આ રાની ઘાસ વચ્ચે, આ રાની ઘાસની માફક
અસલ વગડાઉ વૈભવમાં મને ચુપચાપ મરવા દો.
ઉદયન ઠક્કર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મિત્ર રાઠોડ

મિત્ર રાઠોડ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(સૂઈ ગઈ) – મિત્ર રાઠોડ

પેટ ભરવા એક નારી સૂઈ ગઈ,
ઊભી થઈ તો રોજગારી સૂઈ ગઈ.

આવશે, એ આવશે, એ આશમાં
દ્વાર ખુલ્લાં રાખી બારી સૂઈ ગઈ.

‘મારે કોઈની જરૂરત નહિ પડે’-
ઠાઠડીમાં એ ખુમારી સૂઈ ગઈ.

રાત બહુ શરમાય છે ને એટલે,
રાત અંધારું પ્રસારી સૂઈ ગઈ.

ભાર મારો ઝીલીને થાકી હશે,
જાગતો’તો હું, પથારી સૂઈ ગઈ.

– મિત્ર રાઠોડ

સરળ શબ્દોમાં સહજ ગઝલ… બધા જ શેર સુંદર થયા છે, પણ દરેકને જરા હળવા હાથે ખોલવામાં આવે તો જે સૌંદર્ય પ્રથમ દૃષ્ટિએ દેખાય છે, એ ઝળાંહળાં થતું અનુભવાય છે… છેલ્લા બે શેર તો શિરમોર…

Comments (25)