શબ્દની એક કાંકરી ઊડી, આપણા મૌનના જળાશયમાં,
લીલના યુગયુગોના અંધારાં, થઈ ગયાં ઝળહળાં જળાશયમાં.
વિવેક ટેલર

ગઝલ – પરાજિત ડાભી

ભાવ બદલ્યો, અભાવ બદલ્યો છે,
દોસ્ત, મેં પણ સ્વભાવ બદલ્યો છે.

ના પવન, ના દિશાઓ બદલાણી,
મેં જ મારો પડાવ બદલ્યો છે.

નાવ છે એ જ, નાખુદા પણ એ જ,
પણ નદીએ બહાવ બદલ્યો છે.

જે હતું એ જ છે જગત આખું,
માણસોએ લગાવ બદલ્યો છે.

મોત સીધું, સરળ, રહ્યું કાયમ,
જિંદગીએ જ દાવ બદલ્યો છે.

– પરાજિત ડાભી

બદલાવ વિશેની મજાની ગઝલ…

9 Comments »

  1. yogesh shukla said,

    July 24, 2015 @ 12:38 AM

    દરેક શેર દમદાર , વાહ ,,વાહ,,વાહ ,,,

    ભાવ બદલ્યો, અભાવ બદલ્યો છે,
    દોસ્ત, મેં પણ સ્વભાવ બદલ્યો છે.

  2. rekha said,

    July 24, 2015 @ 2:52 AM

    મજાની…..

  3. Rina said,

    July 24, 2015 @ 2:58 AM

    waahhhh

  4. KETAN YAJNIK said,

    July 24, 2015 @ 3:20 AM

    ઘણી આઘરી કબુલાત

  5. Neha said,

    July 24, 2015 @ 3:36 AM

    Sari ghzl

  6. Ari Krishna said,

    July 24, 2015 @ 5:40 AM

    Khub sundar rachna…

  7. Harshad said,

    July 25, 2015 @ 7:06 AM

    Like it, really beautiful creation.

  8. lata hirani said,

    July 28, 2015 @ 12:22 PM

    વાહ વાહ …

  9. દીપક વાલેરા said,

    December 27, 2015 @ 10:31 AM

    ખુબ સુંદર આપનો પ્રયત્ન તથા માહિતી ખુબ સુંદર છે મઝા આવી ગઈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment