મૃગજળ વગેરે – ભગવતીકુમાર શર્મા
રેત – ડમરી – મૃગ – તરસ – મૃગજળ વગેરે…
મન – મરણ – શ્વાસો – અનાદિ છળ વગેરે…
છે – નથી – હોઈ શકે – અથવા – કદાચિત;
હું – તું – આ – તે – તેઓની સાંકળ વગેરે…
ત્યાં – અહીં – પેલી તરફ – પાસે ક્ષિતિજ પર,
ધૂળ – ધુમ્મસ – માવઠું – જાળસ્થળ વગેરે…
આ – વિકલ્પો – તે – અગર પેલું – વિકલ્પે;
સ્મિત – અશ્રુ – મોતી કે ઝાકળ વગેરે…
‘જો’ અને ‘તો’ – ‘પણ’ અને ‘બણ’ કે પછી
કોણ? – કોઈ – કઈ – કશું – નિષ્ફ્ળ વગેરે…
કાલ – હમણાં – અબઘડી – કાલે પરમ દિ’;
કાળ – યુગ – સૈકા – વરસ પળપળ વગેરે…
શ્વાસ – ધબકા – હૃદય -લોહી – શિરાઓ;
લાગણી – ડૂસકું – ચિતા બળબળ વગેરે…
-ભગવતીકુમાર શર્મા
અર્થની ફીકર ના કરતા… આખી એબસ્ટ્રેક્ટ ગઝલ એક-શ્વાસે વાંચી જજો … એ અનુભુતીમાંથી પસાર થઇ જજો … અર્થના એક પછી એક પડ ઉઘડતા જશે એની મારી ગેરેન્ટી !
JAFFER KASSAM said,
January 2, 2019 @ 5:51 AM
બહુજ સરસ
ketan yajnik said,
January 2, 2019 @ 10:55 PM
‘આખી એબસ્ટ્રેક્ટ ગઝલ એક-શ્વાસે વાંચી જજો … એ અનુભુતીમાંથી પસાર થઇ જજો … અર્થના એક પછી એક પડ ઉઘડતા જશે એની મારી ગેરેન્ટી !’સાચી વાત
ketan yajnik said,
January 2, 2019 @ 10:56 PM
આખી એબસ્ટ્રેક્ટ ગઝલ એક-શ્વાસે વાંચી જજો … એ અનુભુતીમાંથી પસાર થઇ જજો … અર્થના એક પછી એક પડ ઉઘડતા જશે એની મારી ગેરેન્ટી !
pragnaju said,
January 2, 2019 @ 11:06 PM
કવિતાના બધાં સ્વરૂપોમાં આ સર્જકે પદાર્પણ કર્યું હોવા છતાં ગઝલકાવ્યસ્વરૂપ તરફનો એમનો આગવો ઉમળકો અને અભિગમ આ કાવ્ય્સ્વરુપની સંખ્યા જોતા જાણી શકાય તેમ છે. કેવું છે આ સ્વરૂપ સાથે સર્જકનું તાદાત્મ્ય ? એ તેમના આ વિધાનથી પ્રમાણીને આગળ વધીએ….
‘વરસોના અનુભવે મને સમજાયું કે, નાટકીય ઉદગારોમાં રાચતી, ઉપદેશાત્મક, પ્રચારલક્ષી, ચબરાકીપૂર્ણ દાવાદલીલો ઉપસાવતી ગઝલ મને અનુકૂળ નથી. સુક્ષ્મ ભાવસ્પંદનો અને ભાષાનું શિલ્પ એ મારી ગઝલસર્જનની ભૂમિ છે.’ એટલે આ કવિના ગઝલસર્જનને માણવા/નાણવાની એક પ્રકારની ‘ચાવી’ આ વિધાનથી સર્જક અહીં આપે છે. અને એ ભાવકને આ ગઝલભવનમાં વિહાર કરવા માટે માર્ગદર્શક નીવડે તેમ છે. કવિ-કેફિયત માત્ર વીગતને વાગોળ્યા કરે એ કરતા સર્જકની વિભાવનામાં કે સર્જનમાં પ્રવેશવાનું દ્વાર બને તો સર્જક અને ભાવક બન્ને માટે ઉપકારક સાબિત થાય. જે આ વિધાનથી આ કવિ કરી આપે છે.
ક્યારેક કોઈ કલ્પનના ઉછાળથી કે પ્રતીકાત્મક નિરુપણથી તેઓ પોતાનું ધાર્યું કામ પાર પાડે છે. જુઓ આ રહ્યા થોડા અડસડતા ઉલ્લેખ….
ધુમ્મસની જેમ પળમાં વિખેરાઈ જઈશ હું
આમે ય ક્યાં જીવંત છું ? ‘હોવા’નો ભાસ છું
*
રેત–ડમરી–મૃગ–તરસ—મૃગજળ વગેરે ..
મન– મરણ- -શ્વાસો– અનાદી છળ વગેરે
છે –નથી–હોઈ શકે– અથવા– કદાચિત ,
હું– તું–આ — તે –તેઓ–ની સાંકળ વગેરે..આધુનિકકાળની કવિતાએ ગ્રહણ કર્યા કે વારંવાર પ્રયોજ્યાં એ મોટાભાગનાં પરિમાણો કે વ્યક્તવિષયો અહીં અવતરે છે. એની અભિવ્યક્તિની રીતિ પણ એ કાળને અનુસરે છે. પરંતુ વિભાવ સાથે કવિએ દાખવેલી સર્જકનિષ્ઠા અને નિદર્શનમાં કવિના અવાજને શોધવો રહે. . છેવટે તો કવિતાએ ભાષારૂપ પણ સિદ્ધ કરવાનું હોય છે. ભાવ અથવા અર્થ ઉતરી આવે એ તો એની વધારાની મઝા. આપણને બે શબ્દનાં સાયુજ્યમાં અને સહોપસ્થિતિમાં કવિતા વાચતા આવડે તો ઘણા પ્રશ્નો હલ થાય. એ રીતે જોતા અહીં આપણને કેટલાક આગવાં નિદર્શન અને નિરીક્ષા મળી રહે છે.
તેઓ જ કહે છે : “આમેય અધ્યાત્મ પ્રત્યેનો મારો અનુરાગ છેલ્લાં કેટલાંક વરસોથી ઉત્તરોત્તર દ્રઢ થતો રહ્યો છે. એની સઘન છાયા મારા સર્વે પ્રકારના કાવ્યોમાં અનુભવાય છે. કવિની તાજેતરની રચનાઓ જોતા આપણે પણ એ પ્રતીતિ કરી શકીએ. આયુના ઉત્તરાર્ધે આપણી ભાષાના ઘણા કવિઓમાં તેમ આ કવિમાં પણ શબ્દ હવે સાશ્વતીના માર્ગે હશે. જો કે, આપણી ભાષાની કવિતા છેલ્લા કેટલાંક વરસોથી અધ્યાત્મની પારિભાષિકતાથી ફાટફાટ છે, મોટા ભાગના સર્જકોને રહસ્ય હાથ લાગી ગયું છે અથવા તો લાગવામાં છે. તેમાં કેટલાંક અપવાદો પણ હોય જ. આ કવિમાં પણ આગવી અનુભૂતિ અને અંગત દર્શનના કેટલાંક સુંદર ઉદાહરણ આપી શકીએ તેમ છીએ. પરંતુ, આ બાબતે પણ ભાવકો માટે અવકાશ છોડવો વધુ ઉચિત લેખાશે.
Nehal said,
January 3, 2019 @ 12:05 AM
વાહ, અદ્ભૂત!
Rasila Kadia said,
January 3, 2019 @ 7:35 AM
સરસ
શ્વાસ – ધબકા – હૃદય -લોહી – શિરાઓ;
લાગણી – ડૂસકું – ચિતા બળબળ વગેરે…
વાહ
આગવી અનુભૂતિ અને અંગત દર્શન