ગમતું-અણગમતું બધુંયે આવતું-જાતું રહે છે,
વ્હેણ છે, જોયા કરો – એ આંતરીને શું કરીશું ?
મનસુખ લશ્કરી

ચૌદમી વર્ષગાંઠ પર… : અછાંદસોત્સવ

લયસ્તરોની વર્ષગાંઠ પર દર વર્ષે વાચકોને કંઈક નવીન આપવાની અમારી નેમ રહેતી હોય છે. આ રહ્યો વીતેલા વર્ષોનો હિસાબ… જે તે પ્રકાર પર ક્લિક કરીને આપ જે તે પ્રકારની રચનાઓનો પુનઃઆસ્વાદ પણ લઈ શકશો..

આ વર્ષે અછાંદસ કવિતાઓનો રસથાળ માણીએ…

વિશ્વામિત્ર સાહિત્યદર્પણના પ્રથમ પરિચ્છેદમાં જ લખે છે: ‘वाक्यं रसात्मकं काव्यम्’ (જેમાં રસ પડે એ વાક્ય કવિતા છે) છંદના બંધન ફગાવવાની મથામણ દરેક અભિવ્યક્તિની અનિવાર્યતા છે. એટલે જ દરેક ભાષામાં છાંદસ અને અછાંદસ કાવ્યપ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે.

અછાંદસ કવિતા સૌથી સરળ ભાસતી પણ વાસ્તવમાં સૌથી કઠિન કાવ્યપ્રકાર છે. કમનસીબે ગુજરાતી ભાષામાં બહુ ઓછા કવિઓ સાચા અર્થમાં ઉત્તમ અછાંદસ કવિતા આપવામાં સફળ રહ્યા છો. મોટાભાગના કવિઓ ચાટુક્તિસભર અને ચોટસભર ગદ્યલખાણને જ અછાંદસ કવિતા ગણીને ચાલે છે અને ગુજરાતી વાચકોને પણ આ પ્રથા માફક આવી ગઈ હોઈ એમ લાગે છે, કેમકે ક્યાંય કોઈ વિરોધ છે જ નહીં. હશે, આપણે તો અહીં મજા કરવા માટે ભેગાં થયાં છીએ એટલે ઉત્તમ કે શ્રેષ્ઠ નહીં, પણ માણવાની મજા પડે એવા અછાંદસ કાવ્યોનો રસથાળ અત્રે પીરસવું શરૂ કરીએ છીએ…

આપના પ્રતિભાવ જ અમારું ખરું ચાલકબળ છે, એટલે પ્રતિભાવ આપવામાં કચાશ કે કંજૂસાઈ ન કરશો…

7 Comments »

  1. pragnaju vyas said,

    December 6, 2018 @ 9:00 AM

    ‘લયસ્તરો’ ને ૧૪ મી જન્મદિન વધાઇ સાથે પ્રભુ પ્રાર્થના કે તે અવિરત સુંદર કાવ્યોનો રસાસ્વાદ કરાવતો રહે.’આ વર્ષે અછાંદસ કવિતાઓનો રસથાળ..’વાતે યાદ આવે
    શુન્તારોનું મા ધવલભાઇએ કરેલ ભાષાંતર-
    ચૌદ વર્ષે
    મારો ભૂતકાળ સંમત હતો પાઠ્યપુસ્તકો સાથે
    સોળ વર્ષે
    ભૂતકાળની અનંતતા સામે જોતા મને ડર લાગતો
    અઢાર વર્ષે
    મને સમય વિશે કશુંય જ્ઞાન નથી…છેલ્લે ખબર પડે કે સમયની આખી વિભાવના જ કેટલી તકલાદી છે … ને પછી જ માણસના વિકાસની ખરી શરૂઆત થાય ! સમય અનેક જખમ આપે છે….એટલે તો ઘડિયાળ માં કાટા હોય છે…
    ફૂલ નથી હોતા …..!!
    અને એટલેજ તો દુનિયા પૂછે છે કે ….
    “કેટલા વાગ્યા?”
    બીજું અછાંદસમા શ્રી સિતાંશુજીની કટાક્ષ કાવ્ય વ્યથા
    શરૂઆતમાં એને ‘અછંદાસ’ પણ કહી શકાય.
    એમાં ગમે તે ચાલે. એને લાડમાં કે ટૂંકમાં ‘દાસ’ પણ કહી શકાય.
    જોકે મુશાયરામાં એ ન ચાલે, એ એની એક ખામી છે.
    મુશાયરા માટે જે ગજલનો ટ્રાય કર્યો હોય ને મેનેજરે જો શેરીઅત કે
    ગલીઅત કે ગલગલિયત કે ગઝલિયત આમાં નથી એવો ફેંસલો તમે
    ઘણું કરગર્યા પછી ચોથા પેગ બાદ પણ તમારા ખર્ચે આપ્યો હોય,
    તો પછી એ જ કૃતિને અછંદાસ ગણાવી છપાવવામાં બાધ નથી.
    ત્યારે તેમની વાત યાદ આવે-‘‘હું મરજીવો નથી, સમુદ્રમાંથી બહાર આવું ત્યારે મારા હાથમાં મૂઠો ભરીને મોતી ન હોય, કવિ છું હું, જે છે તે કેવળ મારી આંખોમાં’.
    અમારા એકધારા સ્નેહ અને સદભાવ અને પ્રેમ સદા આપ ની સાથે છે જ…
    ફરી -ડૉ. ધવલ શાહ, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર, મોના નાયક ટીમ ને હાર્દિક અભિનંદન

  2. La Kant Thakkar said,

    December 6, 2018 @ 11:37 PM

    કવિ છું હું, જે છે તે કેવળ મારી આંખોમાં’. ….

  3. La Kant Thakkar said,

    December 6, 2018 @ 11:37 PM

    કવિ છું હું, જે છે તે કેવળ મારી આંખોમાં’. ….
    ફરી -ડૉ. ધવલ શાહ, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર, મોના નાયક ટીમ ને હાર્દિક અભિનંદન

  4. La Kant Thakkar said,

    December 6, 2018 @ 11:38 PM

    કવિ છું હું, જે છે તે કેવળ મારી આંખોમાં’. ….
    -ડૉ. ધવલ શાહ, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર, મોના નાયક ટીમ ને હાર્દિક અભિનંદન

  5. ketan yajnik said,

    December 7, 2018 @ 10:37 AM

    સમગ્ર “લય” ને અભિનંદન

  6. વિવેક said,

    December 8, 2018 @ 12:14 AM

    સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર….

  7. Lata Hirani said,

    December 8, 2018 @ 6:39 AM

    લયસ્તરોની ધજા પતાકા આમ જ લહેરાતી રહે….
    સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભિનંદન….
    લતા હિરાણી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment