આજે લયસ્તરોની પંદરમી વર્ષગાઠ
લયસ્તરો દ્રારા કવિતાના આનંદનો ગુલાલ કરવાના ઉદ્યમને આજે 15 વરસ પુરા થાય છે. કવિતાની હુંફમાં આટલો પસાર કરવાનો અવસર થયો એ ઈશ્વરનો ઉપકાર જ ગણાય. આ અવસરે હું લયસ્તરોની ટીમ – મોના, તીર્થેશ, વિવેક અને મારા – તરફથી સઘળા કવિઓ, સ્નેહીજનો અને વાચકોનો આભાર માનું છું.
મા ગુજરાતીને ઇન્ટરનેટ પર પ્રસરતી જોવાનો આનંદ બહુ મોટો છે. ગુજરાતી કવિતા રોજે રોજ બદલાઈ રહી છે અને વિસ્તરી રહી છે. વધુને વધુ લોકો પોતાના સાંસ્કૃતિક (અને સાહિત્યિક) મૂળિયાંની શોધમાં ગુજરાતી ભાષા તરફ પાછા ફરી રહ્યા છે. ગુજરાતી સાહિત્ય, નાટકો, ફિલ્મો બધું ઓસરવાને બદલે ઉભરાતું જાય છે. ઉમદા કામ કરવા સક્ષમ એવું નવું લોહી ગુજરાતી ભાષાપ્રવાહમાં ઉમેરાતું જાય છે. આ બધું એક ચમત્કારથી ઓછું નથી.
દર વર્ષે લયસ્તરોની વર્ષગાંઠ કંઈક નવું કરીને ઉજવવાનો ક્રમ અમે આ વખતે પણ ચાલુ રાખીશું. આવતું અઠવાડિયું આપણે સૂફી કવિતાઓની સાથે પસાર કરીશું. એનો પહેલો મણકો આવતી કાલે આવશે. તો આજે શું? આજે લયસ્તરોની પંદરમી વર્ષગાઠ નિમિત્તે હું તમારી સાથે કવિતાની મને ગમતી પંદર વ્યાખ્યાઓ રજુ કરું છું, ‘કવિતા એટલે શું?’ એ અનુત્તરણીય પ્રશ્નનો જવાબ શોધવામાં એ હાથવાગી થશે એવી આશા સાથે 🙂
કવિતા માનવીનો પોતાના હોવાપણાની સામેનો વિદ્રોહ છે. – જેમ્સ બ્રાન્ચ કાબેલ
કવિતા એક પડઘો છે જે એક પડછાયાને નાચવા માટે આમંત્રિત કરે છે. – કાર્લ સેન્ડબર્ગ
જે અનુવાદમાં ખોવાઈ જાય છે એ કવિતા હોય છે. – રોબર્ટ ફ્રોસ્ટ
કવિતા એટલે હકીકતની વ્યાખ્યા. – ઇડિથ સીટવેલ
કવિતા કે ગીત એ તમે સમજી શકો એવી ચીજ નથી, એ એવી ચીજ છે જે તમને સમજી શકે છે. – વિન્ની ધ પૂ(એ.એ. મિલ્ને)
કવિતા એ રોજનીશી છે જમીન પર રહેતા જળચરોની, જે હવામાં ઉડવાની ઈચ્છા રાખે છે. – કાર્લ સેન્ડબર્ગ
ખરી કવિતા એ જે સમજાતા પહેલા જ સમજાઈ જાય. – ટી. એસ. ઇલિયટ
કવિતા અવાજના આશીર્વાદથી જન્મેલું ચિત્ર છે. – સિમોનિડીસ
કવિતા મૌનનું અનાથ બાળક છે જેને શબ્દોએ દત્તક લીધેલું છે. – ચાર્લ્સ સિમિક
મારું માથું કોઈએ વાઢી લીધું હોય એવું લાગે, ત્યારે હું માનું કે એ કવિતા છે. – એમિલી ડીકીનસન
કવિતા એ જિંદગીનો પુરાવો છે. એ બળતી જિંદગીની ખરતી રાખ માત્ર છે. – લેનાર્ડ કોહન
જીવનમાં યાદ રાખવા જેવું જે કશું છે એ કવિતા છે. – વિલિયમ હાઝલીટ
કવિતા એ સુખ અને સત્યનું ચોખટુ બેસાડવાની કળા છે. – સેમ્યુઅલ જ્હોનસન
કવિતા એટલે જિંદગીને ગળચીથી પકડી લેવાની કરામત. – રોબર્ટ ફ્રોસ્ટ
કવિતા એટલે આત્માની માતૃભાષા. – ઉમાશંકર જોશી
લોહીનું શ્યાહી માં રૂપાંતર એટલે કવિતા. – હરીન્દ્ર દવે (આભાર: કેતન યાજ્ઞિક)
pragnaju said,
December 3, 2019 @ 6:44 PM
મા શ્રી ડૉ ધવલભાઇ, ડૉ તીર્થેશભાઇ, ડૉ વિવેકભા ઇ અને સુ શ્રી મૉના
લય અને સ્તર બંને સુંદર રીતે જાળવી અવિરત આગળ વધતા ૧૫ વર્ષ ક્યારે પુરા થયા તે ખબર પણ ન પડી ! હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ
લયસ્તરોની પંદરમી વર્ષગાઠ નિમિત્તે કવિતાની ચિંતન મનન કરવા જેવી પંદર વ્યાખ્યાઓ માણી .
અહીં તો ઠંડો પવન વાય છે અને બરફ પડવાનો શરુ થયો
યાદ આવે મા ભગવતી શર્માજી
મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ
અને ફાયર પ્લેીસ પાસે માણીએ લય્યસ્તરો
વધુ આનંદ હવે અઠવાડિયું આપણે સૂફી કવિતાઓની સાથે પસાર કરીશું તેનો
જ્યાં જ્યાં સૂફી સંગીત, સૂકી ગાયકીની વાત આવે ત્યાં એવું જ વાતાવરણ સર્જાતું હોય છે… ‘ધ્યાન લાગે …ઇબાદત શરૂ થાય….’ પ્રેમની આ સ્થિતીના જ્ઞાનને ’હકીકત’ કહેવાય. પરમાત્માને પરમ પ્રિયતમાના રુપમાં માની અને તેને પામવાની અભિલાષા અને તડપ જે રીતે બયાન થાય છે તે કવ્વાલી, ગઝલ અને શાયરીના રુપમાં હોય છે. તેને ’ઇશ્કે-હકીકી’ કહેવાય છે. આવા શેરો અને ગઝલો ઉપર ઉપરથી તો લૌકીક લાગે છે, પરંતુ આ પ્રકારને ’મારિફત’ કહેવાય છે અને આ વિચારધારાને ’તસવ્વુફ’ અને તેમાં માનનારાઓને સુફી કહેવાય છે. ’મોયુદિન ચિસ્તી’ , ’અમીર ખુશરો’ આ બધા સુફી સંતો હતાં. ઝિક્રના માર્ગે આગળ વધતા ફિક્રનો માર્ગ ખૂલે છે. ફિક્ર એટલે ચિંતન. ચિંતન પણ સમય સ્થળ અને માહોલનું મોહતાજ નથી. તેના માટે કોઇ ભાષા નથી. તે મન, દિલની સાથે જોડાયેલી ક્રિયા છે. ફિક્રથી સૂફીસંત આગળ વધે તો ‘મુરાકીબત’ની દશામાં તમે અલ્લાહ સાથે સાક્ષાત્કાર કર્યો છે.
રાહ…
Parbatkumar said,
December 3, 2019 @ 8:58 PM
આદરણીય ડૉ. વિવેકભાઈ, ડૉ. ધવલભાઈ, ડૉ. તીર્થેશભાઈ અને સુ મોનાજી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
હું લયસ્તરોને વ્હાલ કરું છું
આપનો
પરબતકુમાર નાયી દર્દ
Monal Shah said,
December 3, 2019 @ 9:43 PM
Congratulations team Layastaro!
ધવલ said,
December 3, 2019 @ 10:08 PM
પ્રગ્નાજુ… તમે તો સૂફી કવિતાનો માહોલ બાંધી દીધો !
આ બ્લોગને આટલે સુધી પહૉંચાડવામાં તમારો પણ ભાગ છે… તમારી કોમેન્ટસ અમારે મ્માટે રાહબરની ગરજ સારે છે… આજના અવસરે તમારો ખાસ આભાર!
Chitralekha Majmudar said,
December 3, 2019 @ 10:26 PM
Hearty Congratulations and Best Wishes for the treat that is offered of ‘ Kavita’ daily.. Many Happy Returns of The Day…The Last definition of ‘Kavita’ by Umashankarbhai is the Best….We look forward to continue having ‘ Kavita’s for many more years.
Bharat Bhatt said,
December 3, 2019 @ 11:03 PM
Congratulations. Happy Birthday to “LAYSTARO”
Thanks to all.Doing marvelous job.
ketan yajnik said,
December 4, 2019 @ 4:01 AM
લોહીનું શ્યાહી માં રૂપાંતર એટલે કવિતા -હરીન્દ્ર દવે
લયસ્તરો ને અભિનંદન
Lata Hirani said,
December 4, 2019 @ 4:15 AM
ડૉ. વિવેકભાઈ, ડૉ. ધવલભાઈ, ડૉ. તીર્થેશભાઈ અને મોનાજી
આપની ટીમ એક નવા મુકામને સર કરી રહી છે, એ માટે સૌ કવિતાપ્રેમીને આનંદ અને ગૌરવ હોય…
ગુજરાતી કાવ્યજગતમાં આપનું કામ સીમાચિન્હ બની રહેશે…
ટીમને ખૂબ ખૂબ અભિનંદન
લતા હિરાણી
DINESH said,
December 4, 2019 @ 4:27 AM
Congratulations. Happy Birthday to “LAYSTARO”
Thanks to all.Doing marvelous job.
સુનીલ શાહ said,
December 4, 2019 @ 7:22 AM
લયસ્તરોની ટીમને હદયથી અભિનંદન.
લયસ્તરો એ ગુજરાતી કવિતાનો વિશ્વસનીય
દસ્તાવેજ બની ગયો છે, જે કવિતાના ચાહકો
માટે અદભૂત ખજાનો છે.
આનન્દ.. અનેક શુભકામનાઓ
Deval said,
December 4, 2019 @ 7:22 AM
Very happy to be a reader of this ocean of fantastic content . Many congratulations to entire team .
Udayan Thakker said,
December 4, 2019 @ 7:32 AM
Layastaro has become a ready reckoner of Gujarati poetry. Weldone.
પ્રકાશ પરમાર said,
December 4, 2019 @ 7:35 AM
લયસ્તરો એટલે કવિતાની લીલીતરીથી આચ્છાદિત લાગણીઓનું લીલુંછમ સરનામું.
ગુજરાતી કાવ્યસમૃદ્ધિનો આ માતબર ખજાનો.. સતત વિસ્તરતો વિકસતો રહે એવી શુભેચ્છા.
Shabnam Khoja said,
December 4, 2019 @ 7:37 AM
Amazing…!!
Congratulations to team Layastaro for fantabulous 15 years..
Kavita Shah said,
December 4, 2019 @ 7:44 AM
Happy BDay .. લયસ્તરો
Dear Dost Doc અને ટીમને લયસ્તરોને એક આગવા મુકામ પર મુકવા બદલ અભિનંદન .
ગુજરાતી કાવ્યજગતમાં આપનું યોગદાન આગવી છાપ છોડશે જ.. શુભેચ્છાઓ..
Three cheers To “LAY STARO”💐💐💐
કવિતા શાહ
Bharat Chatwani said,
December 4, 2019 @ 7:57 AM
વાહ વાહ.. ખૂબ જ સરસ.. સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન.. અને અઢળક શુભકામનાઓ…
Sandip Pujara said,
December 4, 2019 @ 7:59 AM
ખુબ જ આનંદની વાત છે સતત આટલા વર્ષો સુધી એકધારી આ પ્રવૃત્તિ ચલાવવી અને એ પણ કોઈ પણ પ્રકારના અંતરાય વગર એટલે ગુજરાતી કવિતાને લોકોના હૃદયમાં જીવંત રાખવામાં લયસ્તરોના યોગદાનને કેમ ભુલાય!
ટીમને ખૂબ શુભેચ્છાઓ
અજીત પરમાર said,
December 4, 2019 @ 8:11 AM
સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ કામ વીતેલા વર્ષોમાં લયસ્તરો દ્વારા થયું છે અને આવનાર વર્ષો માં પણ થતું જ રહેશે ….. જય હો … શુભકામના….
Aditya jamnagri said,
December 4, 2019 @ 8:16 AM
લયસ્તરો ની યાત્રા અનંત રહે તેવી શુભકામના
Haresh Nimavat said,
December 4, 2019 @ 8:19 AM
आ प्रयोग वधु ने वधु विस्तरे ऐवी हार्दिक शुभकामना.
कविता जिन्दगी नु मोंघु नजराणुं छे.
Dilip Chavda said,
December 4, 2019 @ 8:20 AM
Heartily Congratulations to the TEAM🌹🌹🌹🌹❤️❤️❤️
Dilip Chavda said,
December 4, 2019 @ 8:21 AM
Heartily Congratulations from the bottom of my heart to the TEAM🌹🌹🌹🌹❤️❤️❤️
Bharati gada said,
December 4, 2019 @ 8:21 AM
કવિતા એટલે
કલમથી કંડારેલી કવિના વિચારોની તાદમ્ય તસ્વીર
ખૂબ ખૂબ અભિનંદન સાથે લયસ્તરોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Dilip Chavda said,
December 4, 2019 @ 8:23 AM
Heartily Congratulations from the bottom of my heart to the TEAM Laystaro 🌹🌹🌹🌹❤️❤️❤️
Dinesh Pandya said,
December 4, 2019 @ 8:34 AM
વિવેકભાઈ, ધવલભાઈ અને તિર્થેશભાઈ
“લયસ્તરો” ને subscribe કરી દસેક વર્ષથી તેમાં તમે મૂકેલાં
કવિતા, ગીત, ગઝલ, વ. માણી આનંદ લઈએ છીએ.
સહુને ધન્યવાદ, અભિનંદન અને શુભેચ્છા!
દિનેશ
Dr Sejal Desai said,
December 4, 2019 @ 8:55 AM
Congratulations to the team of” Laystaro ” !
It is indeed a treasure of Gujarati literature,providing us the poetry of all kinds ,different times and various poets ….and that too in a very simple and user friendly manner …
Thanks team Laystaro!
Keep it up good work!
Dr Sejal Desai
Vasim Landa 'Vahla' said,
December 4, 2019 @ 8:58 AM
અભિનંદન
ખૂબ ખૂબ અભિનંદન…
ડો.પરેશ સોલંકી said,
December 4, 2019 @ 9:02 AM
અભિનંદન..કવિતાના અવસરને..અભિનંદન
પૂર્વી બ્રહ્મભટ્ટ said,
December 4, 2019 @ 9:08 AM
સમગ્ર team ને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ 💐💐
કૌશિક પટેલ said,
December 4, 2019 @ 9:15 AM
Congratulations team layastaro… !!
નેહા પુરોહિત said,
December 4, 2019 @ 9:20 AM
મને તો કવયિત્રી તરીકે ઓળખ જ લયસ્તરોએ આપી છે, એ કેમ ભૂલાય ? લયસ્તરોની આ ‘નવોદિત પ્રોત્સાહનયાત્રા’ અવિરત ચાલતી રહે.. અહીં મુકાતી કવિતાઓ સર્વ અભ્યાસુઓને માર્ગદર્શક બની રહે… શુભકામનાઓ…
સુરેશ જાની said,
December 4, 2019 @ 9:24 AM
હાર્દિક અભિનંદન. ભાષાની આમ જ સેવા કરતા રહો, એવી શક્તિ પરમ તત્વ આપ સૌને આપે, તેવી પ્રાર્થના,
HASMUKH SHAH said,
December 4, 2019 @ 9:28 AM
અભિનન્દન્
Dr Niraj Mehta said,
December 4, 2019 @ 9:45 AM
Abhinandan
Ane
Anand
Shubhechhao aavnara varsho mate
CHANDRESH KOTICHA said,
December 4, 2019 @ 9:52 AM
ખૂબ ખૂબ અભિનંદન…
HASMUKH SHAH said,
December 4, 2019 @ 10:12 AM
CONGRATULATIONS !!!
Poonam said,
December 4, 2019 @ 10:25 AM
Waah !
Khoob abhinandan sir ji sarahniya
Ankade me anantata aaye… fule fale badhata jaaiye💐🙌🏻
રસિક ભાઈ said,
December 4, 2019 @ 11:32 AM
અભીનંદન લયસ્તરો ની ટીમ ને અને શુભેચ્છા પાઠવુ છું.કવિતા ચોકલેટ છે જે વારંવાર ચગલવી ગમે ્
રવીન્દ્ર પારેખ said,
December 4, 2019 @ 11:53 AM
અનંત અભિનંદનો અને અઢળક શુભેચ્છાઓ-
રવીન્દ્ર પારેખ
ડૉ.મહેશ રાવલ said,
December 4, 2019 @ 12:28 PM
સતત લય અને સ્તર જાળવી, ગુજરાતી અભિવ્યક્તિના
ગીત,ગઝલ, વિ. સ્વરૂપને એકધારી અને નિયમિત ખેવનાથી
શિસ્તબદ્ધ સાતત્યપૂર્વક ભાવકો/વાચકો સમક્ષ પ્રસ્તુત કરતી
વૅબસાઇટ લયસ્તરોને પંદર વર્ષનું ઉજવણું મુબારક… 🤗
અને
ટીમ લયસ્તરોને ગઝલપૂર્વક અભિનંદન 🌹
Anil Chavda said,
December 4, 2019 @ 1:00 PM
ખૂબ ખૂબ અભિનંદન
લયસ્તરોએ મારી કવિતાનો લય અને લોકો સુધી પહોંચાડ્યો છે, માટે વ્યક્તિગત રીતે આભારી છું….
Devika Dhruva said,
December 4, 2019 @ 1:16 PM
કવિતા એ ગહન હ્ર્દય-ગમ્ય સત્યનો આલાપ છે-શ્રી અરવિંદ…
આ આલાપનો રિયાઝ અવિરતપણે ખંતપૂર્વક ચાલુ રાખનાર સમગ્ર ટીમને લયપૂર્વક અભિનંદન અને દિલી શુભેચ્છાઓ. મારી રચનાઓને સમાવવા માટે પણ આભાર..
દેવિકા ધ્રુવ
HARSHAD MANUBHAI BHATT said,
December 4, 2019 @ 4:36 PM
Khub Khub Shubhkamnao!
Hearty Congratulations!
આરતી સોની said,
December 4, 2019 @ 5:08 PM
લયસ્તરો દ્વારા અમને કાવ્યસમૃદ્ધિનો માતબર ખજાનો આપવા બદલ લયસ્તરોની ટીમને અનેકાનેક ધન્યવાદ. અભિનંદન અને સતત વિસ્તરતો વિકસતો રહે એવી શુભેચ્છાઓ.. 👏👏👏👏 -આરતીસોની
રાહુલ તુરી said,
December 4, 2019 @ 9:24 PM
આનંદ અભિનંદન..જય હો
પ્રજ્ઞા વશી said,
December 4, 2019 @ 9:32 PM
લયસ્તરોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
બસ આમ જ કવિતા જગતને ઉજાગર કરતાં રહો
સાથે આપની નિષ્ઠાને સલામ .
Mitesh Shah said,
December 4, 2019 @ 9:44 PM
Kudos to the motivation and determination for running this site actively for 15 years. Commendable achievement 👏🏼👏🏼. Very proud to say that we are friends with the team at Laystaro – ગુજરાતી ભાષા ને પાછા આંતરરષ્ટ્રીય સ્તરે લાવવા પાછળ લયસ્તરો વેબસાઇટ નું યોગદાન અતિ મહત્વૂર્ણ ગણી શકાય – it has really started an movement in the years when the interest in Gujarati language and literature was at the lowest level and the world was getting heavily influenced by English language because of the net propularity and English as a defacto language of the net. ગુજરાતી ભાષા નો ઇતિહાસ લખાશે ૫૦-૧૦૦
વર્ષ પછી ત્યારે લયસ્તરો વેબસાઇટ નો બહુ માનપૂર્વક ઉલ્લેખ થશે. કેટલા બધા અર્વાચીન કવિ ઓ તો લયસ્તરો ને લીધે જ limelight માં રહ્યા છે. લયસ્તરો ની પ્રગતિ વર્ષો વર્ષ તથી રહે અને એના વારસદારો મળતા રહે એવી શુભેચ્છા.
Aasifkhan said,
December 5, 2019 @ 6:46 AM
અભિનંદન
અને આભાર
અમને આટલી સરસ ભેટ આપવા માટે
Bharat Trivedi said,
December 5, 2019 @ 11:45 AM
અભિનંદન .
લક્ષ્મી ડોબરિયા said,
December 5, 2019 @ 9:41 PM
ઉત્તમ કવિતાને વહેંચવાનું અને વિસ્તારવાનું કામ લયસ્તરો દ્વારા થઈ રહ્યું છે એ આપણાં સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે.
લયસ્તરોને આ માટે ખૂબ ખૂબ અભિનંદન અને હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ 🌷🙏
Girish Parikh said,
December 8, 2019 @ 12:31 PM
લયસ્તરો ટીમને હ્રદયમાંથી અભિનંદન.
લયસ્તરોનું હૃદય છે અલબત્ત કાવ્ય. અને કાવ્ય ઉપરાંત એનો આસ્વાદ તથા ભાવકોના શબ્દો કાવ્યના મહિમાને માણવાનો અનોખો આનંદ આપે છે.
લયસ્તરો કાવ્યવિશ્વમાં અમર છે.
–ગિરીશ પરીખ
તા.ક. મારું દીર્ઘ મુકતકાવ્ય (અછાંદસ નહીં કહું!) “ગામડાનું બજાર” લયસ્તરોમાં સ્થાન પામ્યું છે એથી ગૌરવ અનુભવું છું.
Indu Shah said,
December 9, 2019 @ 2:53 PM
લયસ્તરો ટીમને હાર્દિક અભિનંદન . ખૂબ શુભ્ભેચ્છા .
ઈન્દુ શાહ
Shriya said,
December 11, 2019 @ 11:56 AM
વાહ વાહ ખુબજ હાર્દિક ર્અભિનન્દન!! કવિતાની જુદી જ્દી વ્યાખ્યાઓ વાન્ચવાની ખુબજ મજા પડી! આ બે મારી સૌથી મનગમતી છે! જે અનુવાદમાં ખોવાઈ જાય છે એ કવિતા હોય છે. – રોબર્ટ ફ્રોસ્ટ કવિતા એ સુખ અને સત્યનું ચોખટુ બેસાડવાની કળા છે. – સેમ્યુઅલ જ્હોનસન
વિવેક said,
December 12, 2019 @ 12:42 AM
દોઢ દાયકાની અમારી આ મુસાફરીમાં ડગલે ને પગલે અમારી સાથે રહી અમને પ્રોત્સાહન પૂરું પાડનાર તથા અહીં શુભેચ્છા પાઠવનાર તમામ વાચકમિત્રોનો હૃદયપૂર્વક આભાર…