આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
રમેશ પારેખ

ગઝલ – સુનીલ શાહ

દર્દભીનાં આંસુ શાને પાંપણે શણગારવાનાં ?
જેટલા શ્વાસો મળ્યા, એને હૃદયથી માણવાના.

જે હકીકતમાં કદી પહેરી શકો નહીં જિંદગીભર,
આંખની ખીંટી ઉપર એ સ્વપ્ન શાને ટાંગવાનાં ?

રોજ મનની વ્હાલસોયી ડાળખી પર ફરફરે છે,
એ સ્મરણનાં પાંદડાંને શી રીતે અટકાવવાનાં ?

અન્ય ભાષાને ભલે પંપાળવા નીકળી પડ્યા સહુ,
પણ, અમે તો ગુર્જરીમાં લાગણી કંડારવાના.

જો ! ગઝલનું ગાંડપણ કેવી દશા સર્જી રહ્યું છે,
મારું મન સોગંદ લે છે, દર્દને વિસ્તારવાના !

– સુનીલ શાહ

દર્દથી શરૂ થઈને દર્દ પર પૂરી થતી ગઝલમાં કવિ સ્વપ્ન, સ્મરણ અને ભાષાની મજાની યાત્રા કરાવે છે.

10 Comments »

  1. સુનીલ શાહ said,

    May 9, 2015 @ 4:34 AM

    આભાર વિવેકભાઈ

  2. mehul said,

    May 9, 2015 @ 8:52 AM

    ક્યઆ બઆત્

  3. yogesh shukla said,

    May 9, 2015 @ 1:08 PM

    સરસ ગઝલ

  4. vimala said,

    May 9, 2015 @ 1:27 PM

    અન્ય ભાષાને ભલે પંપાળવા નીકળી પડ્યા સહુ,
    પણ, અમે તો ગુર્જરીમાં લાગણી કંડારવાના.

    કમાલ !!!!! સુનિલ ભાઈ,
    ગુર્જરીમાં કંડારેલ લાગણીઓ અમારા સુધી રેલાવતા રહો….

  5. ડૉ.મહેશ રાવલ said,

    May 9, 2015 @ 4:38 PM

    મારૂં મન સોગંદ લે છે દર્દને વિસ્તારવાના!
    -વાહ કવિ..!

  6. Sandhya Bhatt said,

    May 10, 2015 @ 1:10 AM

    Vah….tamam sher gamya…abhinandan…

  7. Ashok Vavadiya said,

    May 10, 2015 @ 6:39 AM

    ખૂબ સુંદર મજાની ગઝલ સર. …

  8. Girish Parikh said,

    May 10, 2015 @ 9:00 PM

    આ પોસ્ટ http://www.wordpress.girishparikh.com પર પણ પોસ્ટ કરું છું.
    વિવેકે પોસ્ટ કરેલો સુનીલ શાહનો આ શેર મારા દર્દને તાજું કરી ગયો!
    જો ! ગઝલનું ગાંડપણ કેવી દશા સર્જી રહ્યું છે,
    મારું મન સોગંદ લે છે, દર્દને વિસ્તારવાના !
    શું છે મારું દર્દ? “આદિલના શેરોનો આનંદ” પુસ્તક લખીને આપણા અમર ગઝલકાર આદિલ મન્સૂરીના શેરોને અમેરિકા-કેનેડામાં વસતા ગુજરાતીઓના ઘેર ઘેર પહોંચાડવા હતા. પણ મારું એ સ્વપ્ન હજુ સાકાર થયું નથી! મદદ કરનારને આર્થિક લાભ થશે અને આત્મસંતોષ પણ થશે. કોણ બીડું ઝડપે છે?
    અમેરિકા અને કેનેડામાં વસતા અન્ય સર્જકો એમનાં ગુજરાતી પુસ્તકઓનું કેવી રીતે અને કેટલું વેચાણ કરે છે એ જાણવા આતુર છું.

    ગઝલ – સુનીલ શાહ

  9. Girish Parikh said,

    May 10, 2015 @ 10:43 PM

    આ પોસ્ટ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પણ પોસ્ટ કર્યો છેઃ
    વિવેકે પોસ્ટ કરેલો સુનીલ શાહનો આ શેર મારા દર્દને તાજું કરી ગયો!
    જો ! ગઝલનું ગાંડપણ કેવી દશા સર્જી રહ્યું છે,
    મારું મન સોગંદ લે છે, દર્દને વિસ્તારવાના !
    શું છે મારું દર્દ? “આદિલના શેરોનો આનંદ” પુસ્તક લખીને આપણા અમર ગઝલકાર આદિલ મન્સૂરીના શેરોને અમેરિકા-કેનેડામાં વસતા ગુજરાતીઓના ઘેર ઘેર પહોંચાડવા હતા. પણ મારું એ સ્વપ્ન હજુ સાકાર થયું નથી! મદદ કરનારને આર્થિક લાભ થશે અને આત્મસંતોષ પણ થશે. કોણ બીડું ઝડપે છે?
    અમેરિકા અને કેનેડામાં વસતા અન્ય સર્જકો એમનાં ગુજરાતી પુસ્તકઓનું કેવી રીતે અને કેટલું વેચાણ કરે છે એ જાણવા આતુર છું.

  10. Girish Parikh said,

    May 10, 2015 @ 10:46 PM

    વિવેકભાઈઃ ઉપરની પોસ્ટ ભૂલથી બીજી વાર પોસ્ટ થઈ છે તો પહેલી પોસ્ટ ડીલીટ કરશો. તકલીફ બદલ માફ કરશો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment