જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઇશ્વરે જ કૃપા કરી,
કોઇ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય ગગન સુધી.
ગની દહીંવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રકીર્ણ

પ્રકીર્ણ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આઈ લવ યુ, પપ્પા !
'ઉદ્દેશ' : એક વધુ સત્વશીલ સામયિક વેબ પર
'લયસ્તરો' પર કોમેંટ મૂકવાની તકલીફનું નિવારણ થઈ ગયું છે!
'લયસ્તરો' પર કોમેંટ મૂકવામાં તકલીફ
'લયસ્તરો'ના ચાર વર્ષ : ગુજરાતી કવિતાના યાદગાર મુકામોની સફર
'લયસ્તરો'ની સફરને આજે પાંચ વર્ષ પૂરાં થયાં...
'શબ્દો છે શ્વાસ મારા'ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી 2011નું 'પ્રથમ સર્જનાત્મક પુસ્તક'નું પારિતોષિક
'શોધ'ના ઉપક્રમે ડલાસમાં યુવા કાવ્ય-સંગીત ઉત્સવ
'સર્વર'ના ખગ્રાસ ગ્રહણની સમાપ્તિ... 'લયસ્તરો' પુન: પ્રકાશિત !
(અડધો અડધો) - કુંતલકુમાર જૈન
(પત્તાંનો મહેલ) - અદમ ટંકારવી
(પ્રભુને પત્ર) -અંકિત ત્રિવેદી
(સહવાસ) - અશ્વિની પાનસે
Away from home.
सूर की कोई सीमा नहीं ('અભિયાન'ની નજરે)
सूर की कोई सीमा नहीं.(જાહેર આમંત્રણ)
અઘરો મુકામ
અતિથિ વિશેષ : આપણે બધા
અભિનંદન, વિવેક !
અલવિદા, સુરેશભાઈ !
અહીં - મંગળ રાઠોડ
આ ગુલાબની... - મ. મ. દેશપાંડે
આજથી ફરીથી - રઘુવીર સહાય (અનુ.સુરેશ દલાલ)
આપણા કાવ્ય-સામયિક - ૦૧ : "કવિતા"
આપણા કાવ્ય-સામયિક - ૦૨ : "કવિલોક"
આપણા કાવ્ય-સામયિક - ૦૩ :ગઝલવિશ્વ
આપણા કાવ્ય-સામયિક - ૦૪ :શહીદે ગઝલ
આપણા કાવ્ય-સામયિક - ૦૫ :કવિ
આપણી વચ્ચે - સુરેશ દલાલ
આપણો ઘડીક સંગ - નિરંજન ભગત
આપને સ્નેહભીનું આમંત્રણ છે... (લયસ્તરોની છઠ્ઠી વર્ષગાંઠ પર)
ઉદ્ધવગીત - વીરુ પુરોહિત
ઉમાશંકર વિશેષ: જન્મ શતાબ્દી મહોત્સવ
એક કવિતા પૂરી કરું છું કે - સંસ્કૃ તિરાણી દેસાઈ
એક પાંદડું - ડેવિડ ઈગ્નાતો
એક પીછું હવામાં તરે છે - હિતેન આનંદપરા
ઓ મન ! - મુકુલ ચોકસી
કલાગુરુ શ્રી રવિશંકર રાવળની કૃતિઓનો ખજાનો
કવિ ડૉટ કોમ
કાળો સૂરજ ધોળો સૂરજ - જગદીશ દવે
કૃષ્ણવિષાદયોગ - હિતેન આનંદપરા
ક્ષણ બની - કિસન સોસા
ખેલ મેં - જયન્ત પાઠક
ગઝલ - જયેશ ભટ્ટ
ગઝલ - જવાહર બક્ષી
ગઝલ - મરીઝ
ગઝલમાં તબીબ, હકીમ અને વૈદ -સંકલન
ગણવેશ - દિવ્યાક્ષી શુક્લ
ગમતાનો ગુલાલ - નીલમ એચ. દોશી
ગુજરાતી યુનિકોડને વધાઈ નંબર બે : દિવ્ય ભાસ્કર પણ હવે યુનિકોડિત !
ગુજરાતી સાહિત્ય અને સંગીતના સંવર્ધન માટે ટહુકો.કોમને એવોર્ડ
ગુલામી - દલપત ચૌહાણ
ઘા મટાડતું ગીત
ચાંદની - સ્કિપવિથ કનેલ
ચાલ, વરસાદની મોસમ છે... (વર્ષાકાવ્ય મહોત્સવ)
ચાલો - અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
ચિત્રલેખા, સુ.દ. અને મારો ગરમાળો...
ચોરસ આકાશ - અનંત કાણેકર
જવું હતું ગામ - ચંદ્રિકાબહેન પાઠકજી
જીવ હું - જગદીશ વ્યાસ
ઝાકળના તાજા ટીપાંઓનાં સપ્તાહ...
ઝાલ સુરતનો હાથ, ભગવાન !
ઝૂમતો ફરું છું હું - શેખાદમ આબુવાલા
ઝેર તો પીધાં છે જાણી જાણી - મીરાંબાઈ
તો શું થશે? -હિમાંશુ ભટ્ટ
ત્રેવીસમી ફેબ્રુઆરી...
દર્પણ - સિલ્વિયા પ્લાથ
દાળભાતખાઉં ગુજરાતીપણાને ખુલ્લો પડકાર...
દિગ્ગજ શાયરોની મનભાવન મહેફિલ...
નૂતન વર્ષાભિનંદન
પછી - હરીન્દ્ર દવે
પથ્થરોમાં લકીર બોલે છે - મનસુખવન ગોસ્વામી
પાર્કિન્સન ના અંતિમ તબક્કા ના દર્દી ની ગઝલ
પ્રાર્થના - સર્વેશ્વરદયાલ સક્સેના
પ્રેમ - શેખ નુરુદ્દીન વલી
ફક્ત બે ચહેરા - વસંત ડહાકે
બાગ - ગુરુનાથ સામંત ( અનુ.જયા મહેતા)
ભગવદ્ગોમંડલ ઓન-લાઈન : ગુજરાતી ભાષાની સૌથી મોટી ઐતિહાસિક ઘટના
ભારતીય અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને આમંત્રણ...
ભૂંસાતા જતા ગુજરાતના સાહિત્યલક્ષી સામાયિકો
ભૂલ - ઓકતે રિફાત
મારી છેલ્લી કવિતા - મેન્યુએલ બંડેરા
મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં...
મુંબઈ બૉમ્બ-બ્લાસ્ટ
મુક્તક - જવાહર બક્ષી
મુક્તક - મરીઝ
મુક્તક - સાગર સિદ્ધપુરી
મુઠ્ઠીમાં - કિસ્મત કુરેશી
મોજ મહીં શું તારું-મારું ! - રાજેન્દ્ર શુક્લ
યાદગાર ગીતો... ના ! આ કંઈ અંત નથી સફરનો...
યાહોમ કરીને પડો - કવિ નર્મદ
રમેશ પારેખ વગરનું એક વર્ષ...
રસ્તો - અજય સરવૈયા
લંડનના 'ઓપિનિયન'માં લયસ્તરો
લયસ્તરો : સાત વર્ષની સફર
લયસ્તરો ઈ-મેલ લીસ્ટ
લયસ્તરો પર દરેક પાને સદાનવીન કાવ્યકણિકાઓ !
લયસ્તરોની ત્રીજી વર્ષગાંઠ
લયસ્તરોની બીજી વર્ષગાંઠ - પ્રતિક્ષા છે આપના પ્રતિભાવોની...
લયસ્તરોની બીજી વર્ષગાંઠ : આપના પ્રતિભાવ !
લયસ્તરોની સફરને આજે થયા આઠ વર્ષ
લયસ્તરોનું નવું ઈ-મેલ લીસ્ટ
લયસ્તરોનું નવું રૂપ.
લયસ્તરોને જન્મદિવસની અનોખી ભેટ
વન-મેન યુનિવર્સિટીનો અંત - "સુ.દ. પર્વ"નો આરંભ
વરસવાનું હોય છે - નયન દેસાઈ
વૃક્ષ - સુરેશ દલાલ
શબ્દ - ઉમાશંકર જોશી
શબ્દોનું સ્વરનામું - દ્વિતીય કડી
શહેરમાં પધાર્યા તાપી માત !
શિકાગોમાં શ્રી અશરફ ડબાવાલાનો સન્માન સમારંભ
શીતલ સંગીત : નેટ પર ચોવીસે કલાક ગુજરાતી સંગીતનો વરસાદ
સાંભળો રે સાંભળો - ર.કૃ.જોશી
સાંભળો સુરેશ દલાલ વર્ષા અડલજાની રચનાઓ એમના પોતાના કંઠેથી!
સાવ અંગત - હરિશ્વન્દ્ર જોશી
સુધન - હરનિશ જાની
સૈયર શું કરીએ? - અનિલા જોશી
સ્ટોપ પ્રેસ - મહેંદી હસનની મદદ માટે એક જાહેર ટહેલ...
હવામાં દગા - રમેશ પારેખ
હુરત આવી ચઈડુ છે અમેરિકામાં...
હે, મિત્ર ! - અનામી - અનુ.જગદીશ જોષી
હોઠ હસે તો - હરીન્દ્ર દવે
૧૫૦૦ - જાદુઈ આંકનો સ્પર્શ...



ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !
કેવળ શ્વસવું નથી જીવવું, લક્ષ પ્રમાણો આપું ?
ક્યાંય નથી સંભળાતો હંભારવ ગોકુળમાં આજે,
રોજ પ્રભાતે મધુવનમાં ફૂલ ખીલતાં પ્હેલાં લાજે !
તરડાતા કોયલ-ટહુકાને કોણ સાંધશે, ઉદ્ધવ ?
રાસ ફરી રમવાનું, કહેજો ઈજન પાઠવે માધવ !
ક્રંદન કરતી રાધા ભાળી થાય : શ્યામને શાપું !
વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !

થાય વલોણું ડૂમાતું’ને નથી ઊતરતું માખણ,
પરત કરો, ઉદ્ધવજી ! મારી સોળવેલી એ થાપણ !
નંદ-જશોદાનું મુખ જોવું, નથી અમારું ગજું,
સમ છે તમને, જોયું તેવું નખશીખ કરજો રજૂ !
કરું ન અળગો, માધવ આવ્યે, છાતી સરસો ચાંપુ !
વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !
કેવળ શ્વસવું નથી જીવવું, લક્ષ પ્રમાણો આપું ?

- વીરુ પુરોહિત

કૃષ્ણ ગોકુળ છોડી ગયા એ પછીના વિરહમાં આપણે ત્યાં મોટાભાગની ભાષાઓમાં ઢગલાબંધ વિરહગીતો અને ઠપકાગીતો રચાયા છે. વીરુ પુરોહિતનું આ ગીત આ ખજાનામાં માત્ર ઉમેરો નથી કરતું, આગવી શોભા પણ બક્ષે છે. કૃષ્ણ વિના યમુનાકિનારાનું ગોકુળ નિર્જન ટાપુ જેવું કેમ લાગે છે એના લાખ કારણો આપવા ગોપી તૈયાર છે. રાધાનું ક્રંદન જોઈ એ કાન્હાને શાપ પણ આપવા તૈયાર છે.

Comments (8)

‘શબ્દો છે શ્વાસ મારા’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી 2011નું ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું પારિતોષિક

ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું વર્ષ 2011 માટેનું પારિતોષિક વિવેકના પ્રથમ ગઝલસંગ્રહ ‘શબ્દો છે શ્વાસ મારા’ને મળ્યું છે. આજે સુરત ખાતે યોજાયેલા પરિષદના 27મા જ્ઞાનસત્રમાં પ્રમુખશ્રી વર્ષા અડાલજાના હસ્તે આ પારિતોષિક એનાયન થયું. લયસ્તરો માટે તો આ અનેરા આનંદ અને ગૌરવનો પ્રસંગ છે. લયસ્તરો પરિવાર તરફથી વિવેકને અભિનંદન અને એ હજુ આગળ વધુ ઉંચાઈ પર પહોંચે એવી શુભેચ્છા.

Comments (35)

લયસ્તરોની સફરને આજે થયા આઠ વર્ષ

happy 8th birthday

લયસ્તરોને આજે આઠ વર્ષ પૂરા થાય છે. 2004થી આજે 2012.

કવિતાનો ક પણ માંડ સમજાયોતો ત્યારથી એના આનંદને વહેંચવાની ચળ આવતી’તી. એનું પરીણામ તે લયસ્તરો. શરુઆતમાં જે કંઈ યાદ આવે એ લખે રાખતો. પણ એક વાર લયસ્તરોની ગાડીએ જરા સ્પીડ પકડી પછી તો એ વ્યસન જેવું થઈ ગયું. એ દિવસોમાં ન તો કોઈ ખાસ વાંચતું કે કોમેંટ કરતું. એ બધું ય ધીમેધીમે બદલાયું. ગુજરાતી કવિતા વાંચનારાનો ડાયરો ઈંટરનેટ પર જામતો ગયો. કવિતાના રસિયાઓ દુનિયાના ખૂણે ખૂણેથી ફૂટી નીકળ્યા. ને એમાંય પછી દોસ્તોનો સાથ મળ્યો અને જાણે લયસ્તરોને પાંખો ફૂટી. ખૂબ ખૂબ વાંચકો મળ્યા અને કેટલાય જીગરજાન દોસ્તો થયા. કવિતાનું ઋણ ચૂકવવા શરુ કરેલા ઉદ્યમે એટલું બધું આપ્યું છે કે એ ઋણ ઘટવાને બદલે વધતું જ જાય છે.

કણે કણે ભેગી કરતા કરતા આજે 2700થી વધારે કવિતાઓ થઈ ગઈ છે. આટલી કવિતાઓ માટે 700થી વધારે કવિઓનું ઋણ છે. ગુજરાતી કવિતાઓનો આ સૌથી મોટો સંગ્રહ બની ગયો છે.

આ બધા માટે લયસ્તરોની ટીમ કવિઓ, વાંચકો, ચાહકો ને દોસ્તોનો આભાર માને છે.

દર વખતે લયસ્તરોની વર્ષગાંઠની ઉજવળી કંઈક નવું કરીને કરીએ છીએ. આ વખતે પણ એવો જ વિચાર છે. આવતું અઠવાડિયું ઝેન કવિતાના અઠવાડિયા તરીકે ઉજવવું છે. અલગ દેશમાં, અલગ સમયે લખાયેલી પણ સનાતન સત્યની નજીક લઈ જતી ઝેન કવિતાની ઉજવણીના સપ્તાહનું નામ રાખ્યું છે : મૌનનો પડઘો.

તો મળીશું આવતી કાલે, ઝેન કવિતાની પ્યાલી સાથે !

Comments (49)

એક કવિતા પૂરી કરું છું કે – સંસ્કૃ તિરાણી દેસાઈ

હું જેવી એક કવિતા પૂરી કરું છું કે
તે આખો આકાર લઈ ઊભી થઈ જાય
કાગળ ઉપરથી.

સ્વપ્નપરીની વાત કરું તો
તેનું આકર્ષક રૂપ લઈ
મોહક અદાથી ચાલવા માંડે છે મારી સામે
આંખોથી ઈશારા કરતી.

મશ્કરા શબ્દોની વાત કરું તો
પાંચસાતની ટોળી ઊભી થઈ
મારી સામે મશ્કરી અને ટીખળ કરવા માંડે છે
ને પછી બધા જ નીકળી પડે છે વિશાળ દુનિયામાં.

એક દિવસ મેં રાક્ષસની વાત કરી કવિતામાં
ને તે ધીમે ધીમે આકાર લેવા માંડ્યો.

એટલો બધો ભયાનક ચીતર્યો હતો કે
મને થયું કે જેવી હું પૂર્ણ કરીશ કે
કૂદી પડશે મારા ઉપર જ.

હવે હું ગભરાઈ, શું રસ્તો છે એનાથી બચવાનો?
ને મેં છેલ્લી પંક્તિ લખી જ નહીં.
પૂરી જ ન કરી કવિતા.

રાક્ષસ બિચારો હજી ઊભો છે
કાગળ સાથે પગ જકડાયેલો
છેલ્લી પંક્તિની રાહ જોતો.

- સંસ્કૃ તિરાણી દેસાઈ

દરેક કવિતાના મૂળમાં એક વિચાર હોય છે. દરેક વિચાર એક વાયરસ સમાન હોય છે. કવિતા લખી નાખો પછી એ છૂટી ગયેલા તીર જેવા વિચાર-વાયરસ પર કવિનો કોઈ અંકુશ રહેતો નથી. જે વિચારથી કવિ પોતે ગભરાય એને માટે એક જ રસ્તો છેઃ કવિતા ન લખવી. પણ આ રાક્ષસ તો ખરેખર કવિના મનની જ ઉપજ છે. બીજા બધા તો બચી શકે, પણ એ વિચાર-રાક્ષસથી કવિ પોતે કેવી રીતે બચી શકશે ?

Comments (11)

હોઠ હસે તો – હરીન્દ્ર દવે

હોઠ હસે તો ફાગુન
ગોરી ! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.

તવ દર્શનની પાર સજન,બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;
એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન.

અણુ જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ,
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ ;
તવ શ્વાસોનો સ્પર્શ
હૃદય પર મલયહાર મનભાવન.

કોઈને મન એ ભરમ,કોઈ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા,પ્રિય,માની એવી પ્રીત;
પલ પલ પામી રહી
પરમ કો મુદા મહીં અવગાહન.

-હરીન્દ્ર દવે

[   અવગાહન=વિષયનું ઊંડુ અધ્યયન. ]

પ્રેમ એવો દરિયો છે જેમાં જેટલી ઊંડી ડૂબકી મારો, તળ એટલું જ ઊંડું ઉતરતું જાય….અર્થાત તે અતળ છે. વાચાળતા પ્રેમનું લક્ષણ નથી. પ્રેમ એટલે harmony . રૂમી એ અદભૂત વાતો કરી છે પ્રેમ વિષે. રસિકજનોને અવકાશે રૂમીને વાંચવા નમ્ર અનુરોધ છે.

Comments (8)

વન-મેન યુનિવર્સિટીનો અંત – “સુ.દ. પર્વ”નો આરંભ

224309_226120937405355_2357499_a

(શ્રી સુરેશ દલાલ…    …૧૧-૧૦-૧૯૩૨ થી ૧૦-૦૮-૨૦૧૨)

*

ગુજરાતી કવિતાની યુનિવર્સિટી રાતોરાત પડી ભાંગી… એક તોતિંગ ગઢ… એક આખું આકાશ… ગુજરાતી કવિતાના ઘરનો એક મોભી… એક જ રાતમાં શું શું નથી ગુમાવ્યું ગુજરાતી ભાષાએ? લગભગ એંસી વર્ષનું આયુષ્ય ભોગવીને ગઈ રાત્રે કવિશ્રી સુરેશ પુરુષોત્તમ દલાલે આખરી શ્વાસ લીધા. એની સાથે અસંખ્ય અનુવાદ અને આસ્વાદ આપણે ગુમાવ્યા. ગુજરાતી કવિતા વેચી શકાતી નથીની “ઇમેજ” સુ.દ.એ એકલા હાથે ધોઈ નાંખી. પાંચસો-છસો રૂપિયાની કિંમતના કાવ્યગ્રંથ ‘ઇમેજ’ બહાર પાડે અને ચણા-મમરાની જેમ ઊપડી જાય એવો સુખદ અકસ્માત સુ.દ. સિવાય કોઈ સર્જી ન શકે.

સુરેશભાઈ કવિતા માત્ર જીવ્યા નથી, શ્વસ્યા છે. એમની નસોમાં રક્તકણ નહીં, શબ્દ વહેતા હતા. કવિતા ગમે ત્યાંથી મળે, ગમે એ ભાષા-સંસ્કૃતિમાંથી મળે, એ સદૈવ એને આલિંગવા તત્ત્પર રહેતા. ગુજરાતના કંઈ કેટલાય નાના-મોટા સાહિત્યકારો એમના પારસ-સ્પર્શે પોતાના ગજાથીય વધુ મોટા બની શક્યા.

સુ. દ. (૧૧-૧૦-૧૯૩૨ થી ૧૦-૦૮-૨૦૧૨) શબ્દોના માણસ હતા. અછાંદસ કવિતા, છંદોબદ્ધ કાવ્યો, બાળકાવ્યો, ગીત, ગઝલ, સોનેટ, મુક્ત સોનેટ, દીર્ઘકાવ્ય, ગદ્યકવિતા – કવિતાના કોઈ અંગને એ સ્પર્શ્યા વિના રહ્યા નથી. કવિતા જીવતો આ માણસ ઊંમરની છેલ્લી સંધ્યાએ પણ અવિરત કાર્યરત રહ્યો હતો. કાવ્ય, અનુવાદ, આસ્વાદ, નિબંધ, કટારલેખન, વિવેચન, સંપાદન, વ્યક્તિચિત્ર – શબ્દની એકેય ગલી એવી નથી જ્યાં એમણે સરળતા, સહજતા અને અધિકૃતતાથી પગ ન મૂક્યો હોય. એમનાં નામ સાથે સંકળાયેલા પુસ્તકોની યાદી લખવા બેસીએ તો પાનાંઓ ઓછા પડી જાય. પચાસની નજીક પહોંચે એટલા તો એમના પોતાના કાવ્યસંગ્રહો જ છે. એમના પોતાના શબ્દમાં કહીએ તો – “આ માણસ લખે છે, ઘણું લખે છે. લખ-વા થયો હોય એમ લખે છે”

મૂળે એ ગીત અને અછાંદસના માણસ. ગઝલ વિશે એ પોતે જ કહે છે: “ગઝલ લખવાનો ચાળો કર્યો છે, પણ ગઝલમાં એનું ગજું નહીં” પણ એમણે આપણને જે અનુવાદો અને કાવ્યાસ્વાદો આપ્યા છે એના વિના આપણું સાહિત્ય પાંગળું લાગત એ હકીકત છે. એમને કોઈ કવિ પારકા કે પરાયા લાગતા નહોતા. એમના માટે કવિ એટલે કવિ. કવિ સાથે એમનો લોહીનો નાતો હતો કેમકે કવિ એમના કાનને ગાતો હોવાનું એ અનુભવતા.  સુ.દ. પ્રણય અને પ્રકૃતિના અનહદ આરાધક હતા. વેદના અને આસ્થા એ જાણે એમની કવિતાના બે બાજુ હતા. જીવન પરત્વેની ચિરંજીવ આશા એમના કાવ્યોમાં સદા ડોકાતી. કૃષ્ણ-રાધા-મીરાંના પ્રણયત્રિકોણનો જાણે એ ચોથો ખૂણો ન હોય એમ કૃષ્ણને આરાધતા. અને જોગાનુજોગ કૃષ્ણજન્મના દિવસે જ પ્રાણ પણ ત્યાગ્યા…

એ રસ્તાના માણસ હતા, નક્શાના નહીં. એમની ગતિમાં પળેપળ પ્રગતિ હતી. શબ્દને અડે ત્યારે એમનો વેગ પ્રવેગમાં પલટાઈ જતો. સુ.દ.ને હકીકતને વળગમાં રસ ન હતો, એ એને ઓળંગવામાં માનતા. કેમકે શરીરથી આત્મા લગી, હકીકતથી સત્ય સુધીની યાત્રાને જ તેઓ કવિતા માનતા હતા. એ હંમેશા શબ્દો સાથે ભૂલા પડવાની મજા માણતા હતા. અઘરી કવિતાના વિરોધી. એમની તમામ રચનાઓ એની સરળ અને સહજ બાનીના કારણે ધ્યાન ખેંચે છે. ક્યારેક વધુ પડતી સરળતા કાવ્યપદાર્થને ખાઈ જતી હોય એમ પણ લાગે. પણ સરવાળે એ સામાન્ય માનવી સુધી કવિતાને લઈ જવાની અનવરત મથામણમાં હોય એમ લાગે છે. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એમના વિશે લખ્યું હતું: “ભાઈ દલાલની કવિતાના બે-ત્રણ ઉપલક્ષણ ધ્યાન ખેંચે છે. અર્થાનુસારી કે અર્થપોષક શબ્દને બદલે રવાનુસારી પદ આવે છે અને પછી પદમાંથી અર્થનો ફણગો ફૂટે છે. સમગ્રતયા, ત્વરા તરવરાટ અને તરંગરતિનું પ્રૌઢિમાં, તેમ જ આન્તર આકુલતા, એકલતા, સંમૂઢતા અને વૈશ્વિક વક્રતાનું તીવ્ર સંવેદન સમાધાન અને શ્રદ્ધામાં વિશ્રાન્તિ લે છે, પરિપાક પામે છે.”

જન્મ થાણામાં. ૧૯૪૯માં મેટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૫માં એમ.એ. અને ૧૯૬૯માં પી.એચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કોમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ૧૯૯૨માં નિવૃત્ત. ૧૯૮૯માં ‘ઈમેજ પબ્લિકેશન’ વૈયક્તિક સાહસ રૂપે શરૂ કર્યું. ૧૯૬૭થી ‘કવિતા’ દ્વિમાસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક. નર્મદ સુવર્ણચંદ્રક પણ મળ્યો. ૨૦૦૫માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. (આ અંતિમ પરિચ્છેદ ગુજરાતી સાહિત્ય પરિષદની સાઇટ પરથી સાભાર)

- વિવેક મનહર ટેલર

*

આવતીકાલથી લયસ્તરો સુ.દ.પર્વ નિમિત્તે કવિશ્રીના પ્રતિનિધિ કાવ્યોનો પરિચય કરાવશે. કવિશ્રીના પચાસથી વધુ કાવ્યો આપ અહીં પુનઃ અવલોકી શકો છો: http://layastaro.com/?cat=28

Comments (41)

મારી છેલ્લી કવિતા – મેન્યુએલ બંડેરા

મારી છેલ્લી કવિતા એવી હજો

જે નાજુક, સરળ અને પ્રયોજનમુક્ત વાત કરતી
ધગધગતી હોય આંસુરહીત ડુસકા જેવી
એમા હોય લગભગ સુવાસમુક્ત ફૂલોનું સૌંદર્ય
જેની જ્વાળાની પવિત્રતામાં ઉજ્જ્વળતમ હીરાઓ ભસ્મ થઈ જાય
આવેશ એમા હોય આત્મહત્યાનો જે પોતાની જાતને ખલાસ કરી નાખે કશાય ખુલાસા વિના.

- મેન્યુએલ બંડેરા
(અનુ. ધવલ શાહ)

છેલ્લી કવિતાની વાત છે. પણ એ શ્રેષ્ઠ કવિતાની વાત બનીને આવે છે. છેલ્લા બોલે કવિને છગ્ગો જ મારવો છે :-) શ્રેષ્ઠ કવિતાના લક્ષણ કવિએ જે રીતે વર્ણવ્યા છે એ અદભૂત છે. નાજુક, સરળ અને પ્રયોજનમુક્ત કવિતામાં કવિને આસુંરહીત ડુસકાની ધગધગતી આગ ભરવી છે. ઉપરથી સુવાસમુક્ત એટલે કે પવિત્રતમ ફૂલોનું સૌંદર્ય ભરવું છે. એમાં એવી જ્વાળા ભરવી છે કે જેમા ચળકતી વાસના બધી ભસ્મ થઈ જાય. અને એ કવિતા લખાવી જોઈએ આવેશની એવી ચરમસીમાએ જે આત્મહત્યાની ક્ષણે જ આવે છે. આવેશ જે બધી આસક્તિને ઉસેટી નાખે છે. કવિતામાંથી કવિની આપોઆપ બાદબાકી થઈ જાય એનાથી વધારે કવિતાની ચરમસીમા શું હોઈ શકે ?  

Comments (4)

પ્રાર્થના – સર્વેશ્વરદયાલ સક્સેના

નહીં નહીં પ્રભુ તારી પાસે
શક્તિ નહીં માંગું.

પ્રાપ્ત કરીશ એને મરીને વિખરાઈને
આજે નહીં તો કાલે આવીશ મુક્ત થઈને

કચડાઈ પણ જાઉં તો શરમ શાની
પડતા પહાડને રોકીશ
શરણે નહીં આવું
નહીં નહીં પ્રભુ તારી પાસે
શક્તિ નહીં માગું.

ક્યારે માગી છે સુગંધ તારી પાસે સુગંધહીન ફૂલે
ક્યારે માગી એ કોમળતા તીક્ષ્ણ કાંટાએ
તેં જે આપ્યું, આપ્યું,
હવે જે છે, મારું છે.
સૂઈ જા તું, વ્યથાની રાત હવે હું જ જાગીશ
નહીં નહીં પ્રભુ તારી પાસે
શક્તિ નહીં માંગું.

- સર્વેશ્વરદયાલ સક્સેના
(અનુ. સુશીલા દલાલ)

પ્રાર્થના એ પ્રભુ પાસે મદદ માંગવાની અરજી બની જતી હોય છે. એ પોતાની જાતને -અને એ રીતે- ઈશ્વરને માન આપવાની રસમ બનવી જોઈએ.

Comments (9)

ચાંદની – સ્કિપવિથ કનેલ

ઝૂરીઝૂરીને થાક્યો છું,
બેહોશ છું પ્રેમમાં;
મારા માથા પર ચાંદની
પડી છે
તલવારની જેમ.

- સ્કિપવિથ કનેલ
(અનુ.સુરેશ દલાલ)

અમેરિકન કવિતામાં ‘ઈમેજીસ્મ’ના એક પુરસ્કર્તા કવિની નાનકડી કાવ્ય-છબી. સાદી અને સીધી રજૂઆત, અને ધારદાર સચોટ વર્ણન ‘ઈમેજીસ્મ’ના લક્ષણો છે.

Comments (6)

જીવ હું – જગદીશ વ્યાસ

ઝળહળ થતા ગગન તળે ઝાકળનો જીવ હું,
ચળકી લઉં અનંતે તેજે પળનો જીવ હું.

ખુલ્લાપણું છે લોહીમાં મારા સમુદ્રનું,
તોડી પહાડ બ્હાર પડું જળનો જીવ હું.

મારાં ખરી પડેલ પીળાં પાન શું ગણું ?
ફૂટી રહેલી હર પળે કૂંપળનો જીવ હું.

થોડાંક બીજ હાથમાં છે કલ્પવૃક્ષનાં,
બેઠો છું એના છાંયડે અટકળનો જીવ હું.

આ જળ પ્રશાંતનું હશે મારું સગું કશુંક,
ખેંચાઈ આવ્યો છું જે ગંગાજળનો જીવ હું !

જગદીશ નામે ઓળખાયું ખોળિયું ફકત,
બાકી હતો ક્યાં કાળ અને સ્થળનો જીવ હું ?

- જગદીશ વ્યાસ

આ ગઝલ લખી ત્યારે આ કવિને પોતાને કેન્સર થયું છે એની જાણ હશે કે કેમ એની મને જાણ નથી પણ આ ગઝલના શેરોમાં મૃત્યુનો અહેસાસ હચમચાવી દે એ રીતે વહી આવ્યો છે. કદાચ આવનાર અંતની અપ્રત્યક્ષ અનુભૂતિ થઈ જતી હશે ? ગગન અને ઝાકળ, અનંત અને પળને juxtapose કરીને કવિએ કમાલ મત્લા આપ્યો છે. કવિએ પોતાના મૃત્યુના દોઢ મહિના પૂર્વે પોતાની આઠ વર્ષની દીકરીને સંબોધીને લખેલી ગઝલ તથા મૃત્યુ વિષયક શેરો પણ આ સાથે વાંચવા જેવા છે.

Comments (5)

Page 1 of 13123...Last »

Powered By Indic IME