આખરીવારની એ મસ્ત નજર, શું કહેવું?
વર્ષો વીત્યાં છતાં વીતી ન અસર, શું કહેવું!
- વિવેક મનહર ટેલર

‘લયસ્તરો’ની સફર ના તેર વર્ષ પૂરા

‘લયસ્તરો’ની સફરને આજે તેર વર્ષ પૂરા થાય છે.

તેર વર્ષ એટલે ૪૭૦૦થી ઉપર દીવસો. એટલા દીવસોમાં વહેંચી ૪૦૦૦થી વધારે કવિતાઓ.’લયસ્તરો’ની આ સફર કલ્પનાતીત છે. ગુજરાતી કવિતાને – અરે ગુજરાતીને જ- વેબ પર કોણ પૂછવાનું એવું કહેવા વાળા ઘણા હતા. એની સામે કવિતાને દિલોજાનથી ચાહનારા ને માણનારા ઓછા હતા. પણ જે હતા એ બધા દિલદાર હતા. એ ચંદ લોકોના પ્રેમથી પોષઇને ‘લયસ્તરો’નો છોડ ઉછરી ગયો જે આજે તો વટવૃક્ષ થયો છે. તહેદિલથી અમે એ બધા શુભેચ્છકો, વાંચકો, કવિઓ અને મિત્રોનો આભાર માનીએ છીએ.

માર્ક ટ્વેને એક વાર કહેવુ પડેલું, “The reports of my death are greatly exaggerated.” ગુજરાતી ભાષાના ગુજરી જવાના સમાચાર એવી જ રીતે ખોટા પડ્યા છે એનો સૌથી વધારે આનંદ છે. લાયબ્રેરીઓના ઘૂળીયા કબાટોમાં છેલ્લા શ્વાસ લેતી ગુજરાતી આજે ષોડશીના જોમ સાથે વેબ અને વોટ્સએપ પર વટથી ફરી રહી છે એ પણ કંઇ ચમત્કારથી ઓછી વાત નથી.

અણગણિત કવિઓ -અને ખાસ કરીને નવી પેઢીના કવિઓ- રોજેરોજ મા ગુર્જરીને જે જતનથી નિતનવીન નૈવેદ્ય અર્પણ કરી રહ્યા છે એ ગર્વની વાત છે. ગુજરાતી કવિતામાં નવા પ્રયોગો ખૂબ થઈ રહ્યા છે. બીજી ભાષાઓ સાથે આદાન-પ્રદાન પણ વધતું જાય છે. આ બધુ જોઇને ગુજરાતી હોવાનો કેફ એટલો વધારે ચડે છે.

દર વર્ષે ‘લયસ્તરો’ની વર્ષગાંઠની ઉજવણી કશુંક અલગ કરીને કરવાનો ક્રમ આ વખતે પણ ચાલુ રાખવાનો પ્રયાસ છે. આ વખતે આપણા લોકગીતોના ખજાનામાંથી થોડા રત્નો એક અઠવાડિયા સુધી રોજ રજુ કરવાનો વિચાર છે. સામુહિક ચેતનાથી ઘડાયેલા લોકગીતોની તો પોતાની જ આગવી મઝા અને મીઠાશ છે. તો આવતી કાલે મળીશુ આપણા લોકગીતોની સફરના પહેલા મુકામ સાથે.

24 Comments »

  1. Rajnikant Vyas said,

    December 4, 2017 @ 3:51 AM

    અભિનંદન!

  2. Kanankumar Trivedi said,

    December 4, 2017 @ 5:53 AM

    ખૂબ ખૂબ અભિનંદન

  3. લાભશંકર ભરાડ said,

    December 4, 2017 @ 7:22 AM

    શુભેચ્છા સાથે અભિનંદન.. જય શ્રી કૃષ્ણ !

  4. Labhshankar Bharad said,

    December 4, 2017 @ 7:29 AM

    અભિનંદન.. જય શ્રી કૃષ્ણ !

  5. chenam shukla said,

    December 4, 2017 @ 7:48 AM

    શબ્દોનો જયજયકાર તમારા થકી છે…..શુભેચ્છાઓ

  6. pragnaju vyas said,

    December 4, 2017 @ 8:08 AM

    ‘લયસ્તરો’ની સફરને આજે તેર વર્ષ પૂરા થાય છે….અને અમને ‘૧૩’ના વિચારવમળ …
    યાદ આવા- બાળપણના ઉખાણા…
    તેર પગારો તેતરો, શેરીએ નાઠો જાય, રાજા પૂછે રાણીને આ કયું જનાવર જાય?
    ‘ગાડું’. બળદના આઠ પગ, ગાડના ૨ પૈડાં ને ઊંટડો તથા હાંકનારના ૨ મળીને તેર પગ થયા .
    અને ટીડા ની વાર્તા
    ટપટપ કરતાં તેર જ ગણ્યા
    વાટે આવતા ધોરી મળ્યા;
    નીંદરડીએ આપ્યો હાર
    કાં રાજા ટીડાને માર?
    અમારા વૈદ્યરાજ કહેતા-‘ તેર પ્રકારના વેગો કોઈ ને કોઈ શારીરિક ક્રિયાનાં પ્રતીક છે એટલે આ વેગને આવતાં રોકવાથી હાનિ થવાની શક્યતા રહે છે.મારા વડીલ અશુભ ગણાતા માટૅ-‘ તેર શુભ થઈ જાય છે, જયારે તેમાં “ધન” નો ઉમેરો થાય છે. #ધનતેરસ !
    વારંવાર વપરાતી કહેવતો-‘ બાર પુરબીયાના તેર ચૉકા ‘પુરબિયા જેવા બાર વિદ્વાનો તેના તેર ઉપાયો સૂચવે અને વળી દરેક વિદ્વાન પણ બારમા ભૈયાજી જેવા હોય ત્યારે સમસ્યા વધુ જ ગૂંચવાય!. એક સાંધો ત્યાં તેર તુટે ,એકના તેર કરવા,બાર કોળાંને તેર લાગા બારહાથનું ચીભડુંને તેર હાથનું બી…
    પણ પ્રસન્ન કરે તેવી કબિરજીની વાણી …ગણત્રીમા તેરાહ આવતા
    મેરા મુજમેં કુછ નહી, જો કુછ હય સો તેરા,
    તેરા તુજકો સોંપતે, ક્યા લગેગા મેરા.
    મારામાં મારૂં પોતાનું કહેવાય તેવું કશું નથી. જે કંઈ છે, એમ કહેવાય તે બધું તારૂં છે. એ જે બધું તારૂં જ છે, તે તને પાછું સોંપી દેતા, મારૂં છે એવું કહેવા જેવું શું રહેવાનું છે? કે જેના વિષે હું અહંભાવ સેવું…!

    જેવું લયસ્તરોનું વલણ રહ્યું છે.
    અમારા માનસ રોગના ચારાસાઝ ગમગુસાર લયસ્તરોને અનેકાનેક અભિનંદન

  7. Dinesh Pandya said,

    December 4, 2017 @ 10:00 AM

    ‘લયસ્તરો’ની સફરને આજે તેર વર્ષ પૂરા થયા તે બદલ
    ખૂબ ખૂબ અભિનંદન!

  8. Jayshree Bhakta said,

    December 4, 2017 @ 10:23 AM

    Happy birthday, Layastaro. It’s contribution to Gujarati poetry world is beyond words and measure!!

  9. લક્ષ્મી ડોબરિયા said,

    December 4, 2017 @ 10:32 AM

    કવિતાના ચાહકો અને ભાવકો માટે લયસ્તરો હંમેશા સૌ થી અલગ અને સૌ માં અલગ સ્થાન ધરાવે છે.
    ખૂબ ખૂબ આનંદ સાથે શુભેચ્છાઓ.

  10. chandresh said,

    December 4, 2017 @ 10:36 AM

    ખૂબ ખૂબ અભિનંદન

  11. Neetin Vyas said,

    December 4, 2017 @ 10:57 AM

    My hearty congratulations to Shri Vivek Taylor and his team maintains the website of LAYSTARO. It is not quantity but the quality of poetry reading provided by the site. Simply the great job is being carried out.

  12. Chitralekha Majmudar said,

    December 4, 2017 @ 12:22 PM

    Happy Birthday,Happy New Year and Many Happy Returns Of The Day.Hearty Congratulations.

  13. ધવલ said,

    December 4, 2017 @ 3:16 PM

    “અમારા માનસ રોગના ચારાસાઝ ગમગુસાર” – વાહ પ્રગ્નાજુ, ક્યા બાત કહી હૈ !!!

  14. સુરેશ જાની said,

    December 4, 2017 @ 4:52 PM

    બહુ જ આનંદ થયો. ગુજરાતી નેટ જગતમાં કવિતાનું સરનામું ‘લયસ્તરો’ છે.આમ ભાષાની ખુબ ખુબ સેવા કરતા રહો.

  15. Rekha Sindhal said,

    December 4, 2017 @ 5:54 PM

    ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર અને શુભેચ્છાઓ !

  16. Sureshkumar Vithalani said,

    December 4, 2017 @ 7:13 PM

    ૧૩મી વર્ષગાંઠ નિમિત્તે ખૂ બ ખૂ બ અ ભિ ન દ ન અને આ ભા ર ,

  17. Sureshkumar Vithalani said,

    December 4, 2017 @ 8:47 PM

    Hearty congratulations .I enjoy each and every post on Laystaro.

  18. Rakesh Thakkar, Vapi said,

    December 4, 2017 @ 10:22 PM

    શુભેચ્છા સાથે અભિનંદન..!

  19. Jayendra Thakar said,

    December 4, 2017 @ 10:43 PM

    Happy Birthday!… 13th..આ શુભેચ્છામાં પણ ૧૩ અક્ષરૉ છે!

  20. yogesh shukla said,

    December 4, 2017 @ 11:48 PM

    કવિઓ અહીં પૂજાય છે ,
    કવિઓ અહીં વંચાય છે ,
    અભિનંદન લયસ્તરો ,કોમ ,….

  21. Bhumi said,

    December 5, 2017 @ 12:09 AM

    ઃ) ખૂબ ખૂબ અભિનંદન..!

  22. Dinesh Gogari said,

    December 5, 2017 @ 1:14 AM

    ખૂબ ખૂબ અભિનંદન

  23. Pravin Shah said,

    December 5, 2017 @ 7:33 AM

    બાળપણ પુરૂ કરીને teen age મા પ્રવેશતા લયસ્તરોને ખુબ ખુબ અભિનન્દન.

  24. Maheshchandra Naik said,

    December 10, 2017 @ 12:52 AM

    લયસ્તરોને અભિન્દન……..જુગ જુગ જીઑ……..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment