રામરાજ્ય – લોકશાહી કે રોકશાહી?
આપણે ત્યાં લોકશાહી છે કે રોકશાહી?
એક કવયિત્રી, નામે પારુલ ખખ્ખરે કોરોનાકાળમાં શાસનતંત્રની નિષ્ફળતાને ચાબખા મારતું મરશિયું લખ્યું અને રાતોરાત ગુજરાતીઓની જનચેતના ઢંઢોળી નાંખી. ગુજરાતી સાહિત્યમાં આ અગાઉ કોઈ કવિતા આ હદે વાઇરલ થવાનો કોઈ કિસ્સો સ્મરણમાં આવતો નથી. આ કવિતાની જ સિદ્ધિ હતી કે એના ચાહકો અને તીકાકારો –બંનેમાંથી કોઈ એના તરફ દુર્લક્ષ સેવી ન શક્યું. કવયિત્રી પર ચારેતરફથી પુષ્પવર્ષાની સાથે જબરદસ્ત પથ્થરવર્ષા પણ થઈ. અમરેલીની સિંહણે પોતાની વૉલ પરથી કવિતા હટાવી લેવાની ફરજ પડી એ ગુજરાતી સાહિત્યની સૌથી મોટી કમનસીબ ઘટના લેખી શકાય. ભાગ્યે જ કોઈ નામી સાહિત્યકાર અને કવિઓ આ યુગપ્રવર્તક રચના અને રચનાકારના ટેકામાં આગળ આવ્યા એ એનાથીય મોટી કમનસીબી.
કવિતાને કવિતાની નજરથી જોવાનું આપણે ક્યારે શીખીશું? કવિનું કામ કવિતા કરવાનું છે, સમાજસેવા કરવાનું નહીં. પહેલાના જમાનામાં યુદ્ધમેદાનોમાં ભાટ-ચારણોનું આગવું સ્થાન રહેતું. ભાટ-ચારણો કવિતા લલકારીને સૈન્યને પોરસ ચડાવતા. પણ ભાટ-ચારણોએ તલવાર લઈને યુદ્ધમેદાનમાં ઝંપલાવવું નહોતું પડતું. કવિ અને સૈનિક વચ્ચેનો ભેદ એ જમાનાના અલ્પશિક્ષિત સમાજમાં પણ સુસ્પષ્ટ હતું, પણ આજના બહુશિક્ષિત બુદ્ધિજીવીઓ આ ભેદ સમજવામાં નિષ્ફળ રહ્યા છે. કવિએ જનજાગૃતિ માટે સાહિત્યસર્જન કરવું પણ જરૂરી નથી પણ કોઈ કવિ આ કામ કરે તો એની મૂલવણી કળાની દૃષ્ટિએ જ કરવી ઘટે. કવિતા ભલે રાજકારણ વિષયક હોય, પણ કવિતાના નામે રાજકારણ રમાવું ન જ જોઈએ.
તમને કવિતા ગમી છે? તો તમારું સ્વાગત છે.
તમને કવિતા નથી ગમી? તો તમારું સ્વાગત છે.
પણ પથ્થરમારો તો ન કરીએ…
આ કવિતા વિશે મને ગમેલા બે’ક અભિપ્રાયો:
ગુજરાતીમાં આવી કવિતા લખાય છે એ ખૂબ મોટી ઘટના છે. આ એક કવયિત્રીનો અવાજ નથી. આ અનેક ગુજરાતીઓનો અવાજ છે. મને લાગે છે કે ગુજરાતી ભાષામાં આ કવિતાનો અવાજ લાંબા સમય સુધી પડઘાયા કરશે.
– બાસુ
સિંહાસન ઉથલાવવાની તાકાત ધરાવતી કવિતા !!! શબ્દની-સાહિત્યની આ જ તાકાતથી સત્તાધીશો ધ્રૂજે છે ! પ્રલંબ સમયાવકાશ બાદ આવો ધિંગો કવિસ્વર સાંભળ્યો જે અચેતનને ઝંઝોટીને મૂકી દે ! પથ્થરમાં પ્રાણ પૂરે ! કવયિત્રીનો ઇરાદો સત્તાને ઝાટકા સાથે જાગ્રત કરવાનો છે કે હવે રાજધર્મ નિભાવો બાપા ! પ્રજાની વેદના સુણો અને ગલીએ ગલીએ ઉતરીને નાગરિકનારાયણની સેવા કરો ! સમય કઠિન છે પણ કઠિન સમયે જ પ્રજા રાજા પાસે ગુહાર પોકારે ને !!!! અત્યારે રાજા કૌવત ન બતાવે તો પ્રજા ક્યાં જશે !!?? સાચો રાજા આ કાવ્ય-ત્રાડથી સફાળો જાગી પોતાનો ધર્મ નિભાવે…..આ પ્રચંડ નાદને પોતાની અવમાનના ન ગણે !
– ડૉ. તીર્થેશ મહેતા
રાતોરાત આ કવિતાના હિંદી-મરાઠી અને અંગ્રેજી અનુવાદો પણ થયા છે. મૂળ રચનાની સાથોસાથ એ અનુવાદોને પણ આવકારીએ…
એક અવાજે મડદાં બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
– પારુલ ખખ્ખર
***
गुजराती में से अनुवाद: इलियास
एक साथ सब मुर्दे बोले ‘सबकुछ चंगा – चंगा’,
सा’ब तुम्हारे रामराज में शब-वाहिनी गंगा.
ख़तम हुये समशान तुम्हारे, ख़तम काष्ठ की बोरी,
थके हमारे कंधे सारे, आंखे रह गई कोरी
दर-दर जाकर यमदूत खेले
मौत का नाच बेढंगा
सा’ब तुम्हारे रामराज में शब-वाहिनी गंगा.
नित्य निरंतर जलती चिताएं
राहत मांगे पलभर
नित्य निरंतर टुटे चूड़ियां
कुटती छाती घर घर
देख लपटों को फ़िडल बजाते वाह रे ‘बिल्ला-रंगा’,
सा’ब तुम्हारे रामराज में शब-वाहिनी गंगा.
सा’ब तुम्हारे दिव्य वस्त्र, दिव्यत् तुम्हारी ज्योति,
काश असलियत लोग समझते, हो तुम पत्थर, ना मोती.
हो हिम्मत तो आके बोलो
‘मेरा साहब नंगा’
सा’ब तुम्हारे रामराज में शब-वाहिनी गंगा.
– इलियास
***
मराठी अनुवाद : सारनाथ आगले
एक मुखाने शव बोलले सब कुछ चंगा चंगा,
राजा, तुझ्या रामराज्यात, शव वाहिनी गंगा.
राजा,राज्यात स्मशान खुटले,संपले लाकडी भारे,
राजा,आमचे आसु आटले, खुंटले सोबत रडणारे.
घरोघरी जाऊन राजकारणाचा,नाच करती कढंगा.
राजा, तुझ्या रामराज्यात शव वाहिनी गंगा.
राजा,तुमची धगधग जोती थोडी उसंत मागे.
राजा,आमची कांकण फुटली. धडधड छाती भांगे
जळतं बघुन फिडल वाजती,येथे रंगा बिर्ला.
राजा तुझ्या रामराज्यात शव वाहिनी गंगा.
राजा तुझे दिव्य वस्र नी दिव्य तुझी ज्योती.
राजा तुला असली रुपात पुरी नगरी बघते.
मर्द कूणी असेल खरा म्हण, राजा मेरा नंगा.
राजा, तुझ्या रामराज्यात शव वाहिनी गंगा
– सारनाथ आगले
***
English Translation : Dr.G.K.Vankar
‘Everything is fine!’ the dead In a chorus nod their head,
O king, in your rule of Rama, the Ganges bears the dead.
O king, the crematoriums are scarce, so are the wood for pyre.;
Our mourners are scares and so are our weepers.
The messengers of Yama , dance so bad on every door,
O king, in your rule of Rama, the Ganges bears the dead.
O king, your chimneys ceaselessly shaking their heads long for rest.
O king, our bangles break, and we beat our chests to shreads,
Seeing it on fire, they fiddle, the duo ‘Billa and Ranga’,
O king, in your rule of Rama, the Ganges bear the dead.
O king, your royal dress is so divine, the aura so auspicious,
O king, in your original form The whole city watches you
Bewitched,in your original form.
If manly, I dare you shout, ‘ my king is nude’
O king, in your Ramarajya, the Ganges bear the dead
– Dr.G.K.Vankar
****
English Translation : Salil Tripathi (Grandson of Goverdhanram Tripathi)
Don’t worry, be happy, in one voice speak the corpses
O King, in your Ram-Rajya, we see bodies flow in the Ganges
O King, the woods are ashes,
No spots remain at crematoria,
O King, there are no carers,
Nor any pall-bearers,
No mourners left
And we are bereft
With our wordless dirges of dysphoria
Libitina enters every home where she dances and then prances,
O King, in your Ram-Rajya, our bodies flow in the Ganges
O King, the melting chimney quivers, the virus has us shaken
O King, our bangles shatter, our heaving chest lies broken
The city burns as he fiddles, Billa-Ranga thrust their lances,
O King, in your Ram-Rajya, I see bodies flow in the Ganges
O King, your attire sparkles as you shine and glow and blaze
O King, this entire city has at last seen your real face
Show your guts, no ifs and buts,
Come out and shout and say it loud,
“The naked King is lame and weak”
Show me you are no longer meek,
Flames rise high and reach the sky, the furious city rages;
O King, in your Ram-Rajya, do you see bodies flow in the Ganges?
– Salil Tripathi (Grandson of Goverdhanram Tripathi)
તીર્થેશ said,
May 13, 2021 @ 3:19 AM
લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકારો/કવિઓને પોતાનું ડિપ્લોમેટિક મૌન તોડવા આહવન
Milan Sonagra said,
May 13, 2021 @ 4:40 AM
મને બહુ જ ગમી છે કવિતા. પારુલ બહેનને આવી મુશ્કેલીઓ પડી એ દુઃખદ વાત છે. મારો સપોર્ટ છે શબ્દોને. કદાચ કોઈ મોટો ફરક પડે કે નહીં, પણ પેલી ખિસકોલીએ રામ સેતુમાં જેટલો ફાળો આપ્યો એવો મારો સપોર્ટ અહીં આપું છું.
praheladbhai prajapati said,
May 13, 2021 @ 5:26 AM
I LIKE VERY MUCH THIS POETRY AND ITS A REAL POETRY I APRICARE AND
SALUTE
Himanshu Jasvantray Trivedi said,
May 13, 2021 @ 6:00 AM
ગુજરાતી કવિતા અને સાહિત્ય જેટલું સમૃદ્ધ છે, એથી વિરુદ્ધ ગુજરાતી પ્રજાની ‘નીતિમત્તા’ (morals) અને એથિક્સ (ethics) તથા હિમ્મત ઘણા ઓછા છે. એમાં એક કવિ, તે પણ સ્ત્રી, એટલે ‘કવિયત્રી’ કચકચાવીને સાચું બોલે તો ‘ભક્તો’થી તો ક્યાંથી સહન થાય!? અમારા પુજ્યોને ‘રંગા-બિલ્લા’ કહ્યા!? હાય હાય .. જે લોકો ‘ધૃતરાષ્ટ્ર’ કે ‘ગાંધારી’ હોય તેને કેમ કરીને ‘દેખાડવું’!? હેલન કેલર ને કોઈ એ પૂછેલું, ‘અંધ હોવાથી વધુ ખરાબ શું હોઈ શકે’ … જવાબ સાંબલવા જેવો છે – ખાસ કરીને ‘ભક્તો’ એ… ‘આંખો હોવી અને ના જોઈ શકવું તે…’ (What is worst than being blind? – ‘To have eyes and not to see’.)
મને ગુજરાતી માં ઘણી કવિતાઓ અને લોકગીતો ગમ્યા છે…ખુબજ…એમાં આજના સંદર્ભે હું ત્રણ કવિતાઓ ની ત્રણ પંક્તીઓજ લખીશ…’ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે…ખંડેરની ભસ્મકણી ના લાધશે’ (શ્રી ઉમાશંકર જોશી), ચૌદ વર્ષની ચારણકન્યા, આગ-ઝરંતી ચારણ-કન્યા, નેસ-નિવાસી ચારણ-કન્યા, જગદંબા-શી ચારણ-કન્યા, ડાંગ ઉઠાવે ચારણ-કન્યા. ત્રાડ ગજાવે ચારણ-કન્યા (શ્રી ઝવેરચંદ મેઘાણી) અને સાંપ્રત અને આ ચર્ચાના મુખ્ય પાત્ર – સુ. શ્રી પારૂલબેન ખખ્ખર … જેમની આ સાંપ્રત અને કાળક્રમે જેના ઉપર ઘણું લખાશે, ચર્ચાઓ થશે, પેઢીઓ જેના પર ગર્વ લઇ શકશે એવી મે, 2021 ની રચના…
રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
આજે પારુલબેનને સહન કરવું પડશે જ, કેમકે એ સિંહણની ત્રાડ જેવી કવિતા એમની વેદનાની વાચા છે અને એટલેજ, આ કવિતા જેમને ખુબ સ્પર્શી છે, પોતાની લાગી છે, એક મૂંગી પ્રજાનો આર્તનાદ જેવી લાગણી આપે છે – એઓ બધા મૂંગા કે લખી-બોલીને પારુલબેનની હિમ્મતને, એમના શબ્દોને, એમની લાગણીને પડઘા આપશે જ, આપી રહ્યા છે…જે લોકો ને લોખંડ ના સળિયાને તપાવીને ડામ દીધાની લાગણી થઇ આવી છે એમને હવાતિયાં મારતી બે-ત્રણ વાહિયાત રચનાઓ પણ રચી છે અને કવિયત્રીને ધમકીઓ, ગાળો ભાંડે છે અને એમના અસંસ્કારીપણાના બધાજ કુલક્ષણો દર્શાવી રહ્યા છે. બિલ્લા-રંગા અને એમની ટોળી, જે મોટી-મોટી વાતો સિવાય બીજું કશું કરતાજ નથી, એઓ એમ પણ નહિ કહે કે ‘આવું ના હોય, લોકશાહી પ્રથા માં પ્રજા ને પોતાનો અભિપ્રાય અને મત અને અભિવ્યક્તિ ની સ્વતંત્રતા છે અને હોવી જ જોઈએ. પરંતુ, જે લોકો ને સ્ત્રીઓ ઘરના રસોડાની બહાર દેખાય તો પણ ઝાળ લાગે અને કૂપમંડૂકતામાંથી બહાર ના આવેલા હોય, ધૃતરાષ્ટ્ર-ગાંધારી હોય, એને શું કહી શકાય!? એઓ આવુજ કરે.
પારુલબહેન ને ‘Z’ સુરક્ષા ના મળી શકે, એમની અટક ‘રાણાવત’ નથી અને પારુલબહેને ‘ભાટાઈ’ નથી કરી અને નહિ કરે તે સ્પષ્ટ છે. પ્રણામ અને સલામ.
ગઈકાલે, આજ blog / website પર મેં અંગ્રેજી ભાષા માં લખેલું – કે મરેલી – મૃતઃપ્રાય પ્રજા વચ્ચે આ ‘અરણ્યરુદન’ છે…આપણે પ્રજા તરીકે આપણું ખમીર પાછું મેળવીને આને સ્વતંત્ર અને સ્વચ્છતંત્રાની કવિતા બનાવી શકીએ તો એ ઇતિહાસ રચશે. મારે માટે, અંગત રીતે, આ કવિતા આ આખીયે ત્રાસદીની શ્રેષ્ઠ રચનાઓમાં શ્રેષ્ઠતમ છે.
saryu parikh said,
May 13, 2021 @ 9:54 AM
ઑહ્! દિલમાં હકીકતોના તીરની જેમ ચૂભતી રચના. પારુલબેનને નમસ્કાર્.
સરયૂ પરીખ
Ibrahim said,
May 16, 2021 @ 1:22 PM
Excellent summarization of key points emanating from this beautiful but hard-hitting poem can be found at the following link-
http://urvishkothari-gujarati.blogspot.com/
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા: પારૂલ ખખ્ખરની કવિતા નિમિત્તે