પ્રશ્નો ઘણા વિકટ છે,
રસ્તો છતાં નિકટ છે.

દેખાય તે બધુંયે-
ભાવિની ચોખવટ છે.
અંકિત ત્રિવેદી

વેશ્યા – મલિકા અમર શેખ (મરાઠી) (અનુ.: અલકા અસેરકર)

પુરુષો ઉભા હોય છે
નાકે નાકે..
કેડ વાંકી કરીને ને
આઁખો મિચકાવતા
તોય એમને કોઈ વેશ્યા કહેતુ નથી…

– મલિકા અમર શેખ (મરાઠી)
(ગુજ. અનુવાદ: અલકા અસેરકર)

*
નુક્કડ પર, બસમાં, ઑફિસમાં
પુરુષો ઊભા રહે છે,
કમ્મર મટકાવે છે,
આંખ મારે છે,
તો પણ કોઈ એમને વેશ્યા નથી કહેતું.

– મલિકા અમર શેખ (મરાઠી)
(અનુ: વિવેક મનહર ટેલર)

*
नाक्यावर, बसमध्ये ऑफिसमध्ये
पुरुष उभे, कंबर वाकडी करीत, डोळा मारीत,
तरी त्यांना कोणी वेश्या म्हणत नाहीत.
– मलिका अमर शेख

કેવી સશક્ત કવિતા! કેટલા ઓછા શબ્દોમાં કેટલી મોટી વાત! આપણી સદીઓ જૂની પુરુષી માનસિકતાના ગાલ પર સણસણતો સમાચો!

12 Comments »

  1. સંજુ વાળા said,

    January 31, 2020 @ 3:11 AM

    સરસ
    તમારો અનુવાદ વધુ નજીક છે

  2. Rajesh Hingu said,

    January 31, 2020 @ 3:45 AM

    સટ્ટાક

  3. Anjana bhavsar said,

    January 31, 2020 @ 4:16 AM

    જો પાડીશ ચીસો ને કરીશ શોર તોયે કોઈને નહીં સંભળાય,
    છે ઓરડીની દીવાલો બેરી…

    તન ની પીડા અને મન પર ના ઘાવ કોઈને ક્યાં સમજાય,
    માંહે ઘુસેલો જનાવર છે વેરી..

    ક્રોધનું આંજણ આંખ્યુંથી રેલાય અને ડુસકુ છાનું મુકાય,
    સુમસામ છે મારગ ને શેરી…

    હસીને આવકારવું મજબૂરી અને અંતર ખૂબ વલોવાય,
    બદનામ વસ્તી માં છે દેહ ના વેપારની દેરી…

    -અંજુ

  4. સંજય પરમાર said,

    January 31, 2020 @ 4:23 AM

    અન્ય ભાષાઓની રચના મુળ ભાષામાં પણ સાથે પ્રગટ કરતા રહેવી. દરેક ભાષાનો સ્વાદ અલગ હોય.

  5. Mayurika Leuva said,

    January 31, 2020 @ 4:53 AM

    સટાક..

  6. લલિત ત્રિવેદી said,

    January 31, 2020 @ 8:22 AM

    અદભુત

  7. rajul said,

    January 31, 2020 @ 8:29 AM

    ખતરનાક કવિતા છે!

  8. pragnajuvyas said,

    January 31, 2020 @ 10:47 AM

    સુ શ્રી મલિકા અમર શેખનું સટિક અછાંદસનો સુ શ્રી અલકા અસેરકરનો ભાવાનુવાદ પર ડો વિવેકજી નો સ રસ આસ્વાદ-‘કેવી સશક્ત કવિતા! કેટલા ઓછા શબ્દોમાં કેટલી મોટી વાત! આપણી સદીઓ જૂની પુરુષી માનસિકતાના ગાલ પર સણસણતો સમાચો!’
    માનવ સમાજમાં રહે છે તેથી તેનું મનસ્વી વર્તન ચલાવી લેવાય નહિ અને તેના સ્વભાવને બદલાવી શકાતો નથી – આ બે અંતિમો વચ્ચેનો મધ્યમ માર્ગ વિદ્વાનોએ સૂચવ્યો અને તે માનવ વર્તનને નિયંત્રિત કરવાનો. ભય અને લાલચ, ઈનામ અને સજા આ બે માનવ વર્તનને નિયંત્રિત કરનારા પરિબળો તરીકે સ્વીકરવામાં આવ્યા.
    આ અર્થમાં વિચાર જીવન માટે ખુબ અગત્યનો છે. :
    द्रव्ययज्ञा: तपोयज्ञा: योगयज्ञा: तथा परे
    स्वाध्याय ज्ञानयज्ञा: च यतय: संसितव्रता:

  9. Dr Sejal Desai said,

    February 1, 2020 @ 12:44 AM

    વેધક સવાલ સમાજને સચોટ કવિતા દ્વારા…. આભાર વિવેક ભાઈ

  10. Kajal kanjiya said,

    February 2, 2020 @ 9:52 AM

    કડવી વાસ્તવિકતા

  11. Yagnik Vaghasia said,

    March 18, 2020 @ 1:09 AM

    અસહમત. પુરુષો માટે અલગ શબ્દ હોય છે, પણ હોય તો છે જ. પુરુષોના મફલર અને સ્ત્રીઓના સ્કાર્ફનો ઉપયોગ એક હોઈ શકે, જરૂરી નથી કે એમના નામ પણ એક જ હોય.

  12. PALASH SHAH said,

    April 11, 2020 @ 7:40 AM

    New thinking and eye opener
    hats off મલિકા અમર શેખ and
    વિવેક મનહર ટેલર………very true reality
    agree with your thoughts….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment