(શિખર પર કશું નથી) – સુનીલ શાહ
આકાશથી વિશેષ શિખર પર કશું નથી*,
તો પણ, શું કોઈ એવું છે જેને જવું નથી?
એ વાતથી તને શું કશુંયે થતું નથી?
તું જે કરે છે એમાં કોઈનું ભલું નથી.
હું જોઉં શું મળ્યું, તમે જોયા કરો અભાવ,
સૃષ્ટિમાં જે કશું છે, બધાનું બધું નથી.
માણસ વિશે હશે તો સમાચાર થઈ જશે,
પંખીનું ઘર વગરનું થવું એ નવું નથી!
એ બોલ્યો કે કવિતા તો શબ્દોની છે રમત,
સૌ જાણે છે કે સર્જવું એનું ગજું નથી!
વાણી મુજબનું હોય જીવન એ જરૂરી છે,
મીઠાશ હોય શબ્દમાં એ પૂરતું નથી.
– સુનીલ શાહ
(*પંક્તિ સૌજન્ય: પંકજ વખારિયા)
સાદ્યંત સુંદર ગઝલ…


Pravin Shah said,
September 11, 2025 @ 11:47 AM
Khub Saras !
મધુસૂદન પટેલ 'મધુ' said,
September 11, 2025 @ 12:06 PM
ખૂબ સરસ! 💐💐💐
Binita Parmar said,
September 11, 2025 @ 12:09 PM
અતિ સુંદર…
Nirja parekh said,
September 11, 2025 @ 12:21 PM
વાહ…વચન અને વર્તન સરખાં હોવાં જોઈએ..ખૂબ સરસ ગઝલ. ખૂબ શુભેચ્છાઓ.નીરજા
Pranav Joshi said,
September 11, 2025 @ 12:48 PM
વાહ વાહ…
માણસ વિશે હશે તો સમાચાર થઈ જશે,
પંખીનું ઘર વગરનું થવું એ નવું નથી!
આપણી માટે માળો છે જયારે એનું તો ઘર જ છે. આ વાત આપે અહીં બખૂબીથી નિભાવી છે.
Bhupendra Bachkaniwala said,
September 11, 2025 @ 1:10 PM
વાહ સર્જવું એનું ગજું નથી
Turab Mandapwala said,
September 11, 2025 @ 1:20 PM
Sir
it’s excellent … Jordaaaaaaar
Arun Pandya said,
September 11, 2025 @ 1:32 PM
Sunilbhai, wonderful…… Congratulations 💐💐
Yogesh Samani said,
September 11, 2025 @ 2:45 PM
Saras gazal.
ડૉ. મિતેશ પારેખ said,
September 11, 2025 @ 2:50 PM
વાહ વાહ…અર્થસભર ગઝલ. હાર્દિક અભિનંદન.
ડૉ. મિતેશ પારેખ said,
September 11, 2025 @ 2:52 PM
વાહ વાહ…અર્થસભર જોરદાર ગઝલ. હાર્દિક અભિનંદન.
Jyoti Parikh said,
September 11, 2025 @ 3:46 PM
વાહ , અતિ સુંદર. અભિનંદન સુનિલભાઈ.
Lalit Trivedi said,
September 11, 2025 @ 5:38 PM
વાહ વાહ
વિનય ગાબાણી said,
September 11, 2025 @ 6:36 PM
ઉચ્ચ ગૂઢાર્થ સાથે સચોટ શબ્દગુંથન. 👌🏼👌🏼👌🏼
સુનીલ શાહ said,
September 11, 2025 @ 6:44 PM
પ્રિય વિવેકભાઈ, ટીમ લયસ્તરો અને પ્રતિભાવ આપનાર તમામ વડીલો, મિત્રોનો આભારી છું.
Aasifkhan Pathan said,
September 11, 2025 @ 11:07 PM
વાહ વાહ ક્યા બાત
VIJAYKUMAR BAROT said,
September 12, 2025 @ 4:52 AM
ખુબ સરસ 👌
કહેવાતી સફળતા ના શિખર પર પહોંચવા જ જીવન નો સાત્વિક આનંદ ન માણી શકતાં તમામે સમજવા જેવી સાચી રજુઆત… સાર્થક ગઝલ
શિખર પર કશું નથી…
સૃષ્ટિ માં જે છે તે બધાનું બધું નથી …
સંપત્તિ ના સંગ્રહીકરણ માં જ જીવન નિરર્થક વ્યતીત કરતાં લગભગ તમામે સમજવા જેવી માર્મિક વાત રજૂ કરી છે !
VIJAYKUMAR BAROT said,
September 12, 2025 @ 5:02 AM
ખુબ સરસ… સાર્થક રજુઆત 👌 👌
શિખર પર કશું નથી
બધું બધાનું નથી…
નવીન સી ચતુર્વેદી said,
September 12, 2025 @ 8:41 AM
સરસ ગઝલ. વિશેષરૂપે પંખીનું ઘર
નવીન સી ચતુર્વેદી
વ્રજેશ said,
September 12, 2025 @ 9:27 AM
વાહ.. પંખી
Ramesh Maru said,
September 12, 2025 @ 12:30 PM
વાહ…
Dr. Vrajlal Savaliya said,
September 12, 2025 @ 3:35 PM
સફળતાની ટોચ પર કશું નથી, છતાં દરેક વ્યક્તિને ત્યાં જ જવું છે.ખુબ અર્થસભર .
Anil Jariwala said,
September 15, 2025 @ 2:38 AM
સૃષ્ટિ માં જે છે તે બધાનું બધું નથી …
સફળતાની ટોચ પર કશું નથી, છતાં દરેક વ્યક્તિને ત્યાં જ જવું છે.
માર્મિક…!
માર્મિકતમ..!
માર્મિકસ્તર..!
અભિનંદન સહ…
Sejal Desai said,
September 16, 2025 @ 8:37 PM
વાહ..મીઠાશ હોય શબ્દમાં એ પૂરતું નથી
Poonam said,
October 4, 2025 @ 2:10 PM
હું જોઉં શું મળ્યું, તમે જોયા કરો અભાવ,
સૃષ્ટિમાં જે કશું છે, બધાનું બધું નથી… Saral ne Sundar !
– સુનીલ શાહ –