પત્રમાં – જિતેન્દ્ર પ્રજાપતિ
ચોખવટ ક્યાં કઈ કરી’તી પત્રમાં,
એમણે બસ ‘ના’ લખી’તી પત્રમાં.
ભૂતકાળ આખોય ભીનો થઈ ગયો,
આહ થોડીક નીતરી’તી પત્રમાં.
એક અક્ષરમાં સમાવીને જગત,
ભીંત જાણે કે ચણી’તી પત્રમાં,
પત્ર ખોલ્યા બાદ આંખો કેદ થઈ,
બેડીઓ જાણે જડી’તી પત્રમાં.
હોશમાં આવ્યો નથી વાંચ્યા પછી,
ગમખ્વાર ઘટના ઘટી’તી પત્રમાં.
– જિતેન્દ્ર પ્રજાપતિ
લયસ્તરો પર આજે કવિશ્રીના ગઝલસંગ્રહ ‘સાદના દીવા’નું અજવાળું આવકારીએ…
મજાની મુસલસલ રચના… પત્રોનો એક જમાનો હતો, એક દબદબો હતો… સદીઓના એકહથ્થુ શાસન બાદ એનું સ્થાન ઇમેલે લઈ લીધું. પણ ત્રણેક દાયકામાં તો ઇમેલનું સ્થાન પણ હતું ન હતું થઈ ગયું. પણ મારા સહિતના અનેક ભાવકોની ઘણી બધી જિંદગી પત્રોના સધિયારે વીતી છે. એવા મિત્રો માટેની આ ગઝલ. છેલ્લા શેરની છેલ્લી પંક્તિના છંદદોષને બાદ કરતાં આખી ગઝલ કેવી સ-રસ થઈ છે!



જ્યોતિ રામાણી said,
July 24, 2025 @ 11:18 AM
પત્રની સ..રસ પાત્રતા ઉભરી… 👌
Lata Hirani said,
July 24, 2025 @ 11:21 AM
આંસુભીનો જીવંત પત્ર.. વાહ
લતા હિરાણી
kavyavishva.com
Nirja parekh said,
July 24, 2025 @ 11:33 AM
Waah.. મક્તા માં છંદ દોષ જણાયો પણ ગઝલનું ભાવવિશ્વ ખૂબ દમદાર જણાયું.
ખૂબ શુભેચ્છાઓ
નીરજા
Riyaz Langda said,
July 24, 2025 @ 2:17 PM
ખૂબ સરસ
ઉમેશ જોષી said,
July 24, 2025 @ 3:10 PM
સકળ શે’ર હ્રદયગમ્ય અને અર્થસભર છે.
કવિને અભિનંદન.
મધુસૂદન પટેલ 'મધુ' said,
July 24, 2025 @ 3:31 PM
સરસ. એમાંય ભીંત… 👌
Shabnam Khoja said,
July 24, 2025 @ 5:36 PM
સરસ રચના છે.. 💐
rakesh sagar said,
July 24, 2025 @ 11:57 PM
Wahhh
Dr.jitendra prajapati said,
July 25, 2025 @ 11:15 AM
આદરણીય વિવેકભાઈ, મારી કવિતાને આપે લયસ્તરો જેવું મંચ આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
Hiren K Mungla said,
July 25, 2025 @ 1:06 PM
ઉત્તમ ભાવ
રેણુકા દવે said,
July 25, 2025 @ 1:11 PM
વાહ ભાઈ વાહ…
ભાવોની સાંગોપાંગ રજૂઆત કરતી મુસલસલ ગઝલ…એક જ ‘ના ‘શબ્દ પર ટકેલી મજબૂત ગઝલ.
છેલ્લો શેર છંદમાં થોડો અચુસ્ત.
Poonam said,
July 25, 2025 @ 7:18 PM
એક અક્ષરમાં સમાવીને જગત,
ભીંત જાણે કે ચણી’તી પત્રમાં,
– જિતેન્દ્ર પ્રજાપતિ – Uffh!
Aaswad 😊
વ્રજેશ મિસ્ત્રી said,
July 26, 2025 @ 10:36 AM
વાહ..
પરમ પાલનપુરી said,
July 26, 2025 @ 5:36 PM
ઉત્તમ રચના !