અક્ષરો પડવાની જ્યાં ઘટના બની કાગળ પરે
ત્યાં તરત અફવા ઊડી કે હાથથી કંકુ ખરે
– મનોજ ખંડેરિયા

નોટબુકના પાનાંથી શાળાના પાઠ્યપુસ્તક સુધી…

કવિતા લખવાનું તો છેક પાંચમા ધોરણમાં સાડા નવ વર્ષની વયે જ શરૂ કરી દીધું હતું એટલે ગુજરાતી વાચનમાળામાં નરસિંહ-મીરાં, અખો-દયારામ, નર્મદ-ન્હાનાલાલ, ઉ.જો.-સુન્દરમની હારોહાર ક્યારેક મારું નામ પણ આવશે એવું સ્વપ્ન પણ સેવ્યું હતું… આજે આપ સહુ મિત્રો-સ્નેહીઓ સાથે ખુશીના આ સમાચાર વહેંચતા અત્યંત હર્ષોલ્લાસની લાગણી અનુભવું છું કે મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ધોરણ દસમાના પાઠ્યપુસ્તક “ગુજરાતી સાહિત્યભારતી”માં મારી ગીતરચનાનો પાઠ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – vmtailor.com પરથી આગળ વધીને પાઠ્યપુસ્તક સુધીની આ મુસાફરી આપ જેવા મિત્રોના એકધારા સ્નેહ અને લગાતાર પ્રોત્સાહન વિના શક્ય જ નહોતી… એટલે પાઠ્યપુસ્તક મંડળની સાથોસાથ આપ સહુ પ્રિયજનોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું…

11 Comments »

  1. Pravin Shah said,

    June 16, 2018 @ 5:10 AM

    પ્રિય વિવેકભાઈ,

    ખૂબ ખૂબ અભિન્દન !

  2. Rekha Sindhal said,

    June 16, 2018 @ 10:04 AM

    Congratulations !

  3. dinesh k modi said,

    June 16, 2018 @ 12:17 PM

    અભિનન્દન. વિવેકભાઇ તમારુ સ્વપ્નુ સાચુ પદતા ઘનો આનન્દ થયો. ખુબ સફલતા મલે તેવિ સુભ આશા.

  4. Vasant sheth said,

    June 16, 2018 @ 12:39 PM

    અભિનન્દન વિવેકભાઇ.
    એક ગુજરાતી તરીકે અમારા માટે આનન્દની વાત છે.

  5. Jay Thakar said,

    June 16, 2018 @ 12:57 PM

    સરસ! પ્રક્રુતિનો આજ સંદેશ છે! પરોપકાર એજ જિવનનું સાધ્ય છે અને ગીતાનો ઉપદેશ છે.કવિ પણ તડકા ઝીલી છાંયા કરે છે.

  6. Girish Parikh said,

    June 16, 2018 @ 4:53 PM

    વિવેકભાઈઃ
    હૃદયપૂર્વક, શબ્દપૂર્વક અભિનંદન.

  7. chetan shukla said,

    June 17, 2018 @ 1:02 AM

    અભિનંદન ….
    આવી જ રીતે નવા નવા શિખર સર કરો તેવી દિલથી શુભેચ્છા…

  8. chandresh koticha said,

    June 18, 2018 @ 6:05 AM

    અભિનન્દન વિવેકભાઇ

  9. suresh shah said,

    June 19, 2018 @ 3:09 AM

    Congratulations / All the Best/ Keep it up

  10. C.T.Prajapati said,

    June 20, 2018 @ 3:22 AM

    અભિનન્દન્…..

  11. વિવેક said,

    June 25, 2018 @ 2:55 AM

    સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment