એમ નથી, છાંયો ભાળીને આગળ જઈએ,
તડકાને પણ સ્વીકારીને આગળ જઈએ.
– સુનીલ શાહ

“શબ્દો છે શ્વાસ મારા”ની અગિયારમી વર્ષગાંઠ પર…

લયસ્તરોની સમાંતર ચાલતી મારી પોતાની વેબસાઇટ પર પધારવા આજે આપ સહુ વાચકમિત્રોને નેહનિમંત્રણ…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ “શબ્દો છે શ્વાસ મારા” આજે નિયમિત બ્લૉગિંગના અગિયાર વર્ષ પૂરાં કરી બારમા વર્ષમાં પ્રવેશે છે… આ પ્રસંગે મારી આ યાત્રામાં ડગલે ને પગલે સાથ અને પ્રોત્સાહન આપતા રહેનાર સૌ સ્નેહીમિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આગળ ઉપર પણ આપ સહુ આ વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહી ઉત્સાહિત કરતા રહેશો એવી વિનમ્ર અપેક્ષા…

ક્લિક કરો: http://vmtailor.com/archives/4228

બે મિનિટ જેટલો સમય ફાળવીને આપના પ્રતિભાવ વેબસાઇટ ઉપર જ આપશો તો વધુ આનંદ…

આભાર,
વિવેક

12 Comments »

  1. Nehal said,

    December 29, 2016 @ 1:39 AM

    ખૂબ ખૂબ અભિનંદન અનેક શુભકામનાઓ!

  2. suresh shah said,

    December 29, 2016 @ 4:48 AM

    Congratulation . Gr8 work Keep it up
    All the Best . God’s Speed.

  3. jugalkishor said,

    December 29, 2016 @ 6:13 AM

    તમારા શબ્દો નેટજગતનો શ્વાસ બની શક્યા છે. આ શ્વાસોચ્છ્વાસ સદાય અને સતત ચાલતા રહે તે જરુરી હોઈ અભીનંદન અને શુભેચ્છાઓ !!

  4. Rakesh Thakkar, Vapi said,

    December 29, 2016 @ 6:22 AM

    ખૂબ ખૂબ અભિનંદન! આપની વેબસાઇટ અને બ્લોગના માધ્યમથી ઘણા નવોદિતોનું ઘડતર થયું છે. અમે પણ આપના આભારી છીએ.

  5. રાજુલ said,

    December 29, 2016 @ 7:41 AM

    અભિનંદનોત્સવ વિવેકભાઈ.. અને અઢળક શુભકામનાઓ..

  6. KETAN YAJNIK said,

    December 29, 2016 @ 8:09 AM

    ટહુકોમાં લય ,દૂધમાં સાકર,સોનામાં સુગંધ ભળી ,ઉત્કર્ષનો અવિર્ભાવ થયો શુભમ ભવતુ

  7. Alpesh Chauhan said,

    December 29, 2016 @ 8:19 AM

    અભિનંદન…
    માતૃભાષા ગુજરાતીનું ડિજિટલ સ્વરુપ વિકાસ પામે તેં ખૂબ જરુરી છે…

  8. SARYU PARIKH said,

    December 29, 2016 @ 9:57 AM

    ખુશી સાથ અભિનંદન.
    સરયૂ પરીખ

  9. Girish Parikh said,

    December 29, 2016 @ 8:27 PM

    પ્રિય વિવેકભાઈઃ
    મારા હૃદયપૂર્વક, શબ્દપૂર્વક અભિનંદન.
    તમે જાણો જ છો કે “શબ્દોના શ્વાસ મારા” વેબસાઇટ પર હું કોઈ પ્રતિભાવ આપતો નથી.
    http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર ક્યારેક પ્રતિભાવ પોસ્ટ કરતો રહીશ, ને ક્યારેક તમારી કોઈ રચનાનો અંગ્રેજીમાં અવતાર પણ રજૂ કરીશ. બ્લોગની નિયમિત મુલાકાત લેતા રહેશો.
    ‘ગુજરાત ગાર્ડિયન’ પર પ્રગટ થતાં ‘ગ્લોબલ કવિતા’ વિશેનાં તમારાં કોલમો અદ્ભુત છે. આ વિશે પણ ‘લયસ્તરો’ પર વેબસાઇટનું નામ આપીને અવારનવાર લખતા રહેશો જેથી વધુ વાચકો રસ માણી શકે.
    ૨૦૧૭નું વર્ષ તમને તથા તમારા પરિવારને તથા લયસ્તરો ટીમના અન્ય સભ્યોને તથા સહુ પ્રતિભાવકારોને તથા વાચકોને સર્વ રીતે સુખમય થાઓ.

  10. Harshad said,

    January 1, 2017 @ 2:50 PM

    Congratulations Vivekbhai. Coming India on 21st January. If possible will love to meet you.

  11. pushpakant Talati said,

    January 2, 2017 @ 6:54 AM

    શ્રી વિવેકભાઈ,
    અભિનન્દન્ – અને ૨૦૧૭ નાં નવલા વર્ષ માં આપની આ સફર સત્તર નહી, સીત્તેર પણ નહીં – પરન્તુ સત્તર ગુણ્યાં સીત્તેર ગણી વિકાસ પામે તેવી હર્દિક શુભેચ્છાઓ – લાગ્યા રહો – લગે રહો મુન્નાભાઈ
    -પુષ્પકાન્ત તલાટી

  12. વિવેક said,

    January 3, 2017 @ 4:37 AM

    શુભકામનાઓ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment