ઊંચકી લીધું અહમનું પિંજરું,
લ્યો, હવે હેઠું જ ક્યાં મુકાય છે?
હરેશ 'તથાગત'

લયસ્તરોની સોળમી વર્ષગાંઠ પર…

*

ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સહુથી વિશાળ વેબસાઇટ આજે ષોડશી થઈ…

સોળ વર્ષ પહેલાં આજના દિવસે અમેરિકામાં ધવલ શાહે આ વેબ્લોગની શરૂઆત કરી… એક-એક કરતાં આજે એક હજારથી વધુ કવિઓની ૪૮૦૦ જેટલી રચનાઓ ગુજરાતી કવિતાપ્રેમીઓને અમે પીરસી શક્યાં છીએ એનો આનંદ… વિશેષ આનંદ એ વાતનો છે કે સાહિત્યરસિક મિત્રોની સાથોસાથ સિદ્ધહસ્ત કવિઓએ પણ અમારા આ પુરુષાર્થને મોકળા મને બિરદાવ્યો છે. લયસ્તરો આજે ઑનલાઇન ગુજરાતી કવિતાનું પ્રતિષ્ઠિત સરનામું બની શક્યું છે એનો હર્ષ હૈયામાં સમાતો નથી.

સોશ્યલ મિડીયાઝની ભરમાર વચ્ચે વેબસાઇટ્સ ગઈ ગુજરી બનવાને આરે હોવા છતાં લયસ્તરોના ચાહકો આજ સુધી અમારી પડખે ને પડખે જ રહી અવિરત હૂંફ પૂરી પાડી રહ્યા હોવાથી અમારું અસ્તિત્ત્વ હજી ટકી રહ્યું છે… સ્વીટ સિક્સ્ટીનના આ નવલા-નાજુક વળાંકે અમે સહુ આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ…

૨૦૨૦નું આખું વર્ષ કોરોના ૧૯ના વૈશ્વિક રોગચાળાની નાગચૂડમાં વેડફાઈ ગયું. વૈશ્વિક મહામારી વૈશ્વિક નિરાશા પણ લઈને આવી છે… તો આવા સમયે સોળમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે કોરોના રોગચાળાની ઉદાસી વ્યક્ત કરતી કાજળકાળી કવિતાઓ રજૂ કરવાના બદલે અમે હાસ્ય-વ્યંગ્યની હળવી રચનાઓનો રસથાળ લઈને રવિવારથી આપ સહુ સમક્ષ ઉપસ્થિત થઈશું… કારમા કોરોનાકાળમાં પળભર માટે પણ આ કવિતાઓ આપના ચહેરા પર થોડી પ્રસન્નતા આણી શકે તો અમારું સદભાગ્ય…

કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના શક્ય જ નહોતી…. આપ સહુનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો સહૃદય આભાર..

-ડૉ. ધવલ શાહ, મોના નાયક, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર
(ટીમ લયસ્તરો)

93 Comments »

  1. Udayan said,

    December 4, 2020 @ 1:00 AM

    Sol achanak sattar jevu lage chhe!

  2. Harihar Shukla said,

    December 4, 2020 @ 1:02 AM

    સોળ વર્ષનો લયસ્તરો હજુ આગળ વધે, નવાં શિખરો સર કરે અને “સોળ” માંથી “ળ” ને બાદ કરીને “સો” વર્ષ શ્વસે એ જ આકાંક્ષા 💐

  3. Dilip Chavda said,

    December 4, 2020 @ 1:05 AM

    Many many congratulations to લયસ્તરો ડોટ કોમ.
    Wish it will get more and more enrichment..

  4. Dilip Chavda said,

    December 4, 2020 @ 1:06 AM

    Many many congratulations to લયસ્તરો ડોટ કોમ.
    Wish it will get more and more enrichment..
    Its really a prestig of gujarati literature

  5. Shah Raxa said,

    December 4, 2020 @ 1:08 AM

    વાહ..ગમતી વેબસાઇટ પુખ્ત થઈ ગઈ..એનું સૌંદર્ય ખીલશે…ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  6. Sandip Pujara said,

    December 4, 2020 @ 1:14 AM

    વાહ….
    ગુજરાતી કવિતાને જીવંત રાખવામાં લયસ્તરોનો સિંહફાળો છે..
    સતત 16 વર્ષ સુધી અવિરતપણે આટલી સુંદર રચનાઓ પીરસવી એ નાની વાત નથી અને એ બદલ ટીમ લયસ્તરોને ખુબ ખુબ અભિનંદન અને આગળ પણ આ રીતે કાર્ય થતું રહે એવી શુભેચ્છાઓ

  7. Harshvi Patel said,

    December 4, 2020 @ 1:17 AM

    શુભકામનાઓ 💐

  8. jay vasavada said,

    December 4, 2020 @ 1:21 AM

    અભિનંદન ખજાનો તરુણ થયો ચીવટપૂર્વકની પસંદગી પણ લાજવાબ

  9. ગૌરાંગ ઠાકર said,

    December 4, 2020 @ 1:22 AM

    ખૂબ જ સરસ…. કવિતા શીખતા, વાંચતા, લખતા,પ્રમાણતા તમામને એકસરખી રીતે ઉપયોગી એવી હાલમાં સક્રિય તમામ વેબસાઈટમાં મને સૌથી વધારે ગમતી વેબસાઈટ લયસ્તરો વેબ સાઈટ ને અને તેના સંચાલક મિત્રોને અભિનંદન અને હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ…

  10. ડો.મહેશ રાવલ said,

    December 4, 2020 @ 1:25 AM

    લયસ્તરો…
    Sweet 16…મુબારક…🌹
    “ટીમ લયસ્તરો”ને પણ ગઝલપૂર્વક અભિનંદન💐

  11. Purvi Brahmbhatt said,

    December 4, 2020 @ 1:26 AM

    ગુજરાતી સાહિત્ય પરત્વેની આપની નિષ્ઠા ને સલામ ખૂબ ખૂબ અભિનંદન લયસ્તરોની સમગ્ર Team ને.

  12. yogesh tailor said,

    December 4, 2020 @ 1:30 AM

    AATLI MOTI SANKHYA AAPNI SAFADTANI SUNDAR SABITI CHHE
    KHOOB KHOOB ABHINANDAN

  13. Ami said,

    December 4, 2020 @ 1:31 AM

    U guys r doing amazing thank you so much મસ્ત કવિતાઓ ની વેબસાઈટ 🙏ખુબ ખુબ અભિનંદન 🙏 wish you all the best

  14. Chetan Framewala said,

    December 4, 2020 @ 1:34 AM

    16 varshni Nav Yauvana ne khub khub abhinandan…

  15. Chetan Framewala said,

    December 4, 2020 @ 1:35 AM

    16 Varsh ni Nav Yauvana ne Hardik Abhinandan…

  16. Rina said,

    December 4, 2020 @ 1:38 AM

    Congratulations Layastaro and awesome foursome… May the journey to the silver jubilee continue…. 💐💐

  17. Anita dave said,

    December 4, 2020 @ 1:46 AM

    લયસ્તરોની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન…16 વર્ષની સફર મુબારક.

  18. મુકેશ પરમાર "મુકુંદ" said,

    December 4, 2020 @ 1:50 AM

    ખરેખર ,લયસ્તરો ની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન.

    આપનું આ ભગીરથ કાર્ય ગુજરાતી સાહિત્યને વધુ ઉચ્ચ સ્તરે લઈ જાય છે.💐💐🙏🙏

  19. Rachna Shah said,

    December 4, 2020 @ 1:57 AM

    Congratulations

  20. Anil Chavda said,

    December 4, 2020 @ 1:59 AM

    લયસ્તરોનો આ લય અવિરત વિસ્તરતો રહે તેવી દિલથી શુભકામનાઓ

  21. કિરણ 'રોશન' said,

    December 4, 2020 @ 2:00 AM

    ખૂબ ખૂબ અભિનંદન લયસ્તરોની આખી ટીમને…
    કોઈ સંબંધ સોળ પૂરા કરી સત્તરમાં બેસે પછી પૂછવું જ શું?
    એનું હોવું ખીલે જાણે અત્તરસુ….

    લયસ્તર સાથે ગઝલપૂર્વક જોડાઈ શક્યાનો હરખ છે….
    લયસ્તરોની આ સફર આમજ અવિરત, અસ્ખલિત ચાલતી જ રહે એવી અભ્યર્થના

  22. Anant Dave said,

    December 4, 2020 @ 2:24 AM

    Congratulations

  23. Vinod Mabel, Chatak said,

    December 4, 2020 @ 2:24 AM

    Solha baraski Bali umar ko salam.
    Great achievement.
    Nice collection of poetries.
    Salute to team

  24. Jayesh shah said,

    December 4, 2020 @ 2:33 AM

    Congratulations 🎉🎉🎉

  25. Mayurika Leuva said,

    December 4, 2020 @ 2:58 AM

    લયસ્તરોનો લય આમ જ ગૂંજતો રહે એવી શુભેચ્છાઓ 💐

  26. હિના શાહ " મહેંદી " said,

    December 4, 2020 @ 3:06 AM

    સોળ સોળ વર્ષ આ રીતે સાહિત્યનો વ્યાપ વધારવો સહેલો નથી. તમામ સંચાલકોને દિલથી અભિનંદન. તેમજ દરેક રચનાકારને સુંદર રચનાઓ પીરસવા બદલ અભિનંદન.
    આભાર

  27. Turab Mandapwala said,

    December 4, 2020 @ 3:09 AM

    ગુજરાતી સાહિત્યની નિઃસ્વાર્થ સેવા બદલ લયસ્તરોની ટીમને હાર્દિક અભિનંદન.

  28. Tanvi k tandel said,

    December 4, 2020 @ 3:10 AM

    લયસ્તરો આ સફર અવિરત ચાલતી રહે એવી શુભેચ્છાઓ…. ગુજરાતી સાહિત્યને આમ દરેક ગુજરાતી સુધી પહોંચતું કરવા ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો. સમગ્ર ટીમને અભિનંદન સાથે ફરી શુભકામનાઓ.

  29. સુનીલ શાહ said,

    December 4, 2020 @ 3:15 AM

    સૌથી પ્રિય અને ઉત્તમ વેબસાઈટ સાતત્યપૂર્ણ રીતે નવા પડાવો પાર કરતી રહી છે તેનો આનંદ જ હોય. ટીમ લયસ્તરોની સૂઝ, નિષ્ઠા અને પ્રતિબદ્ધતાને સલામ કરું છું. સુકામનાઓ અને હાર્દિક અભિનંદન.

  30. Bharat Bhatt said,

    December 4, 2020 @ 3:20 AM

    અભિનંદન, શુભેચ્છાઓ.

  31. કિશોર બારોટ said,

    December 4, 2020 @ 3:21 AM

    લયસ્તરોના યૌવનપ્રવેશોત્સવને હરખે વધાવું છું.
    અઢળક અભિનંદન, સહસ્ત્ર શુભકામનાઓ.

  32. મૂકેશ જોશી said,

    December 4, 2020 @ 3:27 AM

    આપણી ભાષાનું ગૌરવ વધારતી વેબસાઈટ..

  33. Rajesh Hingu said,

    December 4, 2020 @ 3:56 AM

    ગુજરાતી ભાષાની ઉત્કૃષ્ટ વેબસાઇટ લયસ્તરો ને પ્રાપ્ત તુ ષોડષે વર્ષે હૃદય પૂર્વક અભિનંદન.. ટીમની પ્રતિબદ્ધતા ને વંદન. લયસ્તરો પ્રગતિના સર્વોચ્ચ શિખરો સર કરે એવી શુભેચ્છાઓ..

  34. હીના પંડ્યા 'इरा' said,

    December 4, 2020 @ 4:10 AM

    યુવાનીના ઉમરા સમા સોળમાં વર્ષમાં પ્રવેશેલા લયસ્તરો માટે…. એવી શુભકામના….. કે તે અવિરત યૌવનમાં જ રહીને……આમ એક પછી એક કેટલાય કવિ હૃદયના સ્તર ઉઘાડતા જઈને ગુજરાતી હૈયાઓને લયની મીઠી ચાસણીમાં રસતરબોળ કરતા રહે……

  35. ચિરાગ પાધ્યા 'ભદ્રા' said,

    December 4, 2020 @ 4:11 AM

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન..

  36. ભૂપેન્દ્ર ત્રિવેદી said,

    December 4, 2020 @ 4:41 AM

    હાર્દિક શુભેચ્છા. પ્રગતિના સોપાન સર કરતા રહો.

  37. નેહસ said,

    December 4, 2020 @ 4:46 AM

    સોળ વટાવ્યાની વધાઈ.. સત્તરમા વરસનું સ્વાગત..
    ટીમ લયસ્તરોની સાહિત્ય નિસબતને સલામ…
    આનંદ સાથે અભિનંદન..

  38. વિશાલ જોશી said,

    December 4, 2020 @ 5:03 AM

    અતિ આનંદ …. સોળ વર્ષના વધામણાં…
    લયસ્તરોને આમ તો ગણી ન શકાય પણ શબ્દોમાં જેમણે જેમણે લયને વણ્યો છે એ સૌ સર્જકોનેય વંદન… ટીમના સૌ સભ્યોને નતમસ્તક અભિનંદન

  39. Jayesh Rajvir said,

    December 4, 2020 @ 5:06 AM

    16 વર્ષની ઉંમર એ યુવાનીની શરૂઆત છે રગોમાં વહેતું લોહી વધુ ઝડપથી ફરે છે અને લયસ્તરોની મજા હવે જ વધુ આવશે એવું લાગી રહ્યું છે ખૂબ ખૂબ અભિનંદન0

  40. Charulata Anajwala said,

    December 4, 2020 @ 5:21 AM

    આપણી ભાષાનું ગૌરવ વધારતી વેબસાઇટ લયસ્તરો નો લય અવિરતપણે ગૂંજતો રહે એવી શુભેચ્છા સાથે અઢળક અભિનંદન… 💐

  41. chetan shukla said,

    December 4, 2020 @ 5:50 AM

    ટીમ લયસ્તરોને શુભેચ્છાઓ

  42. Suresh H Kikani said,

    December 4, 2020 @ 6:03 AM

  43. Snehal said,

    December 4, 2020 @ 6:08 AM

    સોલાહ બરસ કી બાલી ઉમર કો સલામ …

  44. Jayshree Bhakta said,

    December 4, 2020 @ 6:14 AM

    Wow… 16 years!!!! Amazing… ટીમ લયસ્તરો ને ખુબ શુભકામનાઓ ..!! લયસ્તરો આમ જ ગુજરાતી કવિતા રસિકોની સૌથી વ્હાલી વેબસાઇટ બની રહે!! દરેક ડૂબકી લગાવનારને નવા નવા મોતીઓ મેળવી આપે.

  45. narendrasinh said,

    December 4, 2020 @ 6:17 AM

    શુભકામનાઓ

  46. અશોક જાની 'આનંદ' said,

    December 4, 2020 @ 6:36 AM

    અભિનંદન સોળ વર્ષની સુહાની સફર માટે, શુભેચ્છા આગળના ઉજ્જવળ ભાવિ માટે.

  47. કાનન કુમાર ત્રિવેદી said,

    December 4, 2020 @ 6:48 AM

    અનેક અભિનંદન અને શુભેચ્છાઓ…

  48. Dr Purushottam Mevada, Saaj said,

    December 4, 2020 @ 6:50 AM

    આદરણીય કાવ્ય ના ચાહક ‘લયસ્તરો’ ના આયોજક મિત્રો,
    આપ સૌને આવું સુંદર કામ ૧૬ વર્ષ સુધી કરીને ગુજરાતી ભાષા ની ઉત્તમ સેવા કરી છે. હું લગભગ શરુઆત ના વર્ષોથી જ માણતો રહ્યો છું. મારા હાર્દિક અભિનંદન. બસ હજી ઘણો પંથ કાપી શકશો, શુભેચ્છાઓ.

  49. પૂર્વી શુકલ said,

    December 4, 2020 @ 6:51 AM

    શુભકામનાઓ

  50. Gunvant thakkar said,

    December 4, 2020 @ 7:04 AM

    સૌને અભિનંદન..🌹🌹🌹🌹

  51. Rajendra K Daftary said,

    December 4, 2020 @ 7:15 AM

    Congratulations…

  52. CA VINOD GUNDARWALA said,

    December 4, 2020 @ 7:20 AM

    Heartiest Congratulations on completion of 16 years for presenting wonderful “Kruties” and with this hope to receive such great creations for the years to come..With warm regards..

  53. Siddharth J Tripathi said,

    December 4, 2020 @ 7:36 AM

    માતૃભાષા ની અવિરત સોળ વર્ષ અપ્રતિમ સેવા કરવાં બદલ આપ સૌ
    અઢળક ધન્યવાદ ને હકદાર છો. હાર્દિક અભિનંદન.

  54. Vipul Joshi "VJ" said,

    December 4, 2020 @ 7:53 AM

    “લયસ્તરો” એટલે ગુજરાતી સાહિત્યનું ગુગલ કમ વિકીપીડીયા.

    લયસ્તરો એટલે ગુજરાતી સાહિત્યમાં ખૂબ ચોકસાઇથી અને વ્યાકરણની ભૂલો વગરની ગઝલો , અછાંદસ, ગીત, કવિતા, અનુવાદ અને એ રચનાઓનો આસ્વાદ-રસાસ્વાદ માણવાનું સ્થાન.

    લગભગ વર્ષ ૨૦૧૧થી તો અવિરત હું લયસ્તરોને માણતો આવ્યો છું. લયસ્તરોએ નરસિંહ મહેતાથી લઇને મીરાંબાઇ, અને કલાપીથી લઇને આધુનિક નવોદિત કવિઓ સુધી ઘણાં બધા કવિઓને પોતાના ડીજીટલ પ્લેટફોર્મ પર સ્થાન આપ્યું છે અને એમને વખાણ્યા છે. એક હજાર કરતાં પણ વધુ કવિઓને પોતાની ડીજીટલ એડીશન પ્લેટફોર્મ પર વિનામૂલ્યે સ્થાન આપવું એ પણ બહુ મોટી સેવા જ છે.

    નિસ્વાર્થ ભાવે શરૂ કરેલ આ ભગીરથ કાર્ય આજે “સ્વીટ સીક્સ્ટીન” સોળ વર્ષ પુરા કરીને સત્તરમાં વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે એ એક અનોખી ઉપલબ્ધી છે.

    મારા જેવા સાહિત્યનાં ભાવક, ચાહક અને વાહક માટે લયસ્તરો એ એક ગુજરાતી એનસાઇક્લોપેડીયા છે.

    ડો.વિવેકભાઇ અને લયસ્તરોની સમગ્ર ટીમને હ્રદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન અને (વિવેકભાઇની જ ભાષામાં) સુકામનાઓ! 💓💓

    Vivek Tailor
    Tirthesh P Mehta
    Mona Naik
    Dhaval Shah

    Vipul Joshi “VJ”
    Surat

  55. Ashutosh Bhatt said,

    December 4, 2020 @ 8:06 AM

    લયસ્તરો નો લય આગામી અનેક વર્ષો સુધી અવિરતપણે ગૂંજતો રહે એવી શુભેચ્છાઓ સાથે અઢળક અભિનંદન…

  56. Vijay jani said,

    December 4, 2020 @ 8:27 AM

    તરુણાવસ્થા માં પ્રવેશ સમયે ખૂબ શુભેચ્છાઓ અને તરુણાઈ માણવા ખૂબ શુભકામના. વિજય જાની

  57. Uma Parmar said,

    December 4, 2020 @ 9:28 AM

    સ્વીટ સિકસટીન, સક્સેસફુલી સિકસટી પણ જુએ એવી શુભેચ્છા સહ અભિનંદન…

  58. Harshad Dave said,

    December 4, 2020 @ 9:38 AM

    Congratulations. બસ, હમેંશા કવિતાનો વરસાદ વરસાવતા રહો એવી શુભેચ્છા.

  59. HASMUKH SHAH said,

    December 4, 2020 @ 9:49 AM

    ગુજ્રરાતેી સાહિત્ય નો પ્રસાર કરવામા લયસ્તરનુ મહત્વનુ યોગદાન રહ્યુ. અભિનન્દન્

  60. લલિત ત્રિવેદી said,

    December 4, 2020 @ 10:10 AM

    … અભિનંદન….
    …. ખૂબ ખૂબ રાજીપો….

  61. Poonam said,

    December 4, 2020 @ 10:30 AM

    16 baras ki bali Umar ko salam aur Pranam… aap ka uske prati pyar ko bhi… abhinandan aur Dhero Shubh kamanaye Lay-Sur- aur Tal me rahe humesha 💐😊

  62. HASMUKH SHAH said,

    December 4, 2020 @ 10:33 AM

    CONGRATULATIONS !

  63. Aasifkhan said,

    December 4, 2020 @ 11:17 AM

    લયસ્તરો ની આખી ટીમને ખુબખુબ અભિનંદન
    લાય. નું માધુર્ય આવી જ રીતે વર્ષોના વર્ષો સુધી બકરાર રહે ને એનું યૌવન વધુ ખીલે
    લયસ્તરો ની આખી ટીમને શુભેચ્છાઈ

  64. Kavita shah said,

    December 4, 2020 @ 11:29 AM

    લયસ્તરોની સમગ્ર ટીમને અભિનંદન.
    Doc ખૂબ અભિનંદન

  65. ચિંતન આચાર્ય said,

    December 4, 2020 @ 11:39 AM

    ત્રણેય સંપાદક મિત્રોને આ અદ્ભુત દિવાસની અને લયસ્તરોની સોળમી વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!!!

    અભિનંદન 💐💐💐

  66. Kirti said,

    December 4, 2020 @ 11:39 AM

    લયસ્તરની સમગ્ર ટીમને અભિનંદન💐

  67. pragnajuvyas said,

    December 4, 2020 @ 12:02 PM

    લયસ્તરોના સંચાલકોને લયસ્તરોની ૧૬ મી વર્ષગાંઠે ખૂબ ખૂબ અભિનંદન!
    હંમેશા બસ આવી જ રીતે લયસ્તરોની સફળ-વૃધ્ધિ થતી રહે
    અને
    અમે સૌ સદા એનો આસ્વાદ લેતાં રહીએ એવી શુભેચ્છાઓ…
    અભિનંદન,
    યાદ આવે.
    प्राप्ते तु षोडशे वर्षे ,.
    पुत्रे मित्रवत् आचरेत् ।।
    चाणक्य

  68. Aasifkhan said,

    December 4, 2020 @ 12:13 PM

    વાહ
    લયસ્તરો ટીમને અભિનંદન ,સ્નેહકામનાઓ અને ખાસ તો આભાર કે કવિતાનો વીશાળ આભ અમારી સમક્ષ ધર્યુ
    સલામ આખી ટીમને
    લયસ્તરો નું યૌવન આમજ બકરાર રહે

  69. Rinku Rathod said,

    December 4, 2020 @ 12:28 PM

    લયસ્તરો દ્વારા સાહિત્યને એક આગવું સરનામું મળ્યું છે. ભાષાને જાણવાનું, માણવાનું અને ચાહવાનું આ અનોખું માધ્યમ છે. ખરેખર સ્તુત્ય કાર્ય કરતી સમગ્ર ટીમને સાદર વંદન.

  70. Bhadresh Kapadia said,

    December 4, 2020 @ 1:31 PM

    Congratulations & Many Many More. . . All The Best. . .

  71. મીનાક્ષી અને અશ્વિન ચંદારાણા said,

    December 4, 2020 @ 6:06 PM

    ખૂબ ખૂબ શુભકામનાઓ

  72. Vijay said,

    December 4, 2020 @ 6:26 PM

    Happy sweet 16

    We are all proud of you
    Vijay

  73. Aniruddh said,

    December 4, 2020 @ 6:53 PM

    उत्तराखंड छु ऐटले पुस्तक वधारे नथी अही,,ऐवामा आ खजानो हाथवगो भेरुबंध जेवु थय पडे,,,,आभार 🏅🎖🥇टिमनो गुजरात ने गुजराती ने आ कविताखाणआपका माटे 🙋‍♂️🙏💐

  74. Maheshchandra Naik said,

    December 4, 2020 @ 8:28 PM

    ટીમ લયસ્તરોના સૌને ખુબ ખુબ અભિનદન….
    જન્મદિવસ મુબારક…..
    સાહિત્યનો પથ ઉતરોઉતર અનેક વરસો સુધી સાહિત્ય જગતમા સાહિત્યરસિકોને આનદ કરાવતો રહે એવી શુભકામનાઓ…….

  75. Anila patel said,

    December 5, 2020 @ 12:12 AM

    ખૂબ ખૂબ અભિનંદન.

  76. રાકેશ ઠક્કર said,

    December 5, 2020 @ 1:39 AM

    સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન.

  77. Parul Nayak said,

    December 5, 2020 @ 1:48 AM

    સરસ મજાનું કામ, ઉત્તમ અભિક્રમ

  78. Anshu Joshi said,

    December 5, 2020 @ 1:09 PM

    🌹Heartly Congratulations to all team members of layastaro.com.’ખૂશ્બુ ગુજરાત કી’ વિશ્વ માં લઇ જનાર સહુ કવિમિત્રો ને ખુબ ખુબ શુભેચ્છાઓ તથા અભિનંદન 🙏

  79. Babu Patel said,

    December 5, 2020 @ 1:19 PM

    Congratulations team layastaro. ખૂબ ખૂબ અભિનંદન.

  80. ડો.જગદીપ નાણાવટી said,

    December 5, 2020 @ 2:29 PM

    લયસ્તરો ટીમને ખુબ ખુબ શુભેચ્છાઓ

  81. Lata Hirani said,

    December 7, 2020 @ 6:23 AM

    લયસ્તરો હવે યુવાનીની હરિયાળીમાં પ્રવેશે છે ત્યારે જ એને હાસ્ય વ્યંગ્ય આપી હસાવવાનો નિર્ણય જોરદાર છે…. સાચી ઉજવણી. સમગ્ર ટીમને અભિનંદન.

  82. smita shukal said,

    December 7, 2020 @ 8:37 AM

    abhinadan laystroni teem ne khub shubhechao

  83. આરતીસોની said,

    December 8, 2020 @ 7:58 AM

    સોળ વર્ષનો લયસ્તરો હજુ આગળ વધે, નવાં શિખરો સર કરે અને સો વર્ષ પૂર્ણ કરે એવી દિલથી શુભેચ્છાઓ 🌹🎂 💐

  84. Ashish Desai said,

    December 8, 2020 @ 11:47 AM

    અભિનન્દન!

  85. કિરીટ ભકત said,

    December 8, 2020 @ 11:52 AM

    માતૃભાષા ને જીવંત રાખવા માટે હાદિઁક અભિનંદન અને શુભેચ્છાઓ.

  86. કિરીટ ભકત said,

    December 8, 2020 @ 11:53 AM

    માતૃભાષા ને જીવંત રાખવા માટે હાદિઁક અભિનંદન અને શુભેચ્છાઓ.
    ધન્યવાદ.

  87. Bhavini chauhan said,

    December 8, 2020 @ 10:20 PM

    આપણી જગત જનની { માતૃભાષા } ને જીવંત રાખવા માટે હાર્દિક અભિનંદન હાર્દિક શુભેચ્છા.

  88. Bhavini chauhan said,

    December 8, 2020 @ 10:23 PM

    આપણી લોક લાડીલી ભાષા, જગત જનની મા એવી માતૃભાષા ગુજરાતી ને કાયમ આપણી સમક્ષ કાયમ રાખવા માટે ખૂબ ખૂબ અભિનંદન.

  89. Sarla Sutaria said,

    December 10, 2020 @ 5:42 AM

    સોળ સોળ વર્ષથી જે સાહિત્ય અહીં સચવાયું છે એ જોતાં લાગે છે કે આપણી માતૃભાષાને વિસરાઈ જવાનો ભય નથી. નવી પેઢી પણ માતૃભાષાને ઓળખવા અને જાણવા લયસ્તરોની મુલાકાત લેશે ને માતૃભાષાના પ્રેમમાં પડી જશે.
    આપ સૌ લયસ્તર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વ્હાલ

  90. વિનોદ જોષી / વિજો said,

    March 29, 2021 @ 4:27 AM

    રાષ્ટ્રની નાડીનાં ધબકાર…..! ⚘⚘⚘

    જય હિંદ.
    વંદે માતરમ.

    અભિનંદન.

  91. વિજો said,

    March 29, 2021 @ 5:00 AM

    નજરમાં છિદ્રો
    ⚘⚘⚘⚘⚘

    સ્હેજ જ આંખમીંચામણાં થયાં ,
    રિક્ત નજરમાં છિદ્રો ઘણાં થયાં .

    અંધારું જરા ઓગળ્યા પછી
    રાતના ડિલ પર છાંટણાં થયાં .

    મૃગજળ હજુ દીઠું નથી છતાં
    તરસ પર નભતાંય હરણાં થયાં .

    ફિકર ન કરો , નૈ બગડે કપડાં
    કહી , અમે બસ પાથરણાં થયાં .

    કોઇ દિ’ ન દેતાં દાદ કોઈને
    સૌની નજરમાં વામણાં થયાં .

    ચપટી એક જિંદગીમાં જુઓ
    ખોબો ભરી રિસામણાં થયાં .

    ઈશ્વરે ઘડ્યો માણસ એટલે
    છેવટ એ ય અળખામણાં થયાં !

    – વિજો

    ⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘

  92. વિજો said,

    March 29, 2021 @ 10:40 AM

    ‘ લયસ્તરો’નું

    “ઈમેઈલ એડ્રેસ”
    આપવા વિનંતી.

    આપણી ગરવી ગુજરાતી ભાષાને ઉત્તરોત્તર
    વધુ ને વધુ સમૃદ્ધ , ગૌરવશાળી અને લોકભોગ્ય
    બનાવવાનાં સાતત્યપૂર્ણ અને યશસ્વી પ્રયાસો માટે
    ‘લયસ્તરો’ સાથે , પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે , જોડાયેલાં
    અને સંબંધાયેલાં સૌ મિત્રોને હાર્દિક અભિનંદન . ⚘⚘⚘

    – વિ જો
    🌹🌹🌹

  93. વિવેક said,

    March 30, 2021 @ 1:58 AM

    @ વિજો :
    vmtailor@gmail.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment