હોય છે – એસ. એસ. રાહી
ભીંતમાં રસ્તા નીકળતા હોય છે,
આ અવસ્થા કઈ અવસ્થા હોય છે?
ખોટું સાચું કઈ રીતે નક્કી થશે?
સહુને પોતામાં જ શ્રદ્ધા હોય છે.
દોસ્તોમાંથી ઘણું મળશે તને,
દુશ્મનોનાં ઘાવ અમથા હોય છે.
આપણે કયાં કઈ કરી શકીએ છીએ?
જાતની સામે જ મ્હોરાં હોય છે.
આભ જેવું આભ કાં ઓછું પડે?
પંખીને શેની સમસ્યા હોય છે?
– એસ. એસ. રાહી
ભીંત એટલે શક્યતાઓનું આખરી નાકું. ડેડએન્ડ. પણ જીવનમાં ક્યારેક એવી અવસ્થા પણ આવે છે, જ્યારે અંતમાંથી જ પ્રારંભ કરતા શીખી જાય છે. દીવાલ ફાડીને દરવાજો નહીં, મારગ બનાવી શકે એને કોઈ ક્યાંય રોકી શકતું નથી. ભીંતમાંથી રસ્તો નીકળવો શરૂ થાય એ અવસ્થા કઈ અવસ્થા હોય છે એવો દેખીતો સવાલ કવિ આપણને કરે છે. ખરેખર તો આ સવાલ તો કેવળ બાહ્યાવરણ છે. સવાલની આડમાં છૂપાઈને હકીકતમાં કવિ આપણને ભીંતમાંથી રસ્તો કાઢતા શીખવા માટે આહ્વાન આપે છે. આ પડકાર સ્વીકારવા આપણે તૈયાર છીએ ને?
Varij Luhar said,
April 14, 2024 @ 12:07 PM
વાહ
સુનીલ શાહ said,
April 14, 2024 @ 12:18 PM
ખૂબ સરસ.. વાહ
બાબુ સંગાડા said,
April 14, 2024 @ 12:23 PM
વાહ
Susham Pol said,
April 14, 2024 @ 12:24 PM
વાહ ખૂબ સરસ રચના
રાજેશ હિંગુ said,
April 15, 2024 @ 9:45 AM
સરસ ગઝલ
Mita mewada said,
April 15, 2024 @ 12:15 PM
અપ્રતિમ
Mita mewada said,
April 15, 2024 @ 12:16 PM
વાહ
પીયૂષ ભટ્ટ said,
April 15, 2024 @ 1:18 PM
વાહ, બહુ જ સુંદર મજાની ગઝલ.
ભીંત ફાડીને રસ્તા કરવા એ સાહસનું કાર્ય છે. અને તેની પણ એક અવસ્થા હોય, અલગારી ક્ષણ હોય. આવી કોઈક વિરલ ક્ષણે આવો પડકાર સંવેદન શીલ કવિ જ ઝીલી શકે.
પ્રત્યેક શેર લાજવાબ.
રાહી સાહેબની કલમને અને વિવેકભાઈ નાં આસ્વાદ ને સલામ.
પીયૂષ પ્રેમ.
Poonam said,
April 30, 2024 @ 12:34 PM
ભીંતમાં રસ્તા નીકળતા હોય છે,
આ અવસ્થા કઈ અવસ્થા હોય છે? Adhbhut prashna … 👍🏻
– એસ. એસ. રાહી –
Aaswad mast sir ji 😊