હું તને સમજી રહ્યો છું;
આયનો ચૂમી રહ્યો છું !
શૈલ પાલનપુરી

સુખ તો એવું લાગતું…..- દિલીપ જોશી

સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
ઉક્કેલવી એ કેમ કરી આ પરપોટાની વાણી ?

આંખ ખોલું તો મોસૂઝણું
ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચવા વચ્ચે
આપણી છે ઠકરાત

પળમાં પ્રગટે ઝરણાં જેવી કોઈની રામકહાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

ટહુકો નભમાં છલકી ઊઠે
એટલો હો કલરવ
સાંજનો કૂણા ઘાસ ઉપર
પથરાયો પગરવ

લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

  • દિલીપ જોશી

1 Comment »

  1. suresh shah said,

    February 14, 2019 @ 4:17 AM

    બે હૈયાની વાતો –
    ખૂલવા ને મીંચવા વચ્ચે આપણી છે ઠકરાત
    અગમ્ય – પરપોટાની વાણી
    વાહ, દિલીપભાઈ.
    ગમ્યું.
    સાભાર.

    સુરેશ શાહ, સિગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment