કહ્યું કોઈનું એ નથી માનવાના
ચણે જેઓ કિલ્લા નરાતાળ વા’ -ના
– સંજુ વાળા

(સૂઈ ગઈ) – મિત્ર રાઠોડ

પેટ ભરવા એક નારી સૂઈ ગઈ,
ઊભી થઈ તો રોજગારી સૂઈ ગઈ.

આવશે, એ આવશે, એ આશમાં
દ્વાર ખુલ્લાં રાખી બારી સૂઈ ગઈ.

‘મારે કોઈની જરૂરત નહિ પડે’-
ઠાઠડીમાં એ ખુમારી સૂઈ ગઈ.

રાત બહુ શરમાય છે ને એટલે,
રાત અંધારું પ્રસારી સૂઈ ગઈ.

ભાર મારો ઝીલીને થાકી હશે,
જાગતો’તો હું, પથારી સૂઈ ગઈ.

– મિત્ર રાઠોડ

સરળ શબ્દોમાં સહજ ગઝલ… બધા જ શેર સુંદર થયા છે, પણ દરેકને જરા હળવા હાથે ખોલવામાં આવે તો જે સૌંદર્ય પ્રથમ દૃષ્ટિએ દેખાય છે, એ ઝળાંહળાં થતું અનુભવાય છે… છેલ્લા બે શેર તો શિરમોર…

25 Comments »

  1. Aasif said,

    August 21, 2020 @ 2:18 AM

    વાહ ખૂબ સરસ

  2. મયૂર કોલડિયા said,

    August 21, 2020 @ 2:23 AM

    કવિ ‘મિત્ર’ની ઉત્તમ રચનાઓમાંની એક અને મારી ગમતી ગઝલ. અભિનંદન મિત્ર….

  3. Rupali choksi said,

    August 21, 2020 @ 2:26 AM

    ખૂબ સરસ ગઝલ છેલ્લા બે શેર તો લાજવાબ

  4. Kajal kanjiya said,

    August 21, 2020 @ 2:32 AM

    Wahhh

    Congratulations 💐

  5. Dilip Chavda said,

    August 21, 2020 @ 2:43 AM

    ખૂબ જ અર્થસભર ગઝલ કવિ મિત્ર, મિત્ર રાઠોડની
    જયારે ગૃપ માં વાંચી ત્યા રેજ ગમી ગઈ હતી અને આજે લયસ્તરો પણ વાંચતાં જ સમજા ય ગ ગઝલ ખરેખરમાં ગહન છે…

  6. સુનીલ શાહ said,

    August 21, 2020 @ 3:20 AM

    કવિની દૃષ્ટિ ક્યાં સુધી પહોંચે છે અને તેને બહુ ઓછા શબ્દોમાં શેરિયત સાથે કઈ રીતે રજૂ કરે છે એનો સુંદર નમૂનો.
    કવિ ‘મિત્ર’ ને અભિનંદન હોય જ..

  7. મુકુલ ચોકસી said,

    August 21, 2020 @ 3:24 AM

    વાહ….

  8. અરવિંદ ચૌહાણ said,

    August 21, 2020 @ 3:58 AM

    પેટ ભરવા એક નારી સુઈ ગઈ,
    ઉભી થઈ તો રોજગારી સુઈ ગઈ.

    આ બેજ પંક્તિ માં નારીની સમગ્ર
    વયથા સમાઈ ગઈ છે. નારીની વેદના
    સમજનાર વ્યક્તિ જ આ લખી શકે.

  9. જય કાંટવાલા said,

    August 21, 2020 @ 4:07 AM

    Waah…..Mitra waah

  10. લલિત ત્રિવેદી said,

    August 21, 2020 @ 6:26 AM

    સરળ. સરસ ગઝલ… વાહ વાહ

  11. ગૌરાંગ ઠાકર said,

    August 21, 2020 @ 7:06 AM

    બહોત અચ્છે ભાઈ… શું ગઝલ છે!!! કવિને અભિનંદન

  12. બિરેન ટેલર said,

    August 21, 2020 @ 9:01 AM

    વાહ…પ્રત્યેક શેર જોરદાર

  13. pragnajuvyas said,

    August 21, 2020 @ 11:03 AM

    કવિશ્રી મિત્ર રાઠોડની અર્થસભર ગઝલ

    ભાર મારો ઝીલીને થાકી હશે,
    જાગતો’તો હું, પથારી સૂઈ ગઈ.
    વાહ

  14. Nitin goswami said,

    August 21, 2020 @ 11:44 AM

    વાહ

  15. નટવર કેશવજી ગાંગાણી .....ભગ્ગો..... said,

    August 21, 2020 @ 1:05 PM

    આ ગઝલ ખુબજ મસ્ત છે.
    આમેય મારા “મિત્ર” નો હું સદાય કાયલ જ રહ્યો છું.

  16. Uma Parmar said,

    August 21, 2020 @ 1:39 PM

    વાહ! છેલ્લો શેર ખૂબ સરસ

  17. સુધીર પટેલ said,

    August 21, 2020 @ 8:16 PM

    ખૂબ સરસ ગઝલ! કવિ મિત્રને અભિનંદન!
    વિવેકભાઈને પણ સતત ઉમદા કાર્ય બદલ ધન્યવાદ!
    સુધીર પટેલ!

  18. Vijay Trivedi said,

    August 22, 2020 @ 1:51 AM

    વાહ! ખૂબ સરસ અને સરળ શબ્દોમાં ગઝલ માણવા મળી.

  19. Lata Hirani said,

    August 22, 2020 @ 5:38 AM

    ગજ્જ્બ !

  20. Harihar Shukla said,

    August 22, 2020 @ 6:19 AM

    મોજ 👌

  21. Girish makwana said,

    August 22, 2020 @ 10:29 AM

    ખૂબ સુંદર
    અદભુત

  22. MAHENDRA S.DALAL said,

    August 23, 2020 @ 12:45 AM

    હું જાગતો ‘તો ને પથારી સુઈ ગઈ
    ….જબરદસ્ત….

  23. Nisha rathod said,

    August 23, 2020 @ 6:22 AM

    👌👌👌ખુબ જ સુંદર રચના… સરળ શબ્દ માં ગહન ગઝલ..

  24. Sandhya Bhatt said,

    August 23, 2020 @ 11:19 AM

    ખૂબ સરસ ગઝલ છે…

  25. ભરત ભટ્ટ said,

    August 23, 2020 @ 11:58 AM

    ખુબ સરસ ગઝલ. એકે એક શેર ઉમદા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment