ક્યાં ફૂલો પધરાવશો ‘ઈર્શાદ’નાં ?
ઝાંઝવામાં કાંઈ પણ તરતું નથી.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ચિત્રલેખા : ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’

ગમતાંનો ગુલાલ… …કારણ કે આ સફર આપ સહુના સ્નેહ વિના સંભવ જ નહોતી…

‘ચિત્રલેખા’ના ૭૨મા વાર્ષિક અંકની વિશેષ પૂર્તિમાં ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’માં સ્થાન પામવા બદલ સમસ્ત ચિત્રલેખા પરિવારનો હૃદયપૂર્વક આભાર.

3 Comments »

  1. pragnajuvyas said,

    April 1, 2023 @ 2:25 AM

    યાદ આવે તમારું કાવ્ય
    જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી,
    આંસુ બનીને આંખમાં મલકાય છે ખુશી.
    તું આવ કે ન આવ, કહી દે કે આવશે,
    જો! કેવી આ તરફ પછી વળ ખાય છે ખુશી.
    વિશ્વાસ એકમાત્ર છે આધાર આપણો,
    તૂટી ગયો એ જ્યારથી, સંતાય છે ખુશી.
    ગાંડી ! રડી નથી પડ્યો, તું વાત મારી માન,
    જોઈ તને યુગો પછી ઊભરાય છે ખુશી.
    સરનામું જ્યારથી તું આ દિલનું ત્યજી ગઈ,
    આવીને પાછી ઘરથી વળી જાય છે ખુશી.
    ગઈ ૧૬મી માર્ચે વિવેકભાઈનો જન્મદિન હતો જેની જાણ મોડી થઈ
    હેપ્પી બર્થ ડે ડો.વિવેકભાઈ,
    આપનો પરીચય આપના શબ્દોમા…
    શબ્દો છે મારા શ્વાસ અને કાવ્ય પ્રાણ છે,
    ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.
    સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
    લોહીનું શબ્દે–શબ્દે કલમમાં પ્રયાણ છે.
    ઇંદ્રિયના આ ઢોરને કાબૂમાં કરશો કેમ?
    દરવાજા છોને બંધ હો, ખુલ્લી ગમાણ છે.
    અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?
    ઊભા છો જ્યાં આ પાણી તો ઢીંચણસમાણ છે.
    બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
    વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.
    બે–ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
    આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.
    … અમને ખૂબ ગમતી રચના
    સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?
    ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ.
    ‘જિસ્મ બે પણ જાન એક’ એ વાત ત્યાં ભૂંસાઈ ગઈ,
    ’હું’ ને ‘તું’ પડખું ફર્યાં ને ભીંત એક બંધાઈ ગઈ.
    થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે,
    જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ.
    બાવફા કાયમ રહી તું, બેવફા હું થઈ ગયો,
    એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ.
    સાત જન્મોનું છે બંધન, સાતમો છે જન્મ આ,
    તેં કહ્યું જેવું આ મારી આંખ ત્યાં મીંચાઈ ગઈ.
    થઈ ગયાં મા-બાપ, ના સાથે રહ્યાં, ના થ્યાં અલગ,
    અજનબી બે સાથે રહેતાં જોવા છત ટેવાઈ ગઈ.
    ‘હું વધું’ કે ‘તું વધે’ની રાહ જોવામાં, સખી !
    પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ અને અમને ઘણી નવી વાત જાણવા મળી
    ધન્યવાદ ચિત્રલેખાને..

  2. Mahendra Dalal said,

    April 1, 2023 @ 8:56 AM

    આભિનન્દન…..

  3. Parbatkumar nayi said,

    April 4, 2023 @ 8:27 PM

    ખૂબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આદરણીય વિવેકભાઈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment