એવો મનમાં સ&કલ્પ કર્યો. મોટે ભાગે રોજ સવારે લખાયેલી આ ગઝલો છે.’
આ ગઝલોમાંથી કોઈ એક પર આંગળી મૂકવાનું કામ બહુ કપરું છે. પોતાના સ્વ-ભાવથી સહેજ ઉફરા ચાલીને નયનભાઈ આખા સંગ્રહમાં પ્રયોગ કરવાથી દૂર રહ્યા છે, પણ એકેએક શેરમાંથી નયન દેસાઈ ટપકે છે એય હકીકત છે. ટૂંકી બહરની આ ગઝલના દરેક શેર પાસાદાર થયા છે. પુરાંત કાફિયાને કવિએ જે રીતે અજમાવ્યો છે એના પર તો કઈ રીતે ફિદા ન થઈ જવાય?
કવિએ મોરારીબાપુને સમર્પિત કરતાં


Varij Luhar said,
September 12, 2025 @ 6:27 PM
વાહ.. ખૂબ સરસ
Praful Pandya said,
September 12, 2025 @ 6:28 PM
નયન હ.દેસાઈ એક સમર્થ પ્રયોગશીલ ગઝલકાર તરીકે હંમેશા યાદ રહેશે.તેમની આ ગઝલ પણ ઉત્તમ છે.નયનભાઈની હાર્દિક સ્મૃતિ વંદના
પ્રફુલ્લ પંડ્યા
Ramesh Maru said,
September 12, 2025 @ 6:48 PM
વાહ… અદ્દભૂત કહેવાય…
લલિત ત્રિવેદી said,
September 12, 2025 @ 7:53 PM
અલખનો બંદો કવિ. પ્રિય કવિ. વિશિષ્ઠ મૌલિક કવિ. વંદન
Jigisha Desai said,
September 12, 2025 @ 8:01 PM
Mast
વિપુલ વાઘેલા said,
September 12, 2025 @ 10:33 PM
“… નથી…”
મનવાને નિરાંત નથી, ઊંઘે છે પણ શાંત નથી,
ટહુકા કરતા મુજ હૈયે, સ્હેજે પણ નિતાંત નથી.
ડૂમો ભરીને બેઠેલી, ઈચ્છાઓનું શું કહીએ ?
સ્પર્શ વગરના સ્પંદનમાં, હવા જેવો વ્યાપ્ત નથી.
હવામાં ઉગેલ રોશની પણ, દિશા દેખાડે સહુને,
એ જિજ્ઞાશાનું શું કરવું, જેની કોઈ સીમાંત નથી.
ભરીને બેઠા ચોમાસું, તે ચક્ષુમાં વાદળ જેવું,
ગડગડાત કરતે હૈયે, વરસાદી ચોક્કસ પ્રાંત નથી.
“વિપુલ” જો સોનેરી લાગે, ડુબતા સુરજનું હોવું,
સપનાં ખુબ જ ગેહરા છે, કિન્તુ તે પ્રશાંત નથી.
-✍️વિપુલ વાઘેલા…
Harihar Shukla said,
September 13, 2025 @ 11:34 AM
શાંત શબ્દ અને મૌનની વાણી👌
જ્યોતિ રામાણી said,
September 13, 2025 @ 5:33 PM
અદ્ભૂત…. કોઈ તપથી ઓછું નહીં…સ્મૃતિ વંદના 🙏🙏
Sejal Desai said,
September 16, 2025 @ 8:35 PM
અદભૂત..અદ્વિતીય
Poonam said,
October 4, 2025 @ 2:07 PM
અશ્રુઓ કેમ સ્હેજ અટકે છે?
જે મળે તે નિતાંત હો મનવા… 🙂
– નયન હ. દેસાઈ –