લયસ્તરોની અઢારમી વર્ષગાંઠ પર…
*
છોકરું અઢાર વરસનું થાય એટલે એક તો એને પુખ્ત નાગરિકત્વ પ્રાપ્ત થાય અને બીજું, એને મતાધિકાર પણ મળે.
ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સહુથી વિશાળ વેબસાઇટ આજે અઢાર વર્ષ પૂરાં કરી પુખ્ત બની છે એ નિમિત્તે બે’ક વાત…
૦૪-૧૨-૨૦૦૪ના રોજ ધવલ શાહે લયસ્તરો વેબ્લોગની શરૂઆત કરી, અને કાળક્રમે હું, મોના નાયક (અમેરિકા) અને તીર્થેશ મહેતા સંપાદકમંડળમાં જોડાયા… વાચકમિત્રો અને કવિમિત્રોનો અપ્રતિમ પ્રેમ અમને અહીં સુધી લઈ આવ્યો –
૧૮ વરસ
૧૧૦૦ થી વધુ કવિઓ
૫૨૫૦ થી વધુ કૃતિઓ
૪૦૦૦૦ જેટલા પ્રતિભાવો
૨૦૦૦ જેટલા મુલાકાતીઓ દરરોજ
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપના વાવંટોળ વચ્ચે પણ લયસ્તરો પર પ્રતિદિન લગભગ બે હજાર જેટલી ક્લિક્સ થતી રહે છે, એ લયસ્તરો માટેના આપ સહુના અનવરત પ્રેમ અને ચાહનાની સાબિતી છે. આગળ જતાં પણ આપનો આ સ્નેહ અને સદભાવ બરકરાર રહે એવી અમારી દિલી ઇચ્છા છે…
ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે. બે તબક્કાની ચૂંટણીના વચગાળામાં લયસ્તરોની અઢારમી વર્ષગાંઠ આવી છે, એટલે તમારા બધાની સાથોસાથ લયસ્તરો પણ મતદાન કરવા તૈયાર છે… અઢારમી વર્ષગાંઠ નિમિત્તે ચાલો, આપણે રાજકારણ વિશેની થોડી કવિતાઓ માણીએ…
disclaimer : લયસ્તરો પર ‘રાજકારણપર્વ’ નિમિત્તે પૉસ્ટ કરાતી રાજકારણ વિશેની કવિતાઓ જે-તે કવિની અંગત ઉક્તિ છે. સંપાદકોની ટિપ્પણી કેવળ કવિતા-અનુલક્ષી છે. લયસ્તરો વેબસાઇટ કોઈપણ રાજકીય પાર્ટીનું કોઈપણ પ્રકારનું સમર્થન કે ખંડન કરતી નથી.
– ટીમ લયસ્તરો
*
લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:
- 2004 – પ્રારંભ
- 2005 – ~~~
- 2006 – શબ્દોત્સવ (7 કાવ્યપ્રકારો) (ગઝલ, ગીત, અછાંદસ, સૉનેટ, હાઇકુ, ભજન, મુક્તક)
- 2007 – વિશ્વકવિતા (વિદેશી+ભારતીય)
- 2008 – યાદગાર ગઝલો
- 2009 – યાદગાર ગીતો
- 2010 – અંગત-અંગત (વાચકોની પસંદગીની કવિતા અને આસ્વાદ)
- 2011 – પરમ સખા મૃત્યુ (મૃત્યુવિષયક કવિતાઓ)
- 2012 – મૌનનો પડઘો (ઝેન કવિતા)
- 2013 – સવા-શેર (યાદગાર શેર)
- 2014 – बज़्म-ए-उर्दू (ઉર્દૂ રચનાઓ)
- 2015 – मधुशाला (હિંદી કવિતાઓ)
- 2016 – યાદગાર મુક્તકો
- 2017 – લોકગીત
- 2018 – અછાંદસોત્સવ
- 2019 – સૂફીનામા
- 2020 – હાસ્યમેવ જયતે
- 2021 – માતૃમહિમા
pragnajuvyas said,
December 4, 2022 @ 4:18 AM
ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સહુથી વિશાળ વેબસાઇટ આજે અઢાર વર્ષ પૂરાં કરી પુખ્ત બની છે તે પ્રસંગે લયસ્તરો ની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન
Shah Raxa said,
December 4, 2022 @ 12:49 PM
વાહ..વાહ..વાહ…હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું..આ વેબસાઇટ થકી ઘણું શીખવા મળ્યું છે..ખૂબ ખૂબ ખૂબ અભિનંદન…


Devangi Bhatt said,
December 4, 2022 @ 1:21 PM
અભિનંદન
Dr. Rajal said,
December 4, 2022 @ 1:46 PM
અઢાર વર્ષો પુરા થયાની ખુશીમાં ખૂબ ખૂબ અભિનંદન
Dr. Rajal said,
December 4, 2022 @ 1:47 PM
અઢાર વર્ષો પુરા થયાની ખુશીમાં ખૂબ ખૂબ અભિનંદન.
Meena said,
December 4, 2022 @ 4:13 PM
આ અઢાર વર્ષમાં એક આંખે આખું ગ્રંથાલયનું
નિર્માણ કર્યું છે.. અને અવિરત ઉમેરા..
દર વર્ષની સો સલામ!
સૌને અભિનંદન અને શુભેચ્છા સાથે આભાર!
DILIPKUMAR LAKHABHAI CHAVDA said,
December 4, 2022 @ 5:27 PM
ખૂબ ખૂબ અભિનંદન

રાજેશ. હિંગુ said,
December 4, 2022 @ 6:46 PM
અઢાર વર્ષથી અવિરત નિષ્ઠાને સલામ..ખૂબ ખૂબ અભિનંદન
Lata Hirani said,
December 4, 2022 @ 10:30 PM
લયસ્તરોએ કાવ્યજગતમાં અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી છે. અઢાર અઢાર વર્ષો સુધી કવિતાનું અવિરત સ્તરીય કામ કરવું એ નાની સૂની વાત નથી. અઢારમા જન્મદિને અઢળક વધામણાં.
~ લતા હિરાણી
http://www.kavyavishva.com
kishor Barot said,
December 4, 2022 @ 11:21 PM
લયસ્તરોને અઢારમું મુબારક.







preetam lakhlani said,
December 5, 2022 @ 7:48 PM
લયસ્તરોને ફાંટુ ભરીને શુભેચ્છા, જેટલી શુભેચ્છા આપુ એટલી ઓછી પડે! અઢાર વર્ષથી વાચું છું, લયસ્તરોને કારણ જિંદગીના છેલ્લાં અઢાર વર્ષ જીવવા જેવા લાગ્યા! ડૉ/કવિ ભાઈશ્રી. વિવેકજીને તેમજ તેમની આખી મંડળીને અભિનંદન અને શુભેચ્છા સાથે બીજા અઢાર સો વર્ષો સાહિત્યની સેવા કરે….
વિવેક said,
December 6, 2022 @ 10:39 AM
શુભેચ્છા પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…
જોડે રહેજો રાજ….