લયસ્તરોની ઓગણીસમી વર્ષગાંઠ પર…
૦૪-૧૨-૨૦૦૪ના રોજ આરંભાયેલી આ કાવ્યયાત્રાને આજે ઓગણીસ વર્ષ પૂરાં થયાં એ અમારા માટે નાનીસૂની વાત નથી. સૉશ્યલ મિડિયાના અતિક્રમણ સામે અમે હજી ટકી રહ્યા છીએ એનો આનંદ છે. એક તરફ કવિતા અમને પ્રાણવાયુ પૂરો પાડી રહી છે, તો બીજી તરફ સર્જકો તથા ભાવકોનો અખૂટ સ્નેહ ચાલકબળ પૂરું પાડી રહ્યો છે. પ્રતિદિન પાંચસોથી વધુ મુલાકાતીઓ લયસ્તરોની મુલાકાત લે છે અને દરેક મુલાકાતી સરેરાશ પ્રતિદિન ત્રણથી-ચાર પાનાં ઉથલાવે છે. અને છેલ્લા ચાર વરસથી આ આંકડામાં એકધારી વૃદ્ધિ નોંધાઈ રહી છે. વરસમાં એકવાર આ આંકડા તરફ ધ્યાન આપીએ ત્યારે સમજાય કે ગુજરાતી કવિતાના અહર્નિશ પ્રેમીઓ અમારા સિવાય પણ અનેક છે. જીવે કવિતા! જીવે ગુજરાતી!
છેલ્લા ઓગણીસ વરસમાં અમને અગિયારસોથી વધુ કવિઓની ચોપ્પનસોથી વધુ કવિતાઓને ચાહવા મળી છે, એથી વિશેષ સદભાગ્ય બીજું શું હોઈ શકે! આ કવિતાઓનો અમારા ઘડતરમાં અમૂલ્ય ફાળો છે. આ કવિતાઓ અને કવિઓના અમે સદૈવ ઋણી રહીશું.
વળી, કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના કદી શક્ય જ નહોતી…. આપ સહુનો આવો જ પ્રેમ અમને આ જ રીતે સદાકાળ મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો હૃદયપૂર્વક આભાર..
ધવલ – તીર્થેશ – મોના –વિવેક
ટીમ લયસ્તરો
દર વખતની જેમ વર્ષગાંઠ નિમિત્તે અમારા માનવંતા ને જાનવંતા વાચકોને અમે કંઈક અનૂઠું પીરસવાના છીએ. આ વખતની ઉજવણીનો વિષય છે –
પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓ… એવી કવિતાઓ જે જિંદગી જીવવાનું બળ પૂરું પાડે. વિલિયમ અર્નેસ્ટ હેન્લીની ‘ઇન્વિક્ટ્સ’ નામની નાનકડી કવિતાએ નેલ્સન મંડેલાને સત્તાવીસ વર્ષના કારાવાસમાં ટકી રહેવાનું બળ પૂરું પાડ્યું હતું. કેવી મોટી વાત! લયસ્તરો પર આવતીકાલથી થોડા દિવસ સુધી અમે આવી જ પ્રેરણાદાયી કવિતાઓ પીરસવાના છીએ… રોજેરોજ મુલાકાત લેવાનું ચૂકાય નહીં એ ખાસ જોજો.
લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:
-
- 2004 – પ્રારંભ
- 2005 – ~~~
- 2006 – શબ્દોત્સવ (7 કાવ્યપ્રકારો) (ગઝલ, ગીત, અછાંદસ, સૉનેટ, હાઇકુ, ભજન, મુક્તક)
- 2007 – વિશ્વકવિતા (વિદેશી+ભારતીય)
- 2008 – યાદગાર ગઝલો
- 2009 – યાદગાર ગીતો
- 2010 – અંગત-અંગત (વાચકોની પસંદગીની કવિતા અને આસ્વાદ)
- 2011 – પરમ સખા મૃત્યુ (મૃત્યુવિષયક કવિતાઓ)
- 2012 – મૌનનો પડઘો (ઝેન કવિતા)
- 2013 – સવા-શેર (યાદગાર શેર)
- 2014 – बज़्म-ए-उर्दू (ઉર્દૂ રચનાઓ)
- 2015 – मधुशाला (હિંદી કવિતાઓ)
- 2016 – યાદગાર મુક્તકો
- 2017 – લોકગીત
- 2018 – અછાંદસોત્સવ
- 2019 – સૂફીનામા
- 2020 – હાસ્યમેવ જયતે
- 2021 – માતૃમહિમા
- 2022 – રાજકારણ વિશેષ
Bharat S. Thakkar said,
December 4, 2023 @ 12:33 AM
You are doing good work. Keep it up.
Jayant Dangodara said,
December 4, 2023 @ 11:19 AM
લયસ્તરોનો સૂર્ય સતત મધ્યાહ્ને રહે એવી શુભેચ્છાઓ
કિશોર બારોટ said,
December 4, 2023 @ 11:47 AM
ઓગણીસમી વર્ષગાંઠે અપાર અભિનંદન. 🌹
મીના છેડા said,
December 4, 2023 @ 11:53 AM
અદ્ભુતકર્મા ટીમ મિત્રોને અઢળક વધાઈ!!!!!
Poonam said,
December 4, 2023 @ 1:08 PM
19 Saal, Bemisaal ! 🎉🎊 Lay(Aur)Staar Nirantar Badhte rahe aur naye aayamo va padavo par nirantar badhate rahe… Bahoot Shubhkamnaye Vivek Sir aur har vyakti ko abhinandan jo jude he. 💐
ગુરુદેવ પ્રજાપતિ said,
December 4, 2023 @ 3:14 PM
હૃદય પૂર્વક શુભેચ્છાઓ.
લતા હિરાણી said,
December 4, 2023 @ 3:36 PM
ઓગણીસમી વર્ષગાંઠે લયસ્તરોની ટીમને અનેકાનેક શુભકામનાઓ
લતા હિરાણી
Aratiba Gohil.' shree'. said,
December 4, 2023 @ 5:11 PM
…. ગુજરાતી ભાષા માટે અપાર પ્રેમ રાખતા પ્રયાસ ને ખુબ ખુબ અભિનંદન.
Dr.Rashesh s.joshi said,
December 5, 2023 @ 11:22 AM
abhinandan
૧૯ મી વર્ષ ગઠે અભિ નંદન
Pinki said,
December 5, 2023 @ 10:09 PM
19 વરસ પૂર્ણ કર્યા બદલ હૃદયપૂર્વક શુભેચ્છાઓ 💐😍
સદાય યુવા રહો !!
ગીતાપારૂલ said,
December 6, 2023 @ 7:13 PM
જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન. આશા છે કે teenagerનો તબક્કો પૂર્ણ કર્યા પછી પણ આમજ જોશ અને ધગશભેર માં ગુર્જરીનો વૈભવ ફેલાવતા રહેશો.
પાંચેક વર્ષ પહેલા અછાંદસ કવિતાઓનો ગુલદસ્તો માણ્યો હતો. હવે લગભગ લુપ્ત થયેલી મહામૂલી છાંદસ કવિતાઓનો વારો ક્યારે?
chenam said,
December 8, 2023 @ 10:34 PM
અભિનન્દન્
વિવેક said,
December 9, 2023 @ 5:17 PM
સહુ મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર